ગુજરાત

gujarat

ઉનામાં વીજળી આવતા લોકોમાં રાહત : 25 ટકા વિસ્તારમાં વીજ પુરવઠો થયો પુર્વવત

By

Published : May 24, 2021, 7:17 AM IST

તૌકતે વાવાઝોડાના કારણે ઉના પંથકમાં અંધારપટ થયો હતો. ગામડાઓમાં એક અઠવાડિયાથી વીજળી નહોતી જેના કારણે ગામવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. રવિવારે ઉનાના 25 ટકા ગામમો વીજળી આવતા લોકોએ રાહત અનુભવી હતી.

tt
ઉનામાં વીજળી આવતા લોકોમાં રાહત : 25 ટકા વિસ્તારમાં વીજ પુરવઠો થયો પુર્વવત

  • તૌકતે વાવાઝોડાને કારણે ઉના પંથકમાં અંધારપટ
  • ઉનાના 25 ટકા ગામમો 5 દિવસે વિજળી આવી
  • વીજ પુન:સ્થાપિતનું કામ યુદ્ધના ધોરણે યથાવત્

ગીર-સોમનાથ:તૌકતે વાવાઝોડાના કારણે ઘણુ નુક્સાન થયુ હતું. ઉના તાલુકામાં PGVCLનાં મોટા સબસ્ટેશન અને વીજપોલ પડી જતા ઉના અને ગીરગઢડા તાલુકામાં સંપૂર્ણ રીતે વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. PGVCL દ્વારા ઉના અને ગીરગઢડા તાલુકાની વીજસેવાને પુર્વવત કરવા માટે મોટી સંખ્યામાં મેન પાવરને કામે લગાડી ઇલેકટ્રીક ઇન્ટુમેન્ટનો પુન:ઇન્સટોલેશન યુધ્ધના ધોરણે કરવામાં આવ્યું હતું. ઉના શહેરમાં વીજળી આવતા લોકોએ મોટી રાહત અનુભવી હતી. ઉનામાં જ્યારે વીજળી આવી ત્યારે પાંચ દિવસથી અકળાઇ ગયેલા લોકોએ PGVCLની કામગીરીને બિરદાવી હતી.

ઉનામાં 5 દિવસો પછી આવી વિજળી

ઉનાના 25 ટકા જેટલા વિસ્તારોમાં તારીખ 23 બપોરબાદ વીજળી પુર્ન સ્થાપિત થઇ હતી. ઉના શહેરના ઇઝ્યુકેટીવ એન્જીનીયર શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, તારીખ.૨૩ બપોરબાદ વેરાવળ રોડ, ટાવરચોક, સરકારી દવાખાનું, અમીધારા, માર્કેટીંગ યાર્ડ, પ્રાંત ઓફીસ, ઉનાની બે કોવીડ હોસ્પિટલમાં વીજપુરવઠો પુર્વવત થઇ ગયો છે. મોડી રાત્રે અને સોમવાર સુધીમાં પણ નવા વિસ્તારોમાં વીજપુરવઠો શરૂ થશે.

આ પણ વાંચો : ખારાઘોડા રણમાં વાવાઝોડાથી અંદાજીત ત્રણ લાખ ટન મીઠા પર પાણી ફરી વળ્યું

યુદ્ધના ધોરણે કામગીરી યથાવત

કોડીનાર તાલુકાના 69 ગામમાંથી 45 ગામોમાં વીજપુરવઠો ચાલુ થઇ ગયો છે. ઉનાના 2 ગામોમાં વીજપુરવઠો સોમવારે ચાલુ થશે. બાકીના ઉના અને ગીરગઢડા તાલુકાના બાકી રહેલા ગામોમાં વીજપુરવઠો શરૂ થાય તે માટે કામગીરી ચાલી રહી છે. ઉના શહેરના બાકી રહેલા 75 ટકા વિસ્તારમાં બે દિવસમાં વીજળી શરૂ થઇ જાય તે માટે PGVCLના કોન્ટ્રાકટરની 35 ટીમોના 254 અને ડિપાર્ટમેન્ટની 32 ટીમનાં 195 મળીને 450 કર્મચારીઓ માત્ર ઉના શહેરમાં વીજળી શરૂ કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details