ગુજરાત

gujarat

ગીર-સોમનાથમાં વીજ પૂન: સ્થાપિતની કામગીરી ચાલી રહી છે પૂર જોશમાં

By

Published : May 24, 2021, 10:24 AM IST

તૌકતેના કારણે દરીયાકાંઠાના વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ હતી અને વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ગામડાઓમાં વીજ પુરવઠાને પૂન: સ્થાપિત કરવા માટે હાલમાં યુદ્ધના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે.

yy
ગીર-સોમનાથમાં વીજ પૂન: સ્થાપિતની કામગીરી ચાલી રહી છે પૂર જોશમાં

  • ગીર-ગઢડામાં તૌકતેને વીજ પુરવઠો ખોરવાયો
  • PGVCL દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી
  • ઉર્જા વિભાગના અગ્રસચિવએ PGVCLના અધિકારીઓ સાથે કરી બેઠક

ગીર-ગઢડા: તૌકતે વાવાઝોડાએ ગીર-સોમનાથ જિલ્લામાં સર્જેલી તારાજીને લીધે વીજ સેવા પ્રભાવિત થઇ હતી. જિલ્લાનાં તમામ 345 ગામોમાં વીજ પુરવઠો ખોરવાય ગયો હતો. ગણતરીની કલાકમાં જ વેરાવળ, સુત્રાપાડા અને તાલાળા તાલુકામાં વીજસેવા શરૂ કરી દેવામાં આવી હતી.

141 ગામોમાં વીજપુરવઠો પુન:સ્થાપિકત કરવામાં આવ્યો

સુત્રાપાડા, વેરાવળ અને તાલાળા તાલુકામાં કુલ 142 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. PGVCL દ્વારા તાત્કાલીક કામગીરી કરી 141 ગામોમાં વીજળી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન થયેલી સઘન કામગીરીને લીધી કોડીનારના 26 ગામોમાં વીજળી આવી ગઇ છે. તારીખ 22 મે સાંજ સુધીમાં 345 ગામોમાંથી 172 ગામોમા વીજળી પુન:સ્થાપિત કરવામાં આવી છે.

ગીર-સોમનાથમાં વીજ પૂન: સ્થાપિતની કામગીરી ચાલી રહી છે પૂર જોશમાં

આ પણ વાંચો : ઉના નગરપાલિકાના 166 અને NDRF તેમજ SDRFના 116 જવાનો સહિત કુલ 500 કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા

નવા પોલ નાખવામાં આવ્યા

ગીરગઢડાના કુલ 58, ઉનાના 78, અને કોડીનારના બાકી રહેલા 35 ગામોમાં વીજ લાઇન શરૂ કરવા માટે મોટા પાયે નવા પોલ નાખવાની તેમજ વીજવાયર ફીટ કરવાની અને જેટકો દ્વારા પણ 220 સબ સ્ટેશન અને મોટી લાઇનો રીપેર કરવની કામગીરી ચાલી રહી છે.

ઉર્જા વિભાગના અગ્રસચિવએ કરી બેઠક

ગર-સોમનાથ જિલ્લામાં ખાસ કરીને ઉના અને ગીરગઢડા તાલુકામાં તાઉતે વાવાઝોડાને લીધે ખોરવાઇ ગયેલી વીજ સેવા પુન:સ્થાપિત થાય તે માટે ઉર્જા વિભાગના અગ્રસચિવ સુનયના તોમરે ઉનાની મુલાકાત લઇ ઉના ખાતે PGVCL ના ઉચ્ચ અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક કરી હતી. ગીર-સોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા અત્યાર સુધીમાં થયેલી કામગીરી અને બાકી રહેલી કામગીરી વિશે માર્ગદર્શન આપી વૈકલ્પિક લાઇનો શરૂ કરીને ઉના શહેર સહિતના વિસ્તારોમાં ગણતરીના કલાકોમાં વીજળી શરૂ થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત વેળાએ કલેકટરશ્રી અજય પ્રકાશ અને PGVCL ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details