ગુજરાત

gujarat

મેરઠના મૌલાના સાજીદ રશીદીએ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓની માંગી માફી

By

Published : Feb 10, 2023, 10:31 PM IST

ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના સાજીદ રશીદી કહ્યું કે, કોઈને દુઃખ પહોંચાડવાનો મારો ઈરાદો નહોતો. મેં ઈતિહાસકાર રોમિલા થાપરને વાંચ્યું અને તે મુજબ ટિપ્પણી કરી હતી. હું સોમનાથ ટ્રસ્ટીઓની માફી માંગુ છું કારણ કે મારો હેતુ કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો.

Etv Bharat
Etv Bharat

સોમનાથ : મૌલાના સાજિદ રશીદએ કહ્યું હતું કે, મારો ઈરાદો કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો ન હતો. મેં ઈતિહાસકાર રોમિલા થાપરને વાંચ્યા અને તેને પ્રમાણે ટીપ્પણી કરી હતી. હું સોમનાથના ટ્રસ્ટીઓની માફી માગું છું કારણ કે, મારો ઈરાદો ઠેસ પહોંચાડવાનો ન હતો. મસ્લિમોએ 800 વર્ષ રાજ કર્યું અને તેમણે મંદિરો માટે જમીન દાન કરી અને તેનું સૌંદર્યીકરણ કર્યું.

મૌલાનાએ માફી માંગી :મહત્વનું છે કે, મૌલાના સાજિદ રાશીદીએ તાજેતરમાં કહ્યું હતું કે, મહમૂદ ગઝનીએ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરને નષ્ટ કર્યું ન હતું, પરંતું તેણે ત્યાં ચાલી રહેલા અનૈતિક કાર્યોને નષ્ટ કર્યા હતા. મૌલાના નિવેદન બાદ ખૂબ હંગામો થયો હતો અને સોમનાથ મંદિર ટ્રસ્ટે મૌલાના સામે પોલીસમાં ફરિયાદ કરી અને કેસ નોંધાવીને નક્કર કાર્યવાહીની માગણી કરી હતી. નિવેદન બાદ ચારેતરફથી ઘેરાયેલા મૌલાના સાજિદ રશીદએ હવે સ્પષ્ટીકરણ આપ્યું છે અને સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓની માફી માગી છે.

મેરઠના મૌલાના સાજીદ રશીદીએ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓની માંગી માફી

સોમનાથ મંદિર પર ટિપ્પણી કરી હતી : પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ઉપર શ્રદ્ધાળુઓને અપાર શ્રદ્ધા છે. ત્યારે ઑલ ઈન્ડિયા ઈમામી એસોસિએશનના પ્રમુખ મૌલાના મોહમ્મદ સાજીદ રસીદીએ સોમનાથ મંદિર પર ટિપ્પણી કરતા સોમનાથ ટ્રસ્ટે વાંધો ઉઠાવ્યો છે. ટ્રસ્ટે મૌલાના મોહમ્મદ સાજીદ રસીદી સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી આક્ષેપ કર્યો હતો કે, તેમની ટિપ્પણી વિવાદાસ્પદ છે.

મોહમ્મદ સાજીદ રસીદી સામે પોલીસ ફરિયાદ દાખલઃ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, મૌલાના મહમ્મદ સાજીદે સોમનાથ મંદિરને લઈને મોહમ્મદ ગઝની અંગે કરેલા નિવેદન સામે સોમનાથ ટ્રસ્ટે વાંધો ઉઠાવ્યો છે. સાથે જ ટ્રસ્ટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો આગામી દિવસોમાં પોલીસ ફરિયાદને આધારે પોલીસ મોલાના મોહમ્મદ સાજીદ રસીદીની અટકાયત કરવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરશે.

મેરઠના મૌલાના સાજીદ રશીદીએ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓની માંગી માફી

મોહમ્મદ સાજીદ રસીદી કાયમ વિવાદમાં રહે છેઃમોહમ્મદ સાજીદ રશીદી અવારનવાર વિવાદમાં રહેતા હોય છે. જોકે, તેઓ આ વખતે સોમનાથ મંદિર અંગે કરેલા નિવેદનને લઈને ફસાઈ ગયા છે. જોકે, આ પહેલા વખત નથી જ્યારે મોહમ્મદ સાજીદ રશીદીએ સોમનાથ મંદિર પર ટિપ્પણી કરી હોય. અગાઉ પણ તેઓ અનેક વખત આવી ટિપ્પણી કરી છે. તેના કારણે તેમની સામે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે પોલીસ તેમની ધરપકડ કરશે કે પછી તેમની સામે અન્ય કોઈ પગલાં લેવાશે.

ABOUT THE AUTHOR

...view details