ગુજરાત

gujarat

વેરાવળમાં કોરોના ટેસ્‍ટિંગની કીટો ખુટી જતા લોકોની લાંબી લાઇનો લાગી

By

Published : Apr 14, 2021, 9:20 PM IST

વેરાવળમાં કોરોના ટેસ્‍ટિંગની કીટો ખુટી જતા ટેસ્‍ટિંગ સેન્‍ટરો બહાર લોકોની લાંબી લાઇનો લાગી હતી તેમજ શહેરના સાત પૈકી ત્રણેક સેન્‍ટરો પર ટેસ્‍ટિંગની કાર્યવાહી અટકી પડતા લોકો પરેશાન થયા હતા.

જિલ્‍લા કક્ષાએ વધુ કીટ 15 એપ્રિલથી મળે તેવી માંગણી કરવામાં આવી
જિલ્‍લા કક્ષાએ વધુ કીટ 15 એપ્રિલથી મળે તેવી માંગણી કરવામાં આવી

  • કોરોના ટેસ્‍ટિંગની કીટ ખુટી જતા લોકોની લાંબી લાઇનો લાગી
  • ટેસ્‍ટિંગની કાર્યવાહી અટકી પડતા લોકો પરેશાન
  • જિલ્‍લા કક્ષાએ વધુ કીટ 15 એપ્રિલથી મળે તેવી માંગણી કરવામાં આવી

વેરાવળ: કોરોનાના કહેર વચ્‍ચે વેરાવળ શહેરમાં કોરોના ટેસ્‍ટિંગ કીટ ખુટી જતા અનેક ટેસ્‍ટિંગ સેન્‍ટરો બહાર લોકોની લાંબી કતારો જોવા મળતી હતી. કીટો ખુટી જવા પાછળ મર્યાદિત જથ્‍થામાં કીટો ફાળવાતી હોવાથી અછત વર્તાય રહી હોવાનું જાણવા મળેલું છે. આજે જિલ્‍લા મથકમાં કોરોના ટેસ્‍ટિંગની કામગીરી ખોરંભે ચડી જતા લોકોને પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડેલો હતો. જોકે ટેસ્‍ટિંગ કીટનો જથ્‍થો ઓછો ફાળવેલો હોવાથી પૂરતું ટેસ્‍ટિંગ થઇ શક્યું ન હોવાનું સ્‍વીકારી તાલુકાનું તંત્ર બચાવની મુદ્રામાં આવેલું હતું.

ટેસ્‍ટિંગની કાર્યવાહી અટકી પડતા લોકો પરેશાન

આ પણ વાંચો:રાજકોટ મનપાએ શરૂ કરી નિ:શુલ્ક હોમ આઇસોલેશનની સુવિધા

સાત સ્‍થળોએ કોરોના ટેસ્‍ટિંગના સેન્‍ટરો કાર્યરત

જિલ્‍લા મથક વેરાવળમાં છેલ્‍લા અઠવાડિયાથી કોરોનાએ માથું ઉંચક્યું છે. એવા સમયે દરરોજ કોરોનાનું ટેસ્‍ટિંગ કરાવવા બાબતે લોકોનો ઘસારો વઘી રહ્યો છે. જેની સામે સ્‍થાનિક આરોગ્‍ય તંત્ર વામણું પુરવાર થઇ ગયું હોય તેવો નજારો આજે શહેરના કોરોના ટેસ્‍ટિંગ સેન્‍ટરોની બહાર જોવા મળેલો હતો. આ અંગે ટીએચઓ ચૌધરીએ જણાવેલું કે, શહેરમાં સિવિલ સહિત સાત સ્‍થળોએ કોરોના ટેસ્‍ટિંગના સેન્‍ટરો કાર્યરત છે.

આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RTPCR ટેસ્ટમાં વધારો કરાયો

498 લોકોનું કોરોના ટેસ્‍ટિંગ કરાયું

14 એપ્રિલે 498 લોકોનું કોરોના ટેસ્‍ટિંગ કરાયું છે, પરંતુ આજે ટેસ્‍ટિંગ કરાવવા વધુ સંખ્‍યામાં લોકો સેન્‍ટરો પર આવેલા હોવાથી ટેસ્‍ટિંગ કીટનો જથ્‍થો ખુટી જતાં અમુક સેન્‍ટરો પર ટેસ્‍ટિંગની કામગીરી અટકી ગઇ હતી. જેથી આ અંગે જિલ્‍લા કક્ષાએ વધુ કીટ 15 એપ્રિલથી મળે તેવી માંગણી કરવામાં આવી છે. ટેસ્‍ટિંગ કીટો ઉપરથી આવતી હોવાથી ત્‍યાંથી જેટલો જથ્‍થો આવે તે મુજબ ટેસ્‍ટિંગ સેન્‍ટરો પર ફાળવણી કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details