ગુજરાત

gujarat

રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળીયા ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે...

By

Published : May 25, 2021, 1:59 PM IST

રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે પાણી-પુરવઠા બોર્ડના હેડવર્ક્સનું નિરિક્ષણ કર્યું હતું તેમજ જિલ્લાનું એકપણ ગામ પીવાના પાણીથી વંચિત ન રહે તે માટે સુચનાઓ આપી હતી.

કુંવરજીભાઇ બાવળીયા ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે
કુંવરજીભાઇ બાવળીયા ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે

  • પાણી-પુરવઠા બોર્ડના હેડવર્ક્સનું કર્યું નિરિક્ષણ
  • જનરેટરથી પીવાનું પાણી ન પહોંચાડી શકાય ત્યા ટેન્કરથી પાણી પહોંચાડવાની આપી સુચના
  • પાણીનો પ્રશ્ન ન રહે તેવી રાજ્ય સરકારે વ્યવસ્થા ગોઠવી છે: પ્રધાન

ગીર-સોમનાથ:તૌકતે વાવાઝોડાથી ગીર-સોમનાથ જિલ્લાનાં પાણી-પુરવઠાના બોર્ડના હેડવર્ક્સ અને લીઝલાઇનોને અસર થઇ છે. આ ઉપરાંત વીજપુરવઠો ખોરવાતા જિલ્લાની પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થતા પાણી-પુરવઠા બોર્ડે ગીર-સોમનાથ જિલ્લામાં જનરેટર સેટ મુકીને પાણીનું વિતરણ શરૂ કર્યું છે. પાણી-પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ આજે ઉના અને ગીરગઢડા તાલુકાના હેડવર્ક્સની મુલાકાત લઇ નિરિક્ષણ કરી પાણીપુરવઠા બોર્ડના અધિકારીઓને જિલ્લાનું એકપણ ગામ પીવાના પાણીથી વંચિત ન રહે તે માટે સુચનાઓ આપી હતી.

આ પણ વાંચો: કચ્છનાં છેવાડાના બન્ની વિસ્તારમાં લોકો પાણીની સમસ્યાથી પરેશાન

પ્રધાને અધિકારીઓને આપી સુચના

કુંવરજીભાઇએ જણાવ્યું હતું કે, ઉના જુથ યોજનામાં આવતા 56 ગામોમાં ડીજીસેટ મુકીને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. બાકીના 10 ગામો વ્યક્તિગત જુથ યોજનામાં હોય ત્યાં પણ સંસ્થાઓના સહકારથી તેમજ ગીરગઢડા અને ઉના તાલુકાની ગ્રામ પંચાયતો અને સરપંચો તેમજ સેવાભાવી સંસ્થાઓના સંકલન હેઠળ પાણી પુરવઠા બોર્ડે કામગીરી પુર્ણ કરી છે. ગીરગઢડા તાલુકાના 42 ગામોમાં પાણી પુરવઠા બોર્ડ તેમજ સંસ્થાઓના સહયોગથી ડીજીસેટ મુકી પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ગીરગઢડાના 12થી 13 ગામોમાં ડીજીસેટથી પાણી વિતરણ શક્ય ન હોય તો ત્યા ગ્રામપંચાયતો તેમજ કોન્ટ્રાકટરો દ્વારા પાણીના ટેન્કરથી પાણી વિતરણ થાય તે માટે પ્રધાને અધિકારીઓને સુચના આપી હતી.

આ પણ વાંચો: પીવાના બુંદ-બુંદ પાણી માટે તરસતું ચોથાનેસડા ગામ

પાણી મળી રહે તે માટે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી

કુંવરજીભાઇ બાવળીયાએ ઉના ખાતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા આજે સાંજ સુધી જે કોઇ ગામોમાં પીવાના પાણીની મુશ્કેલી હોય તે દુર કરીને લોકોને વીજળી ના આવે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાથી પાણી મળી રહે તે માટે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. પાણી-પુરવઠા પ્રધાનની આજની મુલાકાત દરમિયાન ચીફ એન્જિનિયર એ.જી.વનરા, ચીફ એન્જિનિયર શ્રીમતી બી.એ.મિસ્ત્રી, સુપ્રીટેન્ડેન્ટ એન્જિનિયર બી.કે.ઝાલા, કાર્યપાલક ઇજનેર રાઠોડ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details