ગુજરાત

gujarat

Pest Infestation in Crops : જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ઘટની વચ્ચે રોગ અને જીવાતનો ઉપદ્રવ

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 5:55 PM IST

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ઘટ વચ્ચે રોગ અને જીવાતનો ઉપદ્રવથી ખેડૂતોની પરેશાનીનો પાર નથી. ભેજ ઘટી જતાં લીલી ઈયળ પાન કોરી ખાનારા તડતળિયા અને જમીનમાં જોવા મળતી ફૂગથી પાકને નુકસાનની ભીતિ વર્તાઇ રહી છે.

Pest Infestation in Crops : જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ઘટની વચ્ચે રોગ અને જીવાતનો ઉપદ્રવ
Pest Infestation in Crops : જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ઘટની વચ્ચે રોગ અને જીવાતનો ઉપદ્રવ

પાકને નુકસાનની ભીતિ

જૂનાગઢ : કુદરતના કહેર સામે જિલ્લાના ખેડૂતો લાચાર બની રહ્યા છે. એક તરફ પાછલા દોઢ મહિનાથી વરસાદે રીસામણા લીધા છે. આવી પરિસ્થિતિમાં વાતાવરણમાં અને જમીનમાંથી ભેજનું પ્રમાણ દૂર થતા જીવાત અને રોગોનો ઉપદ્રવ થયો છે. ત્યારે પાણી વગર સુકાતા મોલમાં હવે લીલી ઈયળ અને તડતળિયાની સાથે જમીનમાં આવેલો ફૂગનો રોગ ખેડૂતોના ચોમાસું પાકોને નુકસાન કરી રહ્યો છે. જેની ચિંતામાં જગતનો તાત જોવા મળી રહ્યો છે.

લીલી ઈયળ પાન કોરી ખાનારા તડતળિયા

જીવાતોએ મચાવ્યો ઉપદ્રવ : મેઘરાજાએ પાછલા દોઢ મહિનાથી જાણે કે રિસામણા લીધા હોય તે પ્રકારનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ પણ આગામી દિવસોમાં વરસાદના કોઈ ઉજળા સંજોગો સર્જાઈ શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરતા નથી. આવી પરિસ્થિતિમાં વરસાદી પાણીની અછતની વચ્ચે ચોમાસુ પાકોને ખૂબ નુકસાન થયું છે. અધૂરામાં પૂરું હવે જમીનમાંથી ભેજ દૂર થતા લીલી ઈયળ તડતળિયા અને કેટલાક વિસ્તારમાં જમીનમાં સફેદ ફૂગના રોગોએ દેખા દેતા ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે.

ચોમાસુ પાકોને પાણીની અતિ આવશ્યકતા હોય છે. આવા સમયે વરસાદ નહીં થતાં જમીનનો ભેજ દૂર થયો છે. જે રોગ અને જીવાત ના ઉપદ્રવ માટે એકમાત્ર કારણભૂત માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં જે ખેડૂતો પાસે પીયતની વ્યવસ્થા છે તેમણે કૃષિ પાકોને વિના વિલંબે પિયતની વ્યવસ્થા કરવી જોઈએ. આ સિવાય જે રોગ અને જીવાત ન ઉપદ્રવ દેખાય તેને લઈને કૃષિ નિષ્ણાતોની સલાહ બાદ યોગ્ય દવાનો છંટકાવ કરવાની પણ ભલામણ છે... રમેશ રાઠોડ (કૃષિ નિષ્ણાત)

અવકાશી ખેતી પર નિર્ભર ખેડૂતો ચિંતામાં: વર્તમાન સમયમાં અવકાશી ખેતી પર નિર્ભર જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. પાણીની ખૂબ જરૂરિયાત છે. પરંતુ વરસાદ થતો નથી. આવી પરિસ્થિતિમાં કૃષિ પાકોને અનુકૂળ જમીનનો ભેજ પણ દૂર થયો છે. ત્યારે ખેતર માથી ભેજ દૂર થતાં હવે કીટક અને જીવાતો માટે ઉત્તમ વાતાવરણનું સર્જન થયું છે. જેને કારણે લીલી ઈયળ પાન કોરી ખાનારા તડતળિયા અને જમીનમાં જોવા મળતા પારંપરિક ફુગના રોગોએ પણ દેખા દીધી છે જેને કારણે ખેડૂ ચિંતામાં મુકાયો છે.

  1. Trichocard આપશે પાકમાં જીવાતો સામે રક્ષણ, જૂનાગઢ જૈવિક પ્રયોગશાળાની શોધ
  2. Kesar Mango : જીવાતો સામે કાગળની થેલી દ્વારા કેસર કેરીનું રક્ષણ, જાણો કેવી રીતે
  3. માળિયા તાલુકામાં કપાસમાં ગુલાબી ઈયળનો આતંક, ખેડૂતો મુશ્કેલીમાં

ABOUT THE AUTHOR

...view details