ગુજરાત

gujarat

Junagadh Monsoon : મુખ્યપ્રધાનના હવાઈ નિરીક્ષણ પર તાલાલાના MLA લોકોની સુખાકારી માટે કરશે માંગ

By

Published : Jul 21, 2023, 4:15 PM IST

મુખ્યપ્રધાને સોરઠના અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરવા જઈ રહ્યા છે. ત્યારે તાલાલાના MLA હિરણ નદીને ઊંડી કરવાની માંગ ઉઠાવી છે. કારણ કે, થોડા દિવસ પહેલા સુત્રાપાડા અને વેરાવળમાં હિરણ નદીનું પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું હતું. જોકે, હિરણ નદીને ઊંડી કરવાની રજૂઆત 2019માં પણ કરવામાં આવી હતી, પરંતુ...

Gujarat Monsoon 2023 : મુખ્યપ્રધાનના હવાઈ નિરીક્ષણ પર તાલાલાના MLA લોકોની સુખાકારી માટે કરશે માંગ
Gujarat Monsoon 2023 : મુખ્યપ્રધાનના હવાઈ નિરીક્ષણ પર તાલાલાના MLA લોકોની સુખાકારી માટે કરશે માંગ

મુખ્યપ્રધાને સોરઠના અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરવા જઈ રહ્યા

ગીર સોમનાથ : જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારોની હવાઈ નિરીક્ષણ માટે આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. આવા સમયે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે હિરણ નદીને પહોળી અને ઊંડી કરવાની માંગ મુખ્યપ્રધાન સાથે કરવાની વાત કરી છે. બે દિવસ પહેલા સુત્રાપાડા અને વેરાવળમાં હિરણ નદીના પૂરનું પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયું હતું. જેને કારણે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જાન માલના કોઈ મોટા નુકસાનના સમાચાર નથી, પરંતુ લોકોના 12 મહિનાનું અનાજ અને પશુધનના મોતના સમાચાર મળ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહેલા વેરાવળ અને સુત્રાપાડાના ગામોને સમસ્યામાંથી કાયમી મુક્તિ મળે તે માટેની રજૂઆત આજે મુખ્યપ્રધાનને ભગવાન બારડ કરવા જઈ રહ્યા છે.

વર્ષ 2019માં કરી હતી રજૂઆત :ભગવાન બારડે વર્ષ 2019માં જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે તાલાલા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા, ત્યારે તેમના દ્વારા રાજ્યના સિંચાઇ વિભાગને હિરણ નદી પહોળી અને ઊંડી કરવાને લઈને રજૂઆત કરી હતી. જેના પગલે સિંચાઈ વિભાગ દ્વારા 11.5 કિલોમીટરના વિસ્તારની નદીને પહોળી અને ઊંડી કરવાને લઈને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી, પરંતુ ત્યારબાદ કોઈ કારણોસર કામ હજુ સુધી શરૂ થયું નથી. જેને કારણે લોકોને ફરી એક વખત પૂરના પાણીમાંથી પસાર થવાનો સમય આવ્યો છે, ત્યારે આજે હવાઈ નિરીક્ષણ માટે આવી રહેલા મુખ્યપ્રધાનને વર્ષ 2019માં મંજૂરી મળેલી હિરણ નદીને ઊંડી ઉતારવાની યોજના તાકિદે શરૂ થાય તેવી માંગ તેઓ કરવા જઈ રહ્યા છે.

વર્ષ 2019માં હિરણ નદીને 11.5 કિલોમીટરના વિસ્તારમાં પહોળી અને ઊંડી ઉતારવાની રજૂઆત હતી. તે આજે ફરી એક વખત મુખ્યપ્રધાન સમક્ષ રાખવાના છે. નદીને પહોળી અને ઊંડી ઉતારવામાં આવે તો ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિનું કાયમી ધોરણે નિરાકરણ લાવી શકાય છે. હિરણ નદી પર જે દબાણ છે તેને પણ લોકોએ સ્વચ્છાએ દૂર કરવા પડશે. લોકો અને સરકારના સહિયારા સાથ થકી દર વર્ષે વેરાવળ અને સુત્રાપાડા તાલુકામાં આવતા પૂરના પ્રકોપને ઘટાડી શકાય તેમ છે.- ભગા બારડ (ધારાસભ્ય તાલાલા)

હિરણ ડેમના પાણીનું પુર :બે દિવસ પૂર્વે તાલાલા અને ગીર જંગલમાં પડેલા અતિભારે વરસાદને કારણે પાણીની પુષ્કળ પ્રમાણમાં હિરણ 2 ડેમમાં આવક થઈ રહી હતી. જેને પગલે સિંચાઈ વિભાગ દ્વારા હિરણ 2 ડેમના તમામ સાત દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. જેના ધસમસતા પાણીનો પ્રવાહ હિરણ નદીમાં પુષ્કળ પ્રમાણમાં આવ્યો હતો. જેણે વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ગામડાઓ માટે પૂરની સમસ્યા ઊભી કરી હતી.

  1. Heavy Rain: જૂનાગઢ-ગીર સોમનાથ જળબંબાકાર, પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ, અનેક ગામોનો સંપર્ક તૂટ્યો, દામોદરકુંડ છલકાયો
  2. Gujarat Monsoon 2023 : ગીર સોમનાથ-જુનાગઢમાં સ્થળ ત્યાં જળ,અવિરત મેઘમહેર હવે મુશ્કેલી
  3. Surat Rain: સતત બીજા દિવસે ધોધમાર વરસાદ યથાવત, અનેક વિસ્તારો બની ગયા જળબંબાકાર

ABOUT THE AUTHOR

...view details