ગુજરાત

gujarat

ISRO Chairman S Somanath: સોમનાથ આવ્યા શિવના દ્વારે, વેરાવળમાં વ્હાલ ભર્યું વેલકમ

By ETV Bharat Gujarati Team

Published : Sep 28, 2023, 11:09 AM IST

Updated : Sep 28, 2023, 2:08 PM IST

ઈસરોના ચેરમેન એસ સોમનાથન આજે પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. વેરાવળ રેલવે સ્ટેશન ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓ દ્વારા એસ સોમનાથન અને તેના પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે સોમનાથ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં પણ એસ સોમનાથન પરિવાર સાથે જોડાશે.

Somnath Mahadev
Somnath Mahadev

સોમનાથ આવ્યા શિવના દ્વારે, વેરાવળમાં વ્હાલ ભર્યું વેલકમ

સોમનાથ: ચંદ્રયાનની સફળતા બાદ ઈસરોના ચેરમેન એસ સોમનાથ આજે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. ટ્રેન મારફતે આવેલા એસ સોમનાથનું જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વેરાવળ રેલવે સ્ટેશન સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંથી તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે રવાના થયા હતા. આજે દિવસ દરમિયાન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં પણ એસ સોમનાથન તેના પરિવાર સાથે હાજરી આપશે.

ચંદ્રયાન ની સફળતા સોમનાથની કામગીરી: ભારતનું મિશન ચંદ્રયાન ત્રણ સફળ થવા પાછળના મુખ્ય માર્ગદર્શક તરીકે એસ સોમનાથન ને માનવામાં આવે છે. બીજા પ્રયત્ને ભારતનું ચંદ્રયાન ત્રણ સફળ થયુ હતુ ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવા ચંદ્રના દક્ષિણ ભાગમાં ચંદ્રયાનને સફળતાપૂર્વક ઉતરાયણ કરવામાં ઈસરોની ટીમને એસ સોમનાથન ને ખૂબ જ માહિતી સાથે માર્ગદર્શન આપીને ચંદ્રયાનને સફળતાપૂર્વક ચંદ્રની ધરતી પર ઉતરાણ કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. વિશ્વના રસિયા સહિતના અનેક દેશો ચંદ્રયાન મોકલવામાં નિષ્ફળ થયા છે. ત્યારે ભારતના ચંદ્રયાન ની સફળતા માટે સોમનાથન નુ માર્ગદર્શન મુખ્યત્વે મહત્વનું પરિબળ માનવામાં આવે છે.

સોમનાથ આવ્યા શિવના દ્વારે, વેરાવળમાં વ્હાલ ભર્યું વેલકમ

સોમનાથમાં પૂજા વિધિમાં લેશે ભાગ: ઈસરોના ચેરમેન એસ સોમનાથન તેના પરિવાર સાથે આજે સોમનાથ મંદિર પરિસરમાં આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના છે. સોમનાથ મહાદેવની મહાપૂજા અભિષેક અને પૂજાની સાથે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત તમામ ધાર્મિક કાર્યક્રમમાં આજે દિવસ દરમિયાન ઈસરોના ચેરમેન એસ સોમનાથન તેમના પરિવાર સાથે હાજર રહેવાના છે. તેઓ પ્રથમ વખત સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે. જેથી તેમના આ દર્શન ધાર્મિક અને ઈસરોની સફળતાને લઈને પણ ખૂબ મહત્વના માનવામાં આવે છે.

  1. Somnath Mahadev: નાણાં વગરનો નાથીયો નાણે નાથાલાલ, સોમનાથ દાદાના દર્શન કરવા પહોંચેલા પૂર્વ દિગ્ગજ નેતાઓની આસપાસ નહિવત કાર્યકર જોવા મળ્યા
  2. Camel riding at Somnath Beach : સોમનાથ બીચ પર લેલા-મજનુ ઊંટની જોડીએ જમાવ્યું છે આકર્ષણ, પ્રવાસીઓ હોંશે હોંશે માણે છે કેમલ રાઈડિંગ
Last Updated : Sep 28, 2023, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details