ગુજરાત

gujarat

Makar Sankranti 2023 : સોમનાથમાં સંગીતના સુર સાથે વિદેશીઓએ લગાવ્યા ઠુમકા

By

Published : Jan 12, 2023, 6:04 PM IST

સોમનાથના સદભાવના મેદાન પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું (International Kite Festival in Somnath) આયોજન થયું હતું. જ્યાં 15 કરતાં વધુ દેશોના પ્રતિનિધિઓએ પતંગ મહોત્સવ માણ્યો હતો. જેમાં વિદેશી લોકોએ ભારતીય સંગીત સાથે તાલ મિલાવીને ઠુમકા મારતા કેમેરામાં કેદ થયા હતા. (Somnath Makar Sankranti 2023)

Makar Sankranti 2023 : સોમનાથમાં સંગીત સુર સાથે ભૂરિયાઓએ લગાવ્યા ઠુમકા
Makar Sankranti 2023 : સોમનાથમાં સંગીત સુર સાથે ભૂરિયાઓએ લગાવ્યા ઠુમકા

ગુજરાતી સંગીત અને ગીતના સથવારે વિદેશી પતંગકારોએ લગાવ્યા ઠુમકા

સોમનાથ : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત સહિત વિશ્વના 15 કરતાં વધુ દેશોના કુશળ પતંગકારોએ પતંગ મહોત્સવમાં સામેલ થઈને પતંગ ચગાવવાની મજા લૂંટી હતી. સાથે સાથે આ પતંગ મહોત્સવમાં ઇન્ડોનેશિયા અને પોલેન્ડથી આવેલા બે પતંગબાજોએ ભારતીય સંગીતના તાલે ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા. બંને પતંગકારોએ ભારતીય સંગીત અને ગીતને શ્રેષ્ઠ ગણ્યું છે અને તેને કારણે તેઓ પોતાની જાતને નાચતા રોકી શક્યા ન હતા.

આ પણ વાંચોવિદેશી લોકોએ સોમનાથમાં પતંગ મહોત્સવની મજા માણીને અનુભૂતિ કરી શેર

ભારતીય સંગીતના સથવારે વિદેશી પતંગકારોસોમનાથ નજીક આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજનમાં ભારત સહિત 15 દેશોના પતંગબાજો સામેલ થયા હતા. સોમનાથ મંદિર નજીક પતંગબાજો એ તેમના દેશની પતંગ કળાને ઉજાગર કરતી પતંગો આકાશમાં ચગાવીને પતંગની મજા સોમનાથની ભૂમિ પર લૂંટી હતી. આ પ્રસંગે ઈન્ડોનેશિયાથી આવેલા મહિલા પતંગબાજ આલિયા અને પોલેન્ડથી આવેલા માટીનેઝે ગુજરાતી સંગીત અને ગીતના સથવારે ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા. આ બંને પતંગબાજો સંગીત શરૂ થતા જ પોતાની જાતને નાચતા રોકવામાં અસફળ રહ્યા હતા અને પતંગ બાજીની સાથે તેમણે ભારતના ગીત અને સંગીતના સથવારે તાલ મિલાવતા હોય તે રીતે ડાન્સ પણ કર્યો હતો. જે આજના પતંગ મહોત્સવની એક વિશેષ બાજુ ગણવામાં આવે છે.

આ પણ વાંચોMakar Sankranti 2023 : ગગનમાં સપ્તરંગી પતંગો ચગાવીને વિદેશીઓએ માણ્યો આનંદ

માટીનેઝે ભારતના સંગીતને ગણાવ્યું બે નમૂનપોલેન્ડથી પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે આવેલા માટીનેઝે ભારતના ગીત અને સંગીતને એકદમ મસ્ત ગણાવ્યું છે. તેઓ ગુજરાતી અને ભારતીય સંગીતને જાણતા ન હોવા છતાં પણ જે પ્રકારે ગીત અને સંગીત વાગી રહ્યા હતા. આવા સમયે તે પોતાની જાતને નાચતા રોકી શક્યા ન હતા. હિન્દી ચલચિત્રના ગીત પર પણ માટીનેઝ ઠુમકા લગાવતા પતંગના મેદાનમાં જોવા મળતા હતા. તો ઇન્ડોનેશિયા બાલીથી આવેલા આલિયાએ પણ તેમના દેશનું નૃત્ય કરીને પતંગના મેદાનમાં બે દેશોની સંસ્કૃતિને જીવંત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઇન્ડોનેશિયામાં પણ હિન્દુ ધર્મ સાથે અનેક લોકો જોડાયેલા છે, ત્યારે સોમનાથની ભૂમિ પર બાલીના આલિયાએ પણ તેના દેશનું પરંપરાગત નૃત્ય કરીને પતંગ મહોત્સવને જીવંત બનાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details