ગુજરાત

gujarat

ગીર સોમનાથમાં ખેડૂતોની પાક ધિરાણ રિન્યૂ કરવા ઉઠી માગ

By

Published : Apr 23, 2021, 4:52 PM IST

કોરોનાની પરિસ્થિતિને કારણે મોટાભાગના ખેડૂતો પણ આર્થિક ભીસમાં મુકાયા છે. ત્યારે ખેડૂત સમુદાયને રાહત મળે તે માટે બેંન્ક દ્વારા અપાતો પાક ધિરાણ રીન્યુ કરી કરવા માટે, ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સમક્ષ માગ કરવામાં આવી છે.

ગીર સોમનાથમાં ખેડૂતોની પાક ધિરાણ રીન્યુ કરવા ઉઠી માગ
ગીર સોમનાથમાં ખેડૂતોની પાક ધિરાણ રીન્યુ કરવા ઉઠી માગ

  • તાલાલા ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને કરી રજૂઆત
  • કોરોનાની મહામારીમાં ખેડૂત સમાજ માટે પણ કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે
  • સરકાર દ્વારા 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ 0 ટકાએ આપવામાં આવે છે

ગીર-સોમનાથઃ ભારતીય કિસાન સંઘ તાલાલાના પ્રમુખ પ્રવીણ છોડવાડિયા દ્વારા રાજ્ય સરકારને લેખિત પત્ર પાઠવી જણાવ્યું હતું કે, હાલ કોરોનાની મહામારીમાં ખેડૂત સમાજ માટે પણ કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ખેડૂતોને પાક ધિરાણ બેંન્ક દ્વારા રીન્યુ કરવા માટે માગ કરવામાં આવી છે.

ગીર સોમનાથમાં ખેડૂતોની પાક ધિરાણ રીન્યુ કરવા ઉઠી માગ

આ પણ વાંચોઃપોરબંદર સાંસદ દ્વારા ખેતી વિષયક ધિરાણનું વ્યાજ ભરી રીન્યુ બાબતે સરકારને ફરી એકવાર રજૂઆત

પાક ધિરાણ ભરવા માટે બેંન્કોમાં લાઇનો થવાનો ભય છે

પાક ધિરાણ ભરવા માટે બેંન્કોમાં લાઇનો થવાનો ભય છે. ત્યારે આજે સરકાર દ્વારા 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ 0 ટકાએ આપવામાં આવે છે, તો આ વર્ષે પણ જે ખેડૂતોએ 3 લાખની મર્યાદામાં ધિરાણ ઉપાડ્યું છે. તેમનો બેંન્ક દ્વારા જ રીન્યુ કરી આપવા ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details