ગુજરાત

gujarat

ગીર સોમનાથમાં ખેતીની નુકસાનીનો સર્વે પૂર્ણ, 125 કરોડથી વધુની રાહત સહાય ચૂકવવાનો અંદાજ

By

Published : Jun 7, 2021, 7:13 PM IST

તૌક્તે વાવાઝોડાથી અસરગ્રસ્‍ત ગીર સોમનાથમાં ખેતીની નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે. જિલ્‍લાના અસરગ્રસ્‍ત 48,000 ખેડૂતોને 125 કરોડથી વઘુની રાહત સહાય ચૂકવવાનો અંદાજ છે.ખેતી-બાગાયતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી રાજય સરકાર દ્વારા નુકસાનીનો તાળો મેળવવા સર્વેની કામગીહી હાથ ઘધરી હતી જે પૂર્ણ થઇ છે. બહાર આવેલી વિગતો મુજબ ગીર સોમનાથ જિલ્લાના 345 ગામોમાં ખેતી બાગાયતના પાકોને નુકસાની થઇ છે.

ગીર સોમનાથમાં ખેતીની નુકસાનીનો સર્વે પૂર્ણ, 125 કરોડથી વધુની રાહત સહાય ચૂકવવાનો અંદાજ
ગીર સોમનાથમાં ખેતીની નુકસાનીનો સર્વે પૂર્ણ, 125 કરોડથી વધુની રાહત સહાય ચૂકવવાનો અંદાજ

  • ગીર સોમનાથમાં ખેતીની નુકસાનીનો સર્વે પૂર્ણ
  • અસરગ્રસ્‍ત ખેડૂતોને 125 કરોડથી વઘુની રાહત સહાય ચૂકવવાનો અંદાજ
  • 44,986 હે.જમીનના વાવેતરને 33 ટકા નુકસાન થયું
  • આંબાના કુલ 19,380 હે.જ.વાવેતર સામે 18820 હે.જ.માં નુકસાન
  • તલ, મગ, બાજરી, નાળીયેરી, ચોળી અને અડદના પાકને પણ વ્‍યાપક નુકસાન


    ગીરસોમનાથ- જિલ્લામાં કુલ 75,549 હેકટર જમીનમાં થયેલા વાવેતર પૈકી 61,075 હેકટર જમીનમાં પાક અસરગ્રસ્‍ત થયો છે. જે પૈકી સરકારના નિયમ મુજબ 33 ટકાથી વઘુ પાકના નુકશાનના ક્સ્સાિમાં સહાય ચૂકવવાની હોવાથી 44,986 હેકટર જમીનમાં પાકની વાવણી કરનાર જિલ્‍લાના કુલ 48,000 અસરગ્રસ્ત ખેડૂતોને ખેતી નુકસાન પેટે રૂ.100 કરોડથી વઘુ રકમ ચૂકવવા તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે. જો કે, તંત્ર દ્રારા ખેતીની નુકસાની બાબતે થયેલ સર્વેની કામગીરીમાં વિસંગતતા હોવાની ખેડૂતો અને કિસાન સંઘ ફરિયાદો કરી રહ્યાં છે. જયારે જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં ખેતી નુકસાનનો સર્વે તો પૂર્ણ કરાયો છે પરંતુ અસરગ્રસ્ત ખેડૂતોના અરજી ફોર્મ હજુ સ્વીકારી શક્યા નથી. ફોર્મ રજૂ થયા બાદ જ સહાયની રકમ ચૂકવાશે એટલે હજુ ખેડૂતોના ખાતામાં સરકારી સહાય પહોંચતા એકાદ સપ્તાહ જેવો સમય વીતી શકે છે.
    રાજય સરકાર દ્વારા નુકસાનીનો તાળો મેળવવા સર્વેની કામગીહી હાથ ઘધરી હતી જે પૂર્ણ થઇ છે


    આ પણ વાંચોઃ આરોગ્ય વિભાગ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા vaccination awareness campaign

સહાય ચૂકવવાનું કામ શરૂ કરાયું છે : ડીડીઓ

તૌક્તેે વાવાઝોડાએ ગીર સોમનાથ જિલ્લામાં સર્વત્ર તારાજી સર્જી હતી. જેમાં ખાસ કરીને ખેતી પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોચ્‍યું હોવાથી ખેડૂતો પાયમાલીની કગાર પર આવી ગયા છે. જેને ઘ્‍યાને લઇ રાજય સરકાર દ્રારા અન્‍ય પાંચ જિલ્લાના ખેતીવાડી સ્ટાફને ગીર સોમનાથ જિલ્લામાં તૈનાત કરી યુદ્ધના ધોરણે ખેતી-બાગાયતી પાકોના નુકસાનનો સર્વે હાથ ધર્યો હતો જે હાલ પૂર્ણ થઈ ચૂક્યો છે. જે અંગે માહિતી આપતાં ડીડીઓ રવિન્‍દ્ર ખાતલેએ જણાવ્યું કે, ગીર સોમનાથ જિલ્લામાં ખેતી નુકસાનના સર્વે બાદ જિલ્લામાં કુલ 75,549 હેકટર વાવેતર પૈકી 61,075 હેકટરમાં વાવેતર થયેલ ખેતી પાકોને વાવાઝોડાથી નુકસાન થયાનું સામે આવ્યું છે. જે નુકસાનીના વિસ્‍તાર પૈકી સરકારના નિયમ મુજબ 44,986 હેકટર જમીનમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે તેવા જિલ્લાના 48,000 ખેડૂતો અસરગ્રસ્ત નોંધાયા છે. આ તમામ ખેડૂતોને અંદાજે રૂ.125 કરોડ જેવી સહાય રકમ ચૂકવવા કાર્યવાહી ચાલી રહી છે. જયારે રાજય સરકાર દ્વારા 100 કરોડથી વઘુ ચુકવવા સામે રૂ.90 કરોડ જેવી રકમ જિલ્લાને ફાળવી પણ દીઘી છે. જો કે, જિલ્લામાં લાઈટ અને ટેકનીકલ ખામીના કારણે અસરગ્રસ્ત ખેડૂતોના ફોર્મ ભરવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી હાલ અસરગ્રસ્‍ત 20,000 જેટલા ખેડૂતોના જ ફોર્મ ભરાયા છે.

ગીર સોમનાથ જિલ્લાના 345 ગામોમાં ખેતી બાગાયતના પાકોને નુકસાની થઇ છે
ખેડૂતોએ સર્વેમાં વિસંગતતાનો મુદ્દો ઉઠાવ્‍યો


સર્વેને લઈ ખેડૂતોમાં ભારે અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા સર્વેની કામગીરીમાં વિસંગતતાના આક્ષેપો લગાવતા ખેડૂત અગ્રણી દેવસીભાઈ સોલંકી અને બાલુભાઇ જણાવે છે કે, તંત્ર દ્વારા વાડી વિસ્તારમાં મકાનોના સર્વે થતા નથી. ઉપરાંત આંબા અને નારીળેરીમાં સંપૂર્ણ વૃક્ષ ધરાશયી હોય તો જ ગણે છે. જયારે ડાળીઓ તૂટી ગયેલ કે ભાંગી પડેલા વૃક્ષોનો સમાવેશ કરાતો નથી. રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત મામૂલી છે. કારણ કે, એક હેકટર જમીનમાં 100 આંબાના વૃક્ષોનું વાવેતર હોય છે. 1 આંબાનું વૃક્ષમાંથી ખેડૂતને વર્ષે એક વાર રૂ.2 થી 3 હજાર સુઘીની આવક થતી હોય છે. જે મુજબ એક હેકટરમાં 100 આંબા મુજબ અઢીથી ત્રણ લાખની આવક થતી હોય છે જેની સામે રાજય સરકારે એક હેકટર દીઠ એક લાખનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. જે વાજબી નથી. સરકારે ખરેખર આંબાની 1,000 ગણી સહાય ગણવી જોઇએ.

સર્વેની કામગીરીમાં વાવાઝોડાથી સૌથી વઘુ નુકસાની તાલાલા તાલુકામાં થયેલા 12,845.05 હેકટર જમીનમાંના વાવેતરને થયું છે. જયારે સૌથી વધારે અસરગ્રસ્‍ત ખેડૂતો 13,596 ઉના તાલુકામાં સામે આવ્‍યાં છે. જયારે સૌથી ઓછું નુકસાન વેરાવળ અને સૂત્રાપાડા તાલુકામાં વાવેતર થયેલા પાકોને થયું છે.

આ પણ વાંચોઃ 500 કરોડના વાવાઝોડા કૃષિ રાહત પેકેજની જાહેરાત સામે ગીર સોમનાથના ખેડૂતોનો અસંતોષનો સૂર

ABOUT THE AUTHOR

...view details