ગુજરાત

gujarat

ગીરસોમનાથ જિલ્લામાં NDRFની ટીમનું આગમન

By

Published : May 16, 2021, 2:02 PM IST

Updated : May 16, 2021, 2:24 PM IST

હવામાન વિભાગની આગાહી અનુસાર તૌકતે વાવાઝોડા કારણે 18 મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. ગીર સોમનાથ જિલ્લામાં NDRFની 120 જવાનોની બનેલી કુલ 2 ટીમ ઉતારવામાં આવી છે. આ ટીમ રબ્બરની બોટ, લાઇફ જેકેટ, દોરડાં, બીજા રેસ્ક્યુના સાધનોથી સજ્જ હોય છે. તો જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના નીચાણવાળા ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરાવવાની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઇ રહી છે.

ગીરસોમનાથ જિલ્લામાં NDRFની ટીમનું આગમન
ગીરસોમનાથ જિલ્લામાં NDRFની ટીમનું આગમન

  • જિલ્લામાં NDRFની ટીમનું આગમન
  • ફોલ્ડિંગ સ્પીડ બોટ, કટર મશીન, તરવૈયાઓ માટેના આધુનિક સાધનો સહિત કાફલો વેરાવળ પહોંચ્યો
  • આગામી વાવાઝોડાની અસરથી ગીરસોમનાથ થઈ શકે છે પ્રભાવિત

ગીરસોમનાથ: હવામાન વિભાગની આગાહી અનુસાર તૌકતે વાવાઝોડા કારણે 18 મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા જિલ્લાનું વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જ બન્યું છે.

આ પણ વાંચો:કોરોના કાળમાં ગુજરાત પર વધુ એક સંકટ, વાવાઝોડાની આગાહીના પગલે સરકાર એલર્ટ

તમામ પરિસ્થિતિને પહોંચી વળવા NDRF સુસજ્જ રીતે તૈનાત

ગીર સોમનાથ જિલ્લામાં NDRFની 120 જવાનોની બનેલી કુલ 2 ટીમ ઉતારવામાં આવી છે. આ ટીમ રબ્બરની બોટ, લાઇફ જેકેટ, દોરડાં, બીજા રેસ્ક્યુના સાધનોથી સજ્જ હોય છે. તો જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના નીચાણવાળા ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરાવવાની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઇ રહી છે. NDRFની ટીમ સ્થાનિક વહીવટી તંત્રની સાથે સંકલન કરી દરિયાકાંઠાના વિસ્તારની ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવા સ્થળ પર વિઝીટ પણ કરશે.

આ પણ વાંચો:વાવાઝોડાના પગલે ભાવનગર દરિયાઈ કિનારાના તમામ વિસ્તારો એલર્ટ પર

Last Updated :May 16, 2021, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details