ગુજરાત

gujarat

બર્ડ ફ્લૂ વચ્ચે પણ સોમનાથ ત્રિવેણી ઘાટ પર યાયાવર પક્ષીઓનું આગમન

By

Published : Jan 12, 2021, 8:08 PM IST

ગુજરાતમાં સતત બર્ડ ફ્લૂનો ખતરો વિસ્તરી રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે યુરોપના દેશોમાંથી સ્થળાંતર થઈને લાખોની સંખ્યામાં ટોર્ન તરીકે ઓળખાતા ઠંડા પ્રદેશના પક્ષીઓ ત્રિવેણી ઘાટ પર જોવા મળી રહ્યા છે.

બર્ડ ફ્લૂ વચ્ચે પણ સોમનાથ ત્રિવેણી ઘાટ પર યાયાવર પક્ષીઓનું આગમન
બર્ડ ફ્લૂ વચ્ચે પણ સોમનાથ ત્રિવેણી ઘાટ પર યાયાવર પક્ષીઓનું આગમન

  • ત્રિવેણી ઘાટમાં લાખોની સંખ્યામાં યુરોપના પક્ષીઓ જોવા મળ્યા
  • ગુજરાતમાં સતત બર્ડ ફ્લૂનો ખતરો
  • બર્ડ ફલૂના ખતરાની વચ્ચે ત્રિવેણી ઘાટ પર જોવા મળ્યા લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ

ગીર સોમનાથઃગુજરાતમાં સતત બર્ડ ફ્લૂનો ખતરો વિસ્તરી રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે યુરોપના દેશોમાંથી સ્થળાંતર થઈને લાખોની સંખ્યામાં ટોર્ન તરીકે ઓળખાતા ઠંડા પ્રદેશના પક્ષીઓ ત્રિવેણી ઘાટ પર જોવા મળી રહ્યા છે. આ પક્ષીઓ ચિંતા ઊભી કરી શકે છે.

બર્ડ ફ્લૂ વચ્ચે પણ સોમનાથ ત્રિવેણી ઘાટ પર યાયાવર પક્ષીઓનું આગમન

ગુજરાતમાં બર્ડ ફ્લૂનો ખતરો

ગુજરાતમાં બર્ડ ફ્લૂનો ખતરો હવે ધીમા પગલે આગમન કરી ચૂક્યો છે. આવી પરિસ્થિતિમાં પક્ષીના શંકાસ્પદ મોત ચિંતાઓમાં અનેક ગણો વધારો કરી રહ્યા છે, ત્યારે સોમનાથને ત્રિવેણી ઘાટ પર યુરોપ અને ઠંડા પ્રદેશમાં જોવા મળતા પક્ષીઓ લાખોની સંખ્યામાં ત્રિવેણી ઘાટ પર જોવા મળી રહ્યા છે. બર્ડ ફ્લૂની ઘટનાને પગલે વન વિભાગે આ પક્ષીઓને કોઈપણ પ્રકારનો ખોરાક આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પક્ષીઓની નજીક જવા માટે સોમનાથ પોલીસે પણ પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. પરિસ્થિતિમાં લાખોની સંખ્યામાં યુરોપ પ્રદેશમાંથી સ્થળાંતર થઇને આવેલા પક્ષીઓ જોવા મળી રહ્યા છે.

બર્ડ ફ્લૂ વચ્ચે પણ સોમનાથ ત્રિવેણી ઘાટ પર યાયાવર પક્ષીઓનું આગમન

પક્ષીઓનું સ્થળાંતર

યુરોપ અને બરફ આચ્છાદિત પ્રદેશમાં આ પક્ષીઓ જોવા મળે છે, ત્યારે શિયાળા દરમિયાન યુરોપમાં પુષ્કળ પ્રમાણમાં ઠંડીનું પ્રમાણ વધતું હોય છે. કેટલાક દેશો અને પ્રદેશોમાં તાપમાન માઈનસ 40 ડિગ્રી કરતાં પણ વધારે નીચું જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં પાણી બરફ થઈને જામી જાય છે, ત્યારે આ પક્ષીઓ ખોરાકથી લઈને પોતાના બચ્ચાને ઈંડાની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં આ પક્ષીઓ ખૂબ ઠંડા પ્રદેશ તરફથી ઓછા ઠંડા પ્રદેશ તરફ શિયાળા દરમિયાન સ્થળાંતરિત કરતા હોય છે, ત્યારે યુરોપના પક્ષીઓ સોમનાથની ત્રિવેણી ઘાટ પર સ્થળાંતરિત થઇને બિલકુલ નિશ્ચિત બનીને વિહરી રહ્યા છે પરંતુ ગુજરાતમાં સતત વધી રહેલો બર્ડ ફ્લૂનો ખતરો આ પક્ષીઓ સુધી હજુ પહોંચ્યો નથી તેને લઈને આ સારા સંકેતો માની શકાય પરંતુ આગામી દિવસોમાં જો બર્ડ ફ્લૂનો ખતરો વધુ વિસ્તરી શકે તો આ પક્ષીઓ પણ બર્ડ ફ્લૂના વાહક બની શકવાની શક્યતાને આપણે નકારી શકીએ તેમ નથી.

ABOUT THE AUTHOR

...view details