ગુજરાત

gujarat

પ્રસૂતિની પીડા ભોગવતી માતા માટે તારણહાર બની એમ્બ્યુલન્સ

By

Published : May 19, 2019, 7:28 PM IST

ગીર સોમનાથઃ સામાન્ય રીતે ઘરમાં, હોસ્પિટલમાં કે 108માં બાળકોનાં જન્મના બનાવ તમે સાંભળ્યા હશે, પરંતુ એક અદ્ભૂત અને પ્રશંસનીય કામગીરી વેરાવળની GVK 108ની ટીમ દ્વારા કરવામાં આવી હતી. મજૂરી કામ કરતી એક ગરીબ મહિલાના નિવાસ સુધી 108 એમ્બ્યુલન્સ પહોંચી શકતી નહોતી ત્યારે મહિલાને પ્રસુતિની પીડા વધી જતાં 108ના કર્મચારીઓએ સમયસૂચકતા વાપરી અને આસપાસના બહેનોની મદદ લઇ સાડીઓની આડશ બનાવી અને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી.

ગીર સોમનાથમાં 108 બની આશીર્વાદ સમાન

આ બનાવમાં મળતી માહિતી પ્રમાણે, ગત 17 તારીખેની સાંજે 7 વાગ્યાની આસપાસ વેરાવળ તાલુકાના સવની ગામમા રહેતાં અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા મુકેશ પરમારનાં ગર્ભવતી પત્ની કાજલબેનને અચાનક પ્રસૂતિની પીડા થતા પાડોશી મહિલાએ 108નો સંપર્ક કરતા વેરાવળ 108 એમ્બ્યુલન્સનાં કર્મચારીઓ જ્યોત્સના રાઠોડ તેમજ વિપુલ ગોહેલ તત્કાળ ઘટના સ્થળે પહોંચ્યા હતાં.

પ્રસૂતિની પીડા ભોગવતી માતા માટે તારણહાર બની એમ્બ્યુલન્સ

પરંતુ એમ્બ્યુલન્સ સાંકડા રસ્તાના કારણે આગળ જઈ શકે તેમ ન હતી. તેમજ કાજલ બેનને ક્રમશઃ પ્રસુતિની પીડા વધતી જતી હતી તથા રસ્તામાંજ પ્રસુતિ કરાવવી પડે તેમ હતી, ત્યારે 108નાં સ્ટાફ દ્રારા સમય સૂચકતા વાપરી આસપાસનાં બહેનોને બોલાવી માતાની સલામતી માટે સાડી દ્રારા ફરતો ઘેરાવ કરી રસ્તા પર સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી.

વધુ સારવાર માટે વેરાવળ ખસેડાયા

બાળક તથા માતાની તબિયત સંપૂર્ણ સ્વસ્થ ના જણાતા સ્થળ પર જ જરૂરી સારવાર બાદ સ્થળ પરથી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ તેમને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં તેમને સિવિલ હોસ્પિટલનાં ડૉક્ટર દ્રારા ભયમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. 108 સેવાએ ગુજરાતમાં કાજલબેન જેવા અનેક દર્દીઓને સમયે આશીર્વાદ રૂપી મદદ પહોંચાડી છે.

સ્વસ્થ માતા અને બાળક

ABOUT THE AUTHOR

...view details