ગુજરાત

gujarat

કોરોના સામે લડવા સોમનાથ મંદિર દ્રારા સરકારને ૧ કરોડની સહાય

By

Published : Mar 27, 2020, 4:29 PM IST

કોરોના સામે લડતમાં કમર કસી રહેલી સરકારને આર્થિક રીતે મદદ માટે મંદિરો વહારે આવી રહ્યા છે. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલમાં સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાન રાહત નિધિ ફંડમાં 1 કરોડ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સોમનાથ મંદિર દ્રારા સરકારને ૧ કરોડની સહાય
સોમનાથ મંદિર દ્રારા સરકારને ૧ કરોડની સહાય

વિશ્વ પર કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે ભારતમાં પણ કોરોનાના 600થી વધુ દર્દીઓ નોંધાયા છે. ગુજરાતમાં પણ 40 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે, ત્યારે સરકારે કોરોનાને ડામવા માટે કમર કસી છે. આરોગ્ય, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ લોકડાઉનમાં બેરોજગાર બનેલા લોકો માટેની વ્યવસ્થાઓમાં સરકારને આર્થિક રીતે સહાય કરવા ઘણી સંસ્થાઓ મેદાને આવી છે. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાન રાહત નિધિ ફંડમાં 1 કરોડ રૂપિયાની સહાયનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના સામે લડવા સોમનાથ મંદિર દ્રારા સરકારને ૧ કરોડની સહાય

સોમનાથ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય અને પોલીસના ફરજ પરના કર્મચારીઓ તેમજ રોજનું કમાઈને ખાવા વાળા લોકો વચ્ચે 9000થી વધુ ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ માસ્ક પણ વહેંચવામાં આવ્યા છે. આ સાથે જ માનવતા દાખવી ઓરિસ્સાના 80 યાત્રીઓને લોકડાઉન વચ્ચે સોમનાથના સંસ્કૃતિક ભવનમાં આશરો આપી અને તેમની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ સોમનાથ ટ્રસ્ટનું લીલાવતી ભવન ગેસ્ટહાઉસ તંત્ર દ્વારા ક્વોરન્ટાઇન માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે.

કોરોના સામે લડવા સોમનાથ મંદિર દ્રારા સરકારને ૧ કરોડની સહાય

આ તકે સોમનાથ ટ્રસ્ટ બાદ બાકીના ધર્મસ્થાનો પણ આ મહામારી વચ્ચે લોકો અને સમાજની વહારે આવી અને લોકો માટે દાન આપે તેવી શક્યતા છે.

કોરોના સામે લડવા સોમનાથ મંદિર દ્રારા સરકારને ૧ કરોડની સહાય

ABOUT THE AUTHOR

...view details