ગુજરાત

gujarat

વિધાનસભા સત્રનો આજે અંતિમ દિવસ, બાકી રહેલા વિધયક આજે થઈ શકે છે પસાર

By

Published : Sep 25, 2020, 11:48 AM IST

ગુજરાત વિધાનસભાના સત્રના અંતિમ દિવસે બાકી રહેલા વિધયકો પર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ બહુમતીના જોરે બાકી રહેલા વિધયક પર આખરી મહોર મારવામાં આવશે. જોકે, સત્રના પ્રથમ દિવસથી વિપક્ષ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આજે પણ બાકી રહેલા વિધયકોને લઈને વિપક્ષ વિરોધ કરે તેવા મૂડમાં જોવા મળી રહ્યું છે.

Gandhinagar
ગાંધીનગર

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના સાતમા સત્રનો આજે અંતિમ દિવસે છે. ત્યારે બાકી રહેલા વિધયક પર ચર્ચા કરવામાં આવશે. છેલ્લાં કેટલાંય દિવસોથી વિધાનસભા ગૃહના સાતમાં સત્રની અંદર વિપક્ષ વિરોધના મૂડમાં જોવા મળી રહ્યું છે. વિધયકને લઇ વિપક્ષ સતત વિરોધ નોંધાવી રહ્યુ છે. જેમાં અસામાજીક પ્રવૃતિઓને ડામવા માટે થઈ ગૃહમાં વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. જેનું નામંજૂર વટહુકમ વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ સરકારની બહુમતીના આધારે અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે થયેલ વિધયક બહુમતીના આધારે પસાર કરવામાં આવ્યું છે. ત્યારે બાકી રહેલા વિધયક અંતિમ દિવસે પસાર કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

જોકે, બાકી રહેલા વિધયકોને લઈને વિપક્ષ વિરોધ નોંધાવશે, તેવી શક્યતાઓ પણ હાલના તબક્કે જોવા મળી રહી છે. ત્યારે વિરોધના વંટોળ વચ્ચે સરકાર બાકી રહેલા વિધયકો પસાર કરે છે કે, નહીં એક મહત્વનો સવાલ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details