ગુજરાત

gujarat

ગાંધીનગરની શેઠ સી.એમ. હાઈસ્કૂલ કોરોના ગાઈડલાઇન્સ સાથે શરૂ

By

Published : Jan 11, 2021, 7:02 PM IST

રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં 11 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આજથી રાજ્યની તમામ શાળાઓ કોરોના નિયમો અનુસાર શરૂ કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર શહેરમાં આવેલી કડી કેમ્પસમાં આવેલ શેઠ સી.એમ. હાઈસ્કૂલમાં પણ 63 વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે હાજર રહ્યા હતા.

ગાંધીનગરની શેઠ સી.એમ. હાઈસ્કૂલ કોરોના ગાઈડલાઇન્સ સાથે શરૂ
ગાંધીનગરની શેઠ સી.એમ. હાઈસ્કૂલ કોરોના ગાઈડલાઇન્સ સાથે શરૂ

  • રાજ્યમાં આજથી શાળાઓ શરૂ
  • કોવિડ 19 ના નિયમ અનુસાર શાળા શરૂ કરવામાં આવી
  • શાળાઓમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું

ગાંધીનગર : કોરોનાના કપરા સમય દરમિયાન 10 મહિનાથી રાજ્યમાં શાળાઓ બંધ હતી અને ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું હતું. પરંતુ બુધવારે મળેલી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં 11 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આજથી રાજ્યની તમામ શાળાઓ કોરોના નિયમો અનુસાર શરૂ કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર શહેરમાં આવેલી કડી કેમ્પસમાં આવેલ શેઠ સી.એમ. હાઈસ્કૂલમાં પણ 63 વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે હાજર રહ્યા હતા.

ગાંધીનગરની શેઠ સી.એમ. હાઈસ્કૂલ કોરોના ગાઈડલાઇન્સ સાથે શરૂ

શાળાની દીવાલો બાળકોના અવાજથી ગુંજી ઉઠી : ચેતના બુચ

કડી કેમ્પસમાં આવેલ શેઠ.સી.એમ.હાઈસકૂલના પ્રિન્સિપાલ ચેતના બુચે ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સવારે 7:30 કલાકે શાળા શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સામાજિક અંતર સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓના પ્રવેશ દરમ્યાન થર્મલ સ્કેનિંગથી તેમના શરીરનું તાપમાન ચેક કર્યા બાદ સેનેટાઈઝર અને માસ્ક ફરજિયાત કરીને જ તેઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં પ્રવેશ આપતા જ એક વર્ગમાં પંદર જેટલા વિદ્યાર્થીઓને સામાજિક અંતર સાથે બેસાડવામાં આવ્યા હતા અને શાળાની દીવાલો ફરીથી બાળકોના અવાજથી ગુંજી ઉઠી હતી.

પ્રથમ દિવસે 63 જેટલા વિદ્યાર્થીઓ રહ્યા હાજર

ચેતના બુચે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે પ્રથમ દિવસે કુલ 63 જેટલા વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહ્યા હતા. જ્યારે ઉતરાયણનો તહેવાર નજીક હોવાના કારણે વિદ્યાર્થીઓની ઓછી હાજરી દેખાઈ હતી. પરંતુ આજે જે પણ બાળકો શાળાએ આવ્યા હતા તે વાલીઓના સંમતિ પત્ર સાથે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેર અને જિલ્લામાં કુલ 10 હજારથી વધુ સંમતિપત્ર જિલ્લા શિક્ષણ અધિકારીને પ્રાપ્ત થયા છે.

તમામ ગાઈડલાઇન્સ સાથે શાળાઓ શરૂ થઈ

રાજ્ય સરકારની સૂચના પ્રમાણે તમામ શાળાઓમાં થર્મલ ચેકિંગ, સેનેટાઈઝર અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. જ્યારે શાળાની આસપાસ રહેલ સીએચસી અને પીએચસીમાં પણ શાળાએ સંકલન કરવું ફરજિયાત છે. ત્યારે આ તમામ નિયમો અનુસાર શાળાઓ શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details