ગુજરાત

gujarat

મતદાન પૂર્ણ થતા જ હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગે 40 જેટલાં સ્થળોએ પાડી રેડ

By

Published : Dec 2, 2022, 3:28 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતા જ આયકર વિભાગ એકશનમાં આવ્યું છે. સવારમાં જ બિલ્ડર નરેશ શાહ ઉર્ફે વિડીયો, અરવિંદ બિછુંના ધાનેરા ડાયમંડ, ભાવના જેમ્સ તેમજ જમીન વ્યવસાય સાથે સંકળાયેલા નામી પેઢીઓમાં રેડ પાડી હતી. સુરતમાં 12 કરતા વધુ સ્થળોએ ઇન્કમટેક્ષ અધિકારીઓ દ્વારા સર્ચની કાર્યવાહી હાથ ધરાતા શહેરના ફાઈનાન્સર અને જમીનના કારોબારીઓમાં ફફડાટ જોવા મળી રહી છે.

મતદાન પૂર્ણ થતા જ હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગે 40 જેટલાં સ્થળોએ પાડી રેડ
મતદાન પૂર્ણ થતા જ હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગે 40 જેટલાં સ્થળોએ પાડી રેડ

સુરતગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન(Gujarat Election first Phase voting) પૂર્ણ થતાં ઇન્કમટેક્ષDDI વિંભાગ (Income Tax DDI Department) હરકતમાં છે. આજે વહેલી સવારથી શહેરના બિલ્ડર નરેશ શાહ ઉર્ફે વિડીયો, અરવિંદ બિછુંના ધાનેરા ડાયમંડ, ભાવના જેમ્સ તેમજ જમીન વ્યવસાય સાથે સંકળાયેલા નામી રમેશ ચોગઠને ત્યાં મોટાપાયે દરોડા પડ્યા છે.

આઈટી વિભાગ દ્વારા રેડની કામગીરીસુરતમાં 12 કરતા વધુ સ્થળોએ ઇન્કમટેક્ષ અધિકારીઓ દ્વારા સર્ચની કાર્યવાહી (Search in Surat by Income Tax officials) હાથ ધરાતા શહેરના ફાઈનાન્સર અને જમીનના કારોબારીઓમાં ફફડાટ જોવા મળી રહી છે. હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગ દ્વારા રેડની કામગીરી (Raid operation by IT department) હાથ ધરવામાં આવી છે. અંદાજે 20થી વધુ સ્થળો પર આઈટીની ટીમો દ્વારા રેડની કામગીરી કરવામાં આવી રહી છે. 40 જેટલાં સ્થળોએ દરોડા કાર્યવાહી ચાલી રહી છે. મોટી રકમના બિનહિસાબી વ્યવહારો તથા કરચોરી પકડાવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

ભાગીદારોને ત્યાં દરોડા ITએ કર્યા છેઆ કાર્યવાહીમાં 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત સહિત મુંબઈમાં પણ આ રેડનો રેલો પહોંચ્યો છે. ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે પણ ઇન્કમટેક્સની રેડ યથાવત છે. સુરતમાં નામાંકિત ડાયમંડ વેપારી જૂથ ધાનેરા ગ્રુપ (Dhanera Group a diamond trading group in Surat) ઉપર ઇન્કમટેક્સની તવાઈ આવી છે .ધાનેરા ગ્રુપના અરવિંદ અજબાની સહિતના ભાગીદારોને ત્યાં દરોડા ITએ કર્યા છે. ડાયમંડ ગ્રુપ સાથે જોડાયેલા અને જમીનના ધંધાર્થીઓને ત્યાં પણ ઇન્કમટેક્સનું સર્ચ જોરમાં છે. સુરત અને મુંબઈ સહિત કુલ 35 જગ્યા ITની તપાસ ઉપર ચાલી રહી છે.

ઉદ્યોગકારોમાં ફફડાટહીરા ઉદ્યોગકારોને ત્યાં રેડ પડી હોવાનું સામે આવી રહ્યું છે. ધાનેરા ડાયમંડ કંપની (Dhanera Diamond Company) અને તેમની સાથે સંકળાયેલાને ત્યાં વહેલી સવારે છ વાગ્યાથી આઈટીની ટીમ દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. હીરા ઉદ્યોગમાં ઘણા સમય બાદ રેડ પડતાં ઉદ્યોગકારોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે. ધાનેરા ગ્રુપના અરવિંદ અજબાની સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details