ગુજરાત

gujarat

Pension Scheme In Gujarat: લોકસભા ચૂંટણી પહેલા 29 રાજ્યમાં ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ શરૂ થશે, ગુજરાતથી કરાયું આયોજન

By

Published : Jun 27, 2023, 3:28 PM IST

ગુજરાત સહીત દેશના લગભગ 29 રાજ્યોમાં ફરી એકવાર જૂની પેન્શન યોજનાની માંગ ઉઠવાની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. આ મામલે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં જૂની પેન્શન યોજના સાથે ફિક્સ પગારની નીતિ દૂર કરવી કર્મચારીઓના અન્ય પડતર પ્રશ્નો તમામ બાબતે આગામી લડાઈની રણનીતિ તૈયાર કરી હતી.

pension-scheme-in-gujarat-demand-for-old-pension-scheme-will-start-in-29-states-before-lok-sabha-elections-organized-from-gujarat
pension-scheme-in-gujarat-demand-for-old-pension-scheme-will-start-in-29-states-before-lok-sabha-elections-organized-from-gujarat

જૂની પેન્શન યોજનાની માંગ ઉઠવાની તૈયારીઓ શરૂ

ગાંધીનગર:દેશના તમામ રાજકીય પક્ષો દ્વારા વર્ષ 2024 માં આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીએ વર્ષ 2022 માં જ ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. હવે ભાજપ પક્ષ દ્વારા પણ 'મેરા બૂથ, સબસે મજબૂત'ના સૂત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ લોકસભા વર્ષ 2024ની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓએ પણ સમગ્ર દેશના 29 રાજ્યોમાં જૂની પેન્શન સ્કીમ યોજના ફરીથી અમલીકરણ થાય તે માટેનું આયોજન ગુજરાતથી શરૂ કર્યું છે.

29 રાજ્યમાં આંદોલન:ગાંધીનગરમાં ચાણક્ય ભવન ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની આગેવાનીમાં 29 રાજ્યના સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ માટે લડત લડી લેવા માટેનું આયોજન રૂપી બેઠક મળી હતી. બેઠકમાં ઓલ ઇન્ડિયા કર્મચારી મહામંડળના મહામંત્રીઓ પણ હાજર રહ્યા હતા. સમગ્ર બાબતે ગુજરાત કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશ પટેલે ઈટીવી ભારત સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે જૂની પેન્શન સ્કીમ દેશમાં લાગુ થાય તે માટેની પ્રાથમિક બેઠક છે. સમગ્ર દેશમાં એક જ સળગતો મુદ્દો છે કે જ્યાં સરકારી કર્મચારીઓની પેન્શન સ્કીમની માંગ ફરીથી બુલંદ કરવામાં આવશે. તેના માટે સમગ્ર દેશમાં એક સાથે કઈ રીતે આંદોલન કરી શકાય સરકારને સામે કઈ રીતે માંગણી મૂકી શકાય તે તમામ બાબતનું આયોજન કરવામાં આવશે.

અગાઉ પણ ગુંજી ઉઠ્યો છે આ મુદ્દો:વર્ષ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પણ ગુજરાત રાજ્યના અલગ અલગ સરકારી કર્મચારીઓ દ્વારા જુની પેન્શન સ્કીમ ફરીથી લાગુ કરવામાં આવે તે બાબતે પણ આંદોલન કર્યું હતું. જેમાં રાજ્ય સરકારે નવી પોલીસી હેઠળ પેન્શનમાં ભરવા પાત્રનો સરકારી હિસ્સામાં વધારો કર્યો હતો. હજુ પણ અમુક માંગણીઓ સ્પષ્ટ થઈ નથી ત્યારે ફરીથી ગુજરાત કર્મચારી મહામંડળ દ્વારા સરકારને રજૂઆત કર્યા બાદ આંદોલન કરવાની તૈયારી મહામંડળ દ્વારા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં ફિક્સ પગારની નીતિ દૂર કરવી કર્મચારીઓના અન્ય પડતર પ્રશ્નો તમામ બાબતે આજની કારોબારીમાં ચર્ચા કરવામાં આવી હતી.

નવી યોજનામાં સરકારને નુકશાન:કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે નવી પેન્શન યોજના જે શરૂ કરવામાં આવી છે. તેમાં સરકારને જ નુકસાન જઈ રહ્યું છે અને નવી પેન્શન યોજનામાં જેટલા કર્મચારીઓ પૈસા કપાવે છે. તે જલા જ પૈસા સરકારને ઉમેરવાના હોય છે જ્યારે જૂની પેન્શન યોજના હેઠળ કર્મચારીને બેઝિકના 50% સુધી પેન્શન પ્રાપ્ત થતું હતું. પોતાની પાછલી જિંદગી માટે સરળતાથી જીવન જીવી શકતા હતા જ્યારે નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને નામનું પેન્શન પ્રાપ્ત થાય છે.

  1. Old Pension Scheme : જૂની પેન્શન સ્કિમ શરૂ કરવા રાજકોટમાં સરકારી કર્મચારીઓની ઉગ્ર માંગ
  2. Deadline For Higher Pension: EPFOએ અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ 11 જુલાઈ સુધી લંબાવી

ABOUT THE AUTHOR

...view details