ગુજરાત

gujarat

ગાંધીનગર - લગ્ન માટે લેવી પડશે ઓનલાઇન મંજૂરી, 100થી વધારે લોકોને પરવાનગી નહીં મળે

By

Published : Dec 11, 2020, 8:28 PM IST

ગુજરાતમાં હવે લગ્નપ્રસંગ માટે ઓનલાઇન મંજૂરી લેવી પડશે. આયોજકે પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. રાજ્યના ગૃહ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને ઓનલાઇન રજીસ્ટ્રેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઓર્ગેનાઇઝિંગ મેરેજ ફંક્શન નામનું ઓનલાઇન સોફ્ટવેર બનાવ્યું છે.

ગાંધીનગર - લગ્ન માટે લેવી પડશે ઓનલાઇન મંજૂરી, 100થી વધારે લોકોને પરવાનગી નહીં મળે
ગાંધીનગર - લગ્ન માટે લેવી પડશે ઓનલાઇન મંજૂરી, 100થી વધારે લોકોને પરવાનગી નહીં મળે

  • લગ્નપ્રસંગ માટે ઓનલાઇન મંજૂરી ફરજિયાત
  • પોલીસ કે અધિકારી માંગે તો આયજકે સ્લિપ સાથે રાખવી પડશે
  • લગ્ન પ્રસંગોમાં 100થી વધુ લોકોને નહીં કરી શકાય એકઠાં

ગાંધીનગર : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લગ્નની ઓનલાઇન મંજૂરીને લઇને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. લગ્નમાં 100થી વધારે લોકોને મંજૂરી નહીં મળે. લગ્ન પહેલા પોલીસને ઓનલાઇન મંજૂરીની સ્લીપ બતાવવી પડશે. પુખ્ત વિચારણાના અંતે Covid-19ની પ્રવર્તમાન સ્થિતિને લક્ષમાં રાખી, રાજ્યમાં આગામી સમયમાં યોજાનારા લગ્નો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે. આ મામલે National Informatics Centre દ્વારા Online Registration for Organizing Marriage Functionનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યુ છે. જેને Digital Gujarat Portle "www.digitalgujarat.gov.in" પર કાર્યરત કરવામાં આવેલ છે. આ અંતર્ગત અરજદારે લગ્ન સમારંભ યોજવા અંગે પોર્ટલ પર Online અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજદાર Registration Slipની પ્રિન્ટ લઇ શકે છે/ PDF સેવ કરી શકે છે. જો કોઇ પોલીસ અધિકારી કે, સ્થાનિક વહીવટીતંત્રના અધિકારી/ કર્મચારી અરજદાર પાસે Registration Slipની માંગણી કરે તો તે અરજદારે રજૂ કરવાની રહેશે.

લગ્ન માટે લેવી પડશે ઓનલાઇન મંજૂરી, 100થી વધારે લોકોને પરવાનગી નહીં મળે

લગ્નમાં વ્યક્તિની છૂટછાટમાં કર્યો ફેરફાર

કોરોના મહામારીમાં લગ્ન સત્કાર સમારંભ માટે 200 વ્યક્તિઓની હાજરીની છૂટછાટ અપાઇ હતી. જોકે, પાછળથી કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં આ નિર્ણયમાં ફેરફાર કરીને 100 વ્યક્તિઓની મર્યાદામાં મંજુરી આપવાનું નક્કી કરાયું હતું. દરમિયાનમાં ગુજરાતના ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ દિવસ દરમિયાન લગ્ન અંગેની પરવાનગી લેવાની રહેશે નહીં. પરંતુ રાત્રિ દરમિયાનના લગ્નની પરવાનગી લેવા અંગેની જાહેરાત કરી હતી. જેના કારણે પોલીસ મથકોમાં લોકો તરફથી પરવાનગી મેળવવા જવું પડતું હતું. જોકે, હાલ લગ્નની સીઝન હવે લગભગ પુરી થવા આવી છે. 15 ડિસેમ્બરથી એક મહિના માટે કમુરતા બેસી જતાની સાથે જ મહત્તમ લગ્નો બંધ થઇ જશે.

લગ્નપ્રસંગ માટે મંજૂરીને લઇને રાજ્ય સરકારનો યુટર્ન

ગુજરાતમાં કોરોના વાઇરસે કાળો કહેર વરસાવ્યો છે, તો બીજી તરફ લગ્નની મોસમ ચાલી રહી છે. ત્યારે થોડા દિવસો અગાઉ જ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 'લગ્ન કે અન્ય સત્કાર સમારંભોમાં 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે, પરંતુ પોલીસની મંજૂરી લેવાની જરૂર નથી. જોકે, હવે સરકારે યુટર્ન લીધો છે. કોઇપણ લગ્ન કે, સત્કાર સમારંભ માટે ઓનલાઇન મંજૂરી ફરજિયાત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details