ગુજરાત

gujarat

Narmada Canal: નર્મદા કેનાલના હજુ કામ બાકી છે, સરકારે સ્વીકાર કર્યો

By

Published : Mar 3, 2022, 7:21 PM IST

ગુજરાતમાં નર્મદા કેનાલનું (Narmada Canal)કામ હજી ચાલી રહ્યું છે. તેવો રાજ્ય સરકારે પ્રશ્નોતરીમાં લેખિતમાં જવાબ આપ્યો હતો. હજુ રાજ્યમાં 31 ડિસેમ્બર 2021ની પરિસ્થિતિ સુધી કુલ 6677.798 લંબાઈ કિલોમીટરના (Saurashtra Kutch Narmada Canal) કામકાજ બાકી છે.

Narmada Canal: નર્મદા કેનાલના હજુ કામ બાકી છે, સરકારે સ્વીકાર કર્યો
Narmada Canal: નર્મદા કેનાલના હજુ કામ બાકી છે, સરકારે સ્વીકાર કર્યો

ગાંધીનગર: ગુજરાતમાંં છેલ્લા કેટલાય વર્ષોથી નર્મદા કેનાલનું(Narmada Canal) કામ ચાલી રહ્યું છે. આ કેનાલના કામમાં સમય અંતરે તેના કિલોમીટરમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા નર્મદા યોજનાનું કામ પૂર્ણ થવા બાબતે અનેક પ્રયત્નો કરવામાં (Sardar Sarovar Yojana )આવ્યાં હતાં. જેમાં રાજ્ય સરકારે પ્રશ્નોત્તરીમાં લેખિતમાં જવાબ આપ્યો હતો કે રાજ્યમાં 31 ડિસેમ્બર 2021ની પરિસ્થિતિ હજી સુધી કુલ 6677.798 લંબાઈ કિલોમીટરના કામકાજ બાકી છે.

ક્યાં કારણોથી બાકી રહ્યું કામ

રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં લેખિતમાં કયાં કારણોથી કામ બાકી રહી છે તે બાબતે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારાનર્મદા નહેરજેવી કે મુખ્ય નહેર શાખા(Saurashtra Kutch Narmada Canal) નહેરની શાખા નહેર પ્રશાખા અને પ્રશાખા નહેરમાં સમયાંતરે સુધારો વધારો કરવામાં આવે છે. જેમાં નહેરની લંબાઈમાં પણ સુધારો વધારો કરવામાં આવે છે. જેથી કામ-કાજ બાકી રહ્યું છે. આ ઉપરાંત નહેરમાં (Narmada scheme)ખાના પ્રશાખા રહે સુધીના કામ જમીન સંપાદન અને અન્ય યુટીલીટી ક્રોસિંગ જેવા કે રેલ્વે રસ્તા ઓઇલ પાઇપલાઇન વગેરેની સંભવિત વિભાગની મંજૂરી મળ્યા બાદ શક્ય થશે ત્યારે વહેલી તકે આ કામ પૂર્ણ કરવાનો રાજ્ય સરકારે આયોજન કર્યું છે.

આ પણ વાંચોઃરાજકોટવાસીઓની કાયમી પાણીની સમસ્યા સૌની યોજના થકી હલ થઈ

7 વીજમથકો બનશે

રાજ્ય સરકારે વધુમાં પ્રશ્નોત્તરીમાં લેખિતમાં જણાવ્યું હતું કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ(Sardar Sarovar Narmada Nigam Limited)દ્વારા શહેરમાં ખાનની મિયાગામ બરોડા સૌરાષ્ટ્ર કચ્છ શાખા નહેર ઉપર કુલ 30.61 મેગાવોટના 7 વીજ મથકો બનવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેકટ વર્ષ 2022-23 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવશે. કચ્છ શાખા નહેરના પંપીંગ સ્ટેશન ફેઝ 2ના વિસ્તરણની કામગીરી વર્ષ 2022-23 દરમિયાન પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃઅરે વાહ, સરકારે સ્વીકાર્યું કે છેલ્લા 2 વર્ષમાં નર્મદા કેનાલ 154 વખત તૂટી

ABOUT THE AUTHOR

...view details