ગુજરાત

gujarat

તુવેર કાંડમાં તટસ્થ તપાસ થાય તો સચિવાલય સુધી રેલો આવશે: હર્ષદ રિબડીયા

By

Published : Apr 30, 2019, 1:59 AM IST

ગાંધીનગર: રાજ્યમાં એક પછી એક કૌભાંડ ઉજાગર થઈ રહ્યા છે. માર્કેટયાર્ડમાં પહેલા મગફળી અને હવે તુવેરમાં કૌભાંડ સામે આવ્યા છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો હર્ષદ રિબડીયા, અક્ષય પટેલ અને સંજયસિંહ સોલંકી દ્વારા રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી.

ધારાસભ્ય હર્ષદ રિબડીયા

આ અંગે હર્ષદ રિબડીયાએ કહ્યું કે, તંત્ર દ્વારા કૌભાંડ બહાર આવ્યા પછી કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. જે કામ તંત્રે કરવો જોઈએ તે જનતા કરી રહી છે. જો આ બાબતે તટસ્થ કાર્યવાહી કરવામાં આવે તો સચિવાલય સુધી રેલો આવી શકે તેવી શક્યતા છે.

ધારાસભ્ય હર્ષદ રિબડીયા

વિસાવદરના ધારાસભ્યને કિસાન કોંગ્રેસના પ્રમુખ હર્ષદ રિબડીયાએ કહ્યું કે, હજુ સુધી આ બાબતે ફરિયાદ થઇ નથી. સરકાર ખાલી વાતો કરી રહી છે, આ કૌભાંડમાં રાજ્યપાલ દખલ કરે અને ખેડૂતોને ન્યાય અપાવે તે બાબતે આજે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ કૌભાંડમાં અન્ય રાજ્યોનો પણ હાથ હોઇ શકે છે. ખેડૂતો દ્વારા જે માલ આપવામાં આવ્યો હતો, તે ચાંદી જેવો હતો, જ્યારે આ માલ ભુસા જેવો છે. સસ્તા ભાવે લાવીને મોંઘા ભાવે વેચવાનો કારસો કરી વધારે રૂપિયા લઇ કૌભાંડ આચરવામાં આવ્યું છે.

રિબડીયાએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં આ પ્રકારનું ભુસુ જોવા મળે છે શંકા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, આ માલ ત્યાંથી લાવવામાં આવ્યો હોય તેવું હોઈ શકે છે. જો તટસ્થ તપાસ કરવામાં આવે તો સચિવાલય સુધી રેલો આવી શકે છે.

Intro:હેડિંગ) તુવેર કાંડમાં તટસ્થ તપાસ થાય તો સચિવાલય સુધી રેલો આવે : ધારાસભ્ય હર્ષદ રિબડીયા

ગાંધીનગર,

રાજ્યમાં એક પછી એક કૌભાંડ ઉજાગર થઈ રહ્યા છે સરકારની કોઈ દેખરેખ જ ના હોય કેવી રીતે કૌભાંડો સામે આવી રહ્યા છે રાજ્યમાં માર્કેટયાર્ડમાં પહેલા મગફળી અને હવે તુવેરમાં કૌભાંડ સામે આવી છે ત્યારે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો હર્ષદ રિબડીયા અક્ષય પટેલ અને સંજયસિંહ સોલંકી દ્વારા આજે રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હર્ષદ રિબડીયાએ કહ્યું કે, તંત્ર દ્વારા કૌભાંડ બહાર આવ્યા પછી કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. જે કામ તંત્રે કરવો જોઈએ તે જનતા કરી રહી છે. જો આ બાબતે તટસ્થ કાર્યવાહી થાય તો ચેક સચિવાલય સુધી રેલો આવી શકે તેવી શક્યતા છે.


Body:વિસાવદરના ધારાસભ્યને કિસાન કોંગ્રેસના પ્રમુખ હર્ષદ રિબડીયા એ કહ્યું કે હજુ સુધી આ બાબતે ફરિયાદ થઇ નથી. સરકાર ખાલી વાતો કરે છે ચમરબંધી હશે તો પણ છોડવામાં આવશે નહીં તેવા બનગા ફૂંકી રહી છે પરંતુ કાર્યવાહી કરતી નથી. ત્યારે આ કૌભાંડમાં રાજ્યપાલ હસ્તક કરે અને ખેડૂતોને ન્યાય અપાવે તે બાબતે આજે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ કૌભાંડમાં અન્ય રાજયોનો પણ હાથ હોય તેવું જોવા મળી રહ્યું છે ખેડૂતો દ્વારા જે માલ આપવામાં આવ્યો હતો, તે ચાંદી જેવો હતો. જ્યારે આ માલ ભુસા જેવો છે. સસ્તા ભાવે લાવીને મોંઘા ભાવે વેચવાનો કારસો કરીને રૂપિયા લણવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.


Conclusion:મહારાષ્ટ્રમાં આ પ્રકારનું ભુસુ જોવા મળે છે. ત્યારે શંકા વ્યક્ત કરી હતી કે આ માલ ત્યાંથી લાવવામાં આવ્યો હોય અને અહીંયા મિલાવટ કરવામાં આવી હોય આ કૌભાંડમાં સામાન્ય માણસો હાથ ના હોઈ શકે. જો તટસ્થ તપાસ કરવામાં આવે તો સચિવાલય સુધી રેલો આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details