ગુજરાત

gujarat

સિંહ દર્શન સમયે નિર્ધારિત રૂટ બદલશો તો થશે સજા, GPS સિસ્ટમ દ્વારા થશે નિરીક્ષણ

By

Published : Aug 11, 2020, 4:00 PM IST

ગુજરાત રાજ્ય એશિયાટિક સિંહો માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે જ્યારે વન વિભાગ દ્વારા પણ સિંહોની સંખ્યામાં વધારો કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેમાં પ્રવાસીઓની ગાડીઓ GPS સિસ્ટમ લગાવામાં આવી છે.

એશિયાટિક સિંહ
એશિયાટિક સિંહ

ગાંધીનગર: ગુજરાતના ભૂતકાળની જો વાત કરવામાં આવે તો એશિયાટિક સિંહોની સંખ્યામાં સતત ઘટાડો થયો રહ્યો હતો, પરંતુ ત્યાર બાદ સ્થાનિક રહેવાસીઓનો મહત્વનો ફાળો છે. સિંહોની સંખ્યા બાબતે વન વિભાગના અધિકારી દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સિંહોની સંખ્યામાં 29 ટકા જેટલો વધારો થયો છે.

છેલ્લા 5 વર્ષમાં કુલ 151 જેટલા સિંહોની સંખ્યામાં વધારો થયો

વર્ષ 2015ની સિંહ વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં 523 જેટલા સિંહ હતા, પરંતુ 5 વર્ષ બાદ જુલાઇ મહિનામાં કરવામાં આવેલી ગણતરીમાં રાજ્યમાં કુલ 674 જેટલા સિંહો નોંધાયા છે. આમ છેલ્લા 5 વર્ષમાં કુલ 151 જેટલા સિંહોની સંખ્યામાં વધારો થયો છે.

સિંહોની સંખ્યામાં વધારો બમણો થવા પાછળ મહત્વનું કારણ સ્થાનિક લોકોનો સહકાર તથા વન વિભાગ દ્વારા કરવામાં આવેલા અનેક પ્રયત્નો છે. જ્યારે વર્તમાન સમયમાં કોઈપણ પ્રવાસી ગીર જંગલમાં ફરવા આવે અને સરકારે ફાળવેલા આવેલા રૂટ પરથી જો કોઈ પ્રવાસી રૂટ બદલે તો તેને રોકવા માટે ખાસ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.

વન વિભાગના અધિકારી દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સિંહોની સંખ્યામાં 29 ટકા જેટલો વધારો થયો છે.

ગીરમાં સિંહ દર્શન કરાવતી તમામ ટેક્સી પર GPS સિસ્ટમ મુકવામાં આવી છે. જો કોઈ ટેક્સી રૂટ બદલે તો વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉમદા કામગીરીને કારણે રાજ્યમાં સિંહોની સંખ્યામાં 29 ટકા જેટલો વધારો થયો છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સિંહોની વસ્તીમાં વધારો થવા બદલ ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા.

10 જૂન - ગીરના જંગલમાં સિંહની વસ્તીમાં 29 ટકાનો વધારો, પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી

વડાપ્રધાન મોદીએ ગુજરાતના ગીર જંગલમાં એશિયાઇ સિંહોની વસ્તીમાં વધારો થવા માટે આ કાર્ય સાથે સંકળાયેલા લોકોને શ્રેય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વખતે સિંહોની સંખ્યામાં 29 ટકાનો વધારો થયો છે.

ABOUT THE AUTHOR

...view details