ગુજરાત

gujarat

Gujarat Assembly Session 2023: રાજ્ય સરકાર દ્વારા રમતગમત સ્પર્ધામાં અપાતી ઇનામી રકમમાં વધારો

By

Published : Mar 6, 2023, 7:33 PM IST

વિધાનસભા ગૃહમાં રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન સંઘવીએ ઇનામી રકમમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. સ્પર્ધકોની સંખ્યામાં વધારો થાય અને લોકોમાં ઉત્સાહ જાગે તે ગુજરાતમાં યોજાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા, વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધામાં ઈનામી રકમમાં વધારો કરવામાં આવ્યો છે.

રમતગમત સ્પર્ધા
રમતગમત સ્પર્ધા

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે રાજ્ય કક્ષાના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ ઇનામી રકમમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત અને દેશના યુવાનો વધુને વધુ શાસિક બને તે હેતુસર વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા અને રાજ્યકક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે નાણા વિભાગને જાણ કરીને રકમ મંજૂરી માટેની ચર્ચા કરી હતી. જેમાં નાણાપ્રધાને પણ તાત્કાલિક ધોરણે સ્પર્ધામાં ઇનામી રકમમાં વધારો કર્યો છે.

આ પણ વાંચો:Gujarat Assembly Session 2023 : અદાણી પાસેથી 2 વર્ષમાં 8160 કરોડ રૂપિયાની વીજ ખરીદી, જૂઓ તમામ આંકડા

હર્ષ સંઘવીએ કરી રજૂઆત: રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પહેલા ચાર પૈકી પ્રત્યેક વય જૂથ દીઠ અગાઉ પ્રથમ ક્રમાંકે આવતા વિજેતાને 7 હજાર, બીજા ક્રમાંકે આવતા વિજેતાને 3 હજાર, ત્રીજા ક્રમાંકે આવતા વિજેતાને 2 હજાર તથા ચોથા અને પાંચમા ક્રમાંકે આવતા વિજેતાઓને 1 હજાર અને છથી 10 ક્રમાંકે આવતા વિજેતાઓને 500ની ઇનામી રકમ પ્રાપ્ત થતી હતી. જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે ત્યારે નવી ઇનામી રકમ પ્રમાણે પ્રથમ ક્રમાંકે આવતા વિજેતાઓને 50 હજાર બીજા ક્રમે આવતા વિજેતાઓને 40 હજાર ત્રીજા ક્રમે આવતા વિજેતાઓને 30 હજાર રૂપિયા તથા ચોથા અને પાંચમા ક્રમે આવતા વિજેતાઓને 20 હજાર રૂપિયા તથા ક્રમાંક 6થી 10 સુધી આવતા વિજેતાઓને 10 હજારની ઇનામી રકમ આપવામાં આવશે.

આ પણ વાંચો:Budget Session: વિકાસની વાત કરતી ભાજપના રાજમાં આજે પણ 50,000 યુવાનો બેરોજગાર, સૌથી વધુ અમદાવાદમાં

ઇનામની રકમમાં વધારો:આમ પહેલા કુલ 16500ની જ ઇનામી રકમ આપવામાં આવતી હતી. ત્યારે હવેથી બે લાખ 10 હજાર રૂપિયા સુધીની ઇનામી રકમ આપવામાં આવશે. જે આગામી નાણાકીય વર્ષમાં ચાલુ વર્ષની સાપેક્ષે 7,74,000નો વધારો કરવામાં આવ્યો છે. આગામી નાણાકીય ચાલુ વર્ષમાં રાજ્યકક્ષાની ગિરનાર સ્પર્ધામાં 7,74,000, અખિલ ભારત ગિરનાર આરોહણમાં 13,50,000 અને વીર સાવરકર ભારત સમુદ્ર તરણ સ્પર્ધામાં 2,20,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા દરિયાઈ યોજના બાબતે રાજ્ય સરકાર ઇનામી રકમમાં વધારો કરવા માંગ કરવામાં આવી હતી. ઉપરાંત સ્પર્ધકોની સંખ્યામાં વધારો થાય અને લોકોમાં ઉત્સાહ જાગે તે માટે રજૂઆત કરવમાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details