ગુજરાત

gujarat

વિદેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં ગુજરાતીઓ અવ્વલ, હવે એજન્ટો પર બાજ નજર

By

Published : Jan 11, 2023, 2:57 PM IST

ગુજરાતીઓમાં વિદેશ જવાનો જેટલો મોહ (The passion of Gujaratis to go abroad) છે તેટલો કદાચ બીજા કોઈ રાજ્ય કે દેશમાં નહીં હોય. કેટલાક ગુજરાતીઓ ગમે તેમ કરીને વિદેશ પહોંચી જાય છે ને ત્યાંથી પછી બીજા દેશમાં ગેરકાયદેસર રીતે ઘુસવાનો પ્રયાસ (Illegal entry abroad) કરે છે. તાજેતરમાં જ એક પરિવારને આવી ઘટનામાં જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે પોલીસે હવે ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલતા (Gujarat Police eyes on Agent) એજન્ટો પર નજર રાખવાનું શરૂ કર્યું છે.

વિદેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં ગુજરાતીઓ અવ્વલ, હવે એજન્ટો પર બાજ નજર
વિદેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં ગુજરાતીઓ અવ્વલ, હવે એજન્ટો પર બાજ નજર

ગાંધીનગરગુજરાતના અનેક લોકો વિદેશ જઈને જાણે ગાંડા થઈ જાય છે તેવું લાગી રહ્યું છે. વિદેશ જવાની લાલચમાંને લાલચમાં અનેક (The passion of Gujaratis to go abroad) લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યાના સમાચાર સામે આવ્યા છે. (Gujaratis top in illegal infiltration abroad) ત્યારે રાજ્યના ઉત્તર ગુજરાત અને ચરોતર પંથકના લોકો વિદેશ જવા ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ ગમે તે રીતે વિદેશ જવા તૈયાર પણ હોય છે, જેથી તેઓ ગેરકાયદેસર (Illegal entry abroad)અને ખોટા ડોક્યુમેન્ટના સહારે વિદેશ ગમન કરતા હોય છે.

એજન્ટો પર બાજ નજર વર્ષ 2021માં ગાંધીનગરના ક્લોલના ડિગુંચા પરિવારે જીવ ગુમાવ્યો હતો. જ્યારે થોડા દિવસ પહેલાં જ કલોલના છાત્રાલ GIDCમાં રહેતા પરિવારે પણ અમેરિકા મેક્સિકોની બોર્ડર પર ટ્રમ્પ વૉલ કૂદતા જીવ ગુમાવ્યો હતો. વિદેશમાં ભારતીયોની ગેરકાયદેસર (Illegal entry abroad)રીતની ઘુસણખોરીને (Gujaratis top in illegal infiltration abroad) લઈને હવે ગુજરાત અને દિલ્હી પોલીસ (Delhi Police eyes on Agent) એલર્ટ થઈ ગઈ છે. આ સાથે જ ગેરકાયદેસર રીતે વિદેશ લઈ જતાં એજન્ટો પર પોલીસ બાજ નજર રાખી રહી છે.

ગેરકાયદેસર રીતે કેવી રીતે લઈ જવાય છે વિદેશગેરકાયદેસર પ્રવેશ (Illegal entry abroad)બાબતે ટૂરિસ્ટ વિઝા કન્સલ્ટન્ટ (Tourist Visa Consultant) હિમાંશુ શર્માએ ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકો કે જેઓ વિદેશ જવા ઈચ્છે છે તેઓ પહેલા કાયદાકીય રીતે વિદેશ જવા (Gujaratis top in illegal infiltration abroad) વિઝા માટે અરજી પણ કરે છે, પરંતુ જો વિઝા રિજેક્ટ થાય ત્યારે એજન્ટને પ્રતિ વ્યક્તિદિઠ 50 લાખ રૂપિયા આપવા માટે તૈયાર થાય છે. ત્યારે ગુજરાતનો એજન્ટ તમામ કાગળ તૈયાર કરીને દિલ્હી અથવા મુંબઈના એજન્ટનો સંપર્ક કરે છે.

બોગસ કાગળ બનાવી વિદેશ લઈ જવાય છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હી-મુંબઈના એજન્ટ કેનેડા, મેક્સિકો જેવા દેશમાં મોકલી આપે છે. પછી ત્યાંના એજન્ટો અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ અપાવીને ત્યાંના બોગસ કાગળ બનાવી નોકરી પણ અપાવે છે. આમ, ત્યાં પહોંચીને નોકરી કરવાના સેટિંગ સાથે ગેરકાયદેસર રીતે અમેરિકા જતા હોય છે. ઉપરાંત કાયદેસર રીતે અમદાવાદથી દિલ્હી અથવા મુંબઈ, ત્યારબાદ દુબઈ, થાઈલેન્ડ, સિંગાપોર અને કેનેડા સુધી લીગલ રીતે જવામાં આવે છે ત્યારબાદ મેક્સિકો બોર્ડર ટ્રમ્પ વૉલ અને કેનેડા બોર્ડરથી ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવવા આવે છે એ માટે વિદેશના (Gujaratis top in illegal infiltration abroad) એજન્ટો મદદ કરે છે.

દિલ્હી પોલીસે કરી ધરપકડદિલ્હી પોલીસ (Delhi Police eyes on Agent) તરફથી મળતી માહિતી અનુસાર, ગુજરાતના 40 પ્રવાસીઓમાંથી 12 ગુજરાતી પ્રવાસી ઉપર ગેરકાયદેસર રીતે વિદેશ જવા બાબતનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ પ્રમાણે, ગેરકાયદેસર રીતે વિદેશ જતા કેસમાં છેલ્લા 3 વર્ષમાં બમણો વધારો થયો છે અને એરપોર્ટ પોલીસે (Gujarat Police eyes on Agent ) આ બાબતે 8 જેટલી ફરિયાદ કરીને 10 ઈસમોની ધરપકડ કરી છે.

દિલ્હી પોલીસે શરૂ કરી તપાસ જે પ્રમાણે વર્ષ 2001માં મહેસાણાના 6 અને નડીયાદના એક વ્યક્તિ ખોટા દસ્તાવેજ બનાવીને વિદેશ મોકલવાના પ્રયાસમાં કેસ દાખલ કરીને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં દિલ્હી પોલીસે (Delhi Police eyes on Agent) 12 એજન્ટ પૈકી અમદાવાદના 2 અને ગાંધીનગર, વલસાડ, ખેડાના 2 અને પાટણ, જામનગરના એજન્ટની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પાટણનો એજન્ટ મનીષ કેતન પટેલ 4 કેસમાં સંડોવાયેલો છે. તો ખેડાનો દુષ્યંત પટેલ 3 કેસમાં સંડોવાયેલો છે.

કેટલા લોકો ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યોસૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2022મા ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણા અનેક લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ મેળવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. આવી રીતે ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવીને ખોટા દસ્તાવેજો અમેરિકાના એજન્ટ મારફતે અમેરિકાની અંદર તૈયાર કરવામાં આવે છે, જેથી જે લોકો ગેરકાયદે છે. તે પ્રવેશ મેળવ્યા હોય તેમને સત્તાવાર રીતે અમેરિકાના પી.આર મળી શકે છે. તેથી જ લોકો ગેરકાયદેસર રીતે વધુમાં વધુ પ્રવેશ મેળવવા માટેના પ્રયત્નો કરતા હોય છે પરંતુ અંતે જીવ ગુમાવવાનો વારો આવે છે.

આ પણ વાંચોકબૂતરબાજ બોબી પટેલની ધરપકડ, ગેરકાયદેસર પાસપોર્ટના આધારે લોકોને મોકલતો હતો વિદેશ

આ રૂટથી અમેરિકામાં ઘૂસે છેઅમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ બાબતે ટુરિસ્ટ વિઝા કન્સલ્ટન્ટ (Tourist Visa Consultant) હિમાંશુ શર્માએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જે પરિવાર કે વ્યક્તિ પહેલા કાયદેસરની કાર્યવાહી કરે છે, પરંતુ તેમાં નિષ્ફળતા મેડવા ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવવાની ગોઠવણ કરે છે. જ્યારે મારી પાસે પણ ભૂતકાળમાં એક વ્યક્તિ આવ્યા હતા પણ જીવનો જોખમ અને ખોટી રીતે પૈસા ન કમાવવાના સિદ્ધાંતોના કારણે મેં આમાં રસ દાખવ્યો નહતો. જ્યારે બીજા એજન્ટો મુંબઈ, દિલ્હીના (Delhi Police eyes on Agent) રસ્તે દુબઈ, સિંગાપોર, મલેશિયા, બેન્કોક અને અન્ય દેશો મારફતે કેનેડા મેક્સિકો લઈ જાય છે. પછી ટ્રકમાં, શિપમાં કે પછી બોર્ડર ક્રોસ કરાવીને અમેરિકામાં પ્રવેશ અપાવવામાં આવે છે. જ્યારે આ માટે પૈસાનો વ્યવહાર પણ આંગડિયા પેઠી મારફતે કરવામાં આવે છે.

વધુ 18 એજન્ટના નામ આવ્યા સામેકબૂતરબાજ બોબી પટેલની ધરપકડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ (Gujarat State Monitoring Cell) દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. SMCના DYSP કે.ટી. કામરીયાએ જણાવ્યું હતું કે, બોબી પટેલની પૂછપરછમાં અમેરિકા મોકલવાના રેકેટમાં 18 જેટલા એજન્ટોના નામ સામે આવ્યા છે. આ નેટવર્કમાં અમદાવાદ શહેરના 4 એજન્ટ, મહેસાણા અને ગાંધીનગરના 4 એજન્ટ, મુંબઈના 5 અને અમેરિકાનો એક એજન્ટ સહિત 18 જેટલા આરોપીઓ આ નેટવર્કમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે..

ગુજરાત પોલીસ એક્શનમાં છેઆવી તો અનેક ઘટનાઓ સામે આવી રહી છે. વિદેશ જવાની ઘેલછામાં બોગસ પાસપોર્ટ હોય કે બોગસ વિઝા મેળવવા અને લાખો રૂપિયાનો ખર્ચ કરીને પણ આઈલેટ્સની પરીક્ષા કલીયર કરે છે. આવા કેટલાય એજન્ટો લાખો કરોડો રૂપિયા લઈને આવી પ્રવૃત્તિ કરે છે. જોકે, ગેરકાયદે વિદેશ લઈ જતાં બોગસ એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે, અને તેમની તપાસ શરૂ કરી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details