ગુજરાત

gujarat

Damage Crop Survey : પાક સર્વે માટે રાજ્ય સરકારના આદેશ, જિલ્લા કૃષિ અધિકારીઓ આપશે અહેવાલ

By

Published : Mar 7, 2023, 9:41 PM IST

હોળીના દિવસે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વધતોઓછો વરસાદ પડ્યો છે. તો અમુક જિલ્લામાં બેત્રણ દિવસથી કમોસમી વરસાદનો માહોલ છવાયો છે. ત્યારે ખેડૂતોની પાક નુકસાનીના સર્વેની માગણી સરકારે ધ્યાનમાં લઇ લીધી છે. બજેટ સત્ર 2023નું કામકાજ ચાલુ છે તેવામાં ગૃહમાં જ આ જાહેરાત થઇ છે.

Damage Crop Survey : પાક સર્વે માટે રાજ્ય સરકારના આદેશ, જિલ્લા કૃષિ અધિકારીઓ આપશે અહેવાલ
Damage Crop Survey : પાક સર્વે માટે રાજ્ય સરકારના આદેશ, જિલ્લા કૃષિ અધિકારીઓ આપશે અહેવાલ

ખેડૂતોની પાક નુકસાનીના સર્વેની માગણી સરકારે ધ્યાનમાં લઇ લીધી

ગાંધીનગર : ગુજરાતમાં માર્ચના રોજ 93થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે બજેટ સત્ર 2023 દરમિયાન વિધાનસભા ગૃહમાં જ માવઠાના કારણે પાકમાં થયેલ નુકસાન બાબતે તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ પાક સર્વે માટેની સૂચના આપી છે. પાક સર્વે થશે તેવી પણ ગૃહમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

રાઘવજી પટેલે શું કહ્યું : વિધાનસભા ગૃહમાં 57 જાહેરાત બાદ રાજ્ય સરકારના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યના કૃષિ વિભાગને અગાઉથી જ સૂચના આપી દેવામાં આવી છે કે જ્યારે જ્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવે ત્યારે આગાહી પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે કરવો. ગણતરીના દિવસોમાં જ તે તૈયાર કરાયેલ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવાનો.

આ પણ વાંચો Gujarat Budget Session: ડુંગળી અને બટાટાના ખેડૂતો માટે સરકારની 330 કરોડની સહાયની જાહેરાત

ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવશે : રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું કે જ્યારે ગઈકાલે જે રીતે 93થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે શરૂ કરવાની સૂચના આપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ રાજ્ય સરકારને તેનો અહેવાલ પ્રાપ્ત થશે. અહેવાલ પ્રાપ્ત થયા બાદ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ સાથે જો નુકસાન થયું હશે તો આ બાબતે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવશે.

કેવી રીતે નુકશાની માટેના નિયમો શું છે : ગુજરાતમાં ખેતી નુકસાની ની વાત કરવામાં આવે તો કમોસમી વરસાદ કે જે ચોમાસાની સિઝન દરમિયાન નહીં પરંતુ ઉનાળા અને શિયાળામાં વરસાદના માવઠા થાય આ માવઠામાં જે તે જિલ્લા અને તાલુકામાં 25 એમએમ કરતાં વધુ વરસાદ નોંધાય તો જ નુકસાની ની સહાય માટે જે તે જિલ્લો શરતો આધીન આવે છે પણ થોડા દિવસ પહેલા જે વરસાદના ઝાપટા નોંધાયા હતા તેમાં એક જ જિલ્લા અને તાલુકામાં 25 એમ.એમ. થી વધુ વરસાદ નોંધાયો નથી.

આ પણ વાંચો Gujarat Farmer: સરકારી ચોપડે નોંધાયેલા કિસાનોની કિતાબ ખૂલી, સરકારે આપ્યા સત્તાવાર આંકડા

સરકાર તરફ ખેડૂતોની મોટી આશા : છેલ્લા બેત્રણ દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં મોટી ચિંતા છવાઇ છે. રાજ્યમાં વિસ્તારવાર ખેતરોમાં ઊભેલા પાક અને આંબાવાડીઓ સહિતની બાગાયતી ખેતીમાં પણ પાક ભીજાવાથી નુકસાની નક્કી છે. તો એરંડા જેવા પાકમાં પણ દિવેલાને અશર થઇ છે. આવી સ્થિતિમાં પાકનો સોથ વળી જાય તો ખેડૂતોને મોટી આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. ત્યારે રાજ્ય સરકારે લીધેલા વેળાસરના નિર્ણયની વેળાસર કાર્યવાહી પણ કરવામાં આવે તેવી ખેડૂતોની આશા છે.

ABOUT THE AUTHOR

...view details