ગુજરાત

gujarat

ગુજરાત સરકારના પ્રધાનો કરી રહ્યા છે ફરિયાદનું સર્વેલન્સ, સિસ્ટમથી અરજદારો અને પ્રધાનો એક બીજા સાથે કનેક્ટ

By

Published : Feb 21, 2023, 8:48 AM IST

રાજ્ય સરકારના તમામ પ્રધાનો દ્વારા જાહેર જનતાની ડિમાન્ડ ફરિયાદ અને સૂચનો બાબતે ખાસ એક વ્યક્તિની તમામ કાર્યાલયોમાં પ્રજાના પ્રશ્નો બાબતે નિમણૂક કરી છે. ગુજરાત સરકારના કુલ 17 પ્રધાનોમાંથી 7 પ્રધાનોએ નાગરિકની સુવિધાઓ માટે અરજીઓ માટે અને ફરિયાદ માટે ખાસ સિસ્ટમ અપનાવી છે.

gujarat-government-ministers-are-doing-complaint-surveillance-system-connecting-petitioners
gujarat-government-ministers-are-doing-complaint-surveillance-system-connecting-petitioners

ગાંધીનગર: 8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને ભાજપને 156 બેઠક પ્રાપ્ત થઈ ત્યારબાદ પીએમ મોદીએ અમદાવાદ ઍરપોર્ટ પર મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજીને તમામ પ્રધાનોને કામ કરવાની ખાસ સૂચના આપવામાં આવી હતી. જેમાં હવે પ્રધાનોને રજુઆત કરવા આવતા લોકો માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે.

પ્રફુલ પાનસેરિયા અને ભીખુસિંહ પરમાર QR કોડ સિસ્ટમથી લોકોની સમસ્યાનો ઉકેલ લાવશે.

પ્રધાનો ડેટા રાખતા થયા:ગુજરાત સરકારના સ્વર્ણિમ સંકુલ 1 અબે સ્વર્ણિમ સંકુલ 2 માં જાહેર જનતા માટે રાજ્ય સરકાર દ્વારા સીમવાર અને મંગળવારના રોજ જનતા માટે દિવસો ફાળવણી કરવામાં આવી છે જેમાં કોઈ પણ વ્યક્તિ સીધી પ્રધાનોને પોતાની રજુઆત અથવા ટી ફરિયાદ કરી શકે છે. ફરિયાદો પ્રધાનો એક સાથે સર્વેલન્સ કરી શકતા નથુ જેથી તમામ પ્રધાનોને સચિવાલયમાં પોતાના કેબિનમાં ખાસ વ્યવસ્થા ઉભી કરી છે અને મહત્વની ફરિયાદ અને રજૂઆત માટે ડેટા તૈયાર કરી રહ્યા છે. સમયાંતરે ફરિયાદોની નિકાલ થયો છે કે નહીં? ફરિયાદનો નિકાલ નથી થયો તો કેમ નથી થયો તે બાબતે રિવ્યુ કરવામાં આવે છે.

પ્રધાનો ડેટા રાખતા થયા

સમયાંતરે ફરિયાદનો નિકાલ:રાજ્ય સરકારના તમામ પ્રધાનો દ્વારા જાહેર જનતાની ડિમાન્ડ ફરિયાદ અને સૂચનો બાબતે ખાસ એક વ્યક્તિની તમામ કાર્યાલયોમાં પ્રજાના પ્રશ્નો બાબતે નિમણૂક કરી છે, ત્યારે રાજ્ય સરકાર ના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જાહર જનતાની ફરિયાદોનો તાત્કાલિક ધોરણે નિકાલ થાય તે માટે પ્રતિ દિવસ 2 કલાક જેટલો સમય ઓફીસના સમય બાદ ફાળવવામાં આવ્યો છે. જે તે વિભાગને લગતી ફરિયાદ જે તે અધિકારીઓને સોંપવામાં આવે છે અને અમુક દિવસના અંતર બાદ ફરિયાદનું નિરાકરણ થયું છે કે નહીં તે પણ રિવ્યુ કરવામાં આવે છે.

નાગરિકની સુવિધાઓ માટે અરજીઓ માટે અને ફરિયાદ માટે ખાસ સિસ્ટમ અપનાવી છે.

કયા પ્રધાનોએ કેવી સિસ્ટમ રાખી?:સીએમ ભુપેન્દ્ર પટેલ બોટ ચૅટ, ટોકન સિસ્ટમથી, ઋષિકેશ પટેલ ટોકન સિસ્ટમથી કનુભાઈ દેસાઈ ફોન સિસ્ટમથી રાઘવજી પટેલ અરજી જેતે વિભાગમાં મોકલવી, ફોન કરવાની, હર્ષ સંઘવી સ્પેસયલ સોફ્ટવેરમાં તમામ મુલાકાતીઓના સરનામાં સાથે ફરિયાદનો ડેટાથી, પ્રફુલ પાનસેરિયા અને ભીખુસિંહ પરમાર QR કોડ સિસ્ટમથી લોકોની સમસ્યાનો ઉકેલ લાવશે.

સિસ્ટમથી અરજદારો અને પ્રધાનો એક બીજા સાથે કનેક્ટ

7 પ્રધાનો સિસ્ટમ પર આધારિત:ગુજરાત સરકારના કુલ 17 પ્રધાનો માંથી સાત પ્રધાનોએ નાગરિકની સુવિધાઓ માટે અરજીઓ માટે અને ફરિયાદ માટે ખાસ સિસ્ટમ અપનાવી છે. રાજ્યકક્ષાના કાર્યાલયમાં સોફ્ટવેર સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે જે સુરતથી પણ સીધી ફરિયાદ કાર્યાલયમાં પહોંચી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે. લોકોને ઓછી હાલાકીનો સામનો કરવો પડે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના સાત જેટલા પ્રધાનો સિસ્ટમનો ઉપયોગ કરીને જનતાની ફરિયાદનો નિકાલ લાવી રહ્યા છે.

આ પણ વાંચોFortuner Replaces Scorpio In CM Fleet: સીએમ ભુપેન્દ્ર પટેલે સ્કોર્પિયો છોડીને ફોર્ચ્યુનરમાં સવારી શરૂ કરી, તબક્કાવાર આખો કાફલો ફોર્ચ્યુનરનો બનશે

સૌથી વધુ અરજી કર્મચારીઓના બદલીની:રાજયના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સરકારમાં સૌથી વધુ અરજીઓ બદલીની આવે છે એમાં અમે બદલીના નિયમ મુજબ સિસ્ટમથી આગળ મોકલી દઈએ છીએ. વિકાસના કામો માટેની અરજી, લોકોને પડતી મુશ્કેલીઓ બાબતની અરજીઓ અને ફરિયાદ તાત્કાલીક ધોરણે નિવારણ લાવવામાં આવે છે.

આ પણ વાંચોInternational Mother Language Day 2023: ગુજરાતી ભાષાએ આપ્યા દુનિયાને અનેક વિભૂતિઓ

મુકેશ પટેલે તો હરતી ફરતી ઓફીસ શરૂ કરી:રાજયકક્ષાના પ્રધાન મુકેશ પટેલે પણ પોતાના વિસ્તારમાં જનતાની કામગીરી માટે હરતી ફરતી ઓફિસ પોતાના વિધાનસભા વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે. આ બાબતે મુકેશ પટેલે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે 200 કિલોમીટર ત્રિજ્યામાં મારો મત વિધાનસભા વિસ્તાર ફેલાયેલો છે ત્યારે લોકોને સરકારી યોજનાઓ પોતાની ફરિયાદ માટે મારા કાર્યાલય આવું ન પડે અને ઓછી તકલીફ પડે તેને ધ્યાનમાં લઈને બે ગાડીમાં હતી ફરતી ઓફિસ તૈયાર કરવામાં આવી છે. આ ઓફિસમાં સરકારી યોજનાઓનો લાભ આપવો આધાર કાર્ડ સુધારા ઇલેક્શન કાર્ડ સુધારા ધારાસભ્યના દાખલા આ તમામ પ્રકારની સુવિધાઓ નાગરિકોના આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details