ગુજરાત

gujarat

Board Exam: બોર્ડની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓ સીધા રહેજો, મોબાઈલ લાવશો તો થઈ જશે કેસ

By

Published : Feb 20, 2023, 5:28 PM IST

રાજ્યમાં બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવે આ પરીક્ષામાં જો વિદ્યાર્થીઓ સીધા નહીં રહે તો તેમને મોટી કિંમત ચૂકવવી પડશે. સાથે જ પરીક્ષામાં મોબાઈલ લાવનારા વિદ્યાર્થીઓ સામે કેસ થશે.

Board Exam: બોર્ડની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓ સીધા રહેજો, મોબાઈલ લાવશો તો થઈ જશે કેસ
Board Exam: બોર્ડની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓ સીધા રહેજો, મોબાઈલ લાવશો તો થઈ જશે કેસ

ગાંધીનગરઃરાજ્યમાં અનેક જાહેર પરીક્ષાના પ્રશ્નપત્ર ફૂટે છે અને લાખો રૂપિયામાં તેના સોદા પણ થાય છે. ત્યારે હવે રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં આવી રહી છે, જેને ગણતરીના દિવસો જ બાકી છે. એક તરફ વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. તો કેટલાક વિદ્યાર્થીઓ ખોટો લાભ લઈને જાય અને મોબાઈલથી ચોરી ન કરે તેને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગ હવે પરીક્ષામાં મોબાઈલ લઈને આવનારા વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે.

આ પણ વાંચોઃUniversity Controversy: વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં, આ વખતે વિદ્યાર્થીઓ નહીં પણ કારણ બીજું છે

વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો તો?:ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જેમાં અનેક પ્રકારના નિયમો મુકવામા આવ્યા છે. આ નિયમની વાત કરીએ તો, બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈ પણ કર્મચારી બોર્ડ દ્વારા લેવાતી જાહેર પરીક્ષામાં ગેરરીતિ આચરતા કે આચાર પ્રમાણમાં મદદ કરતા હોય તો બોર્ડ દ્વારા દોષિત કરીને તરફ સુધીની શિક્ષા કરવામાં આવશે.

શિક્ષણ વિભાગનો નિર્ણયઃ ઉપરાંત જે વિદ્યાર્થી ગેરરીતિના કેસમાં ઝડપાશે તો 2 વર્ષ સુધી પરીક્ષામાં પ્રતિબંધ પણ મુકાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ નિયમો જૂના છે, પરંતુ જે રીતે પેપર કાંડની ઘટનાઓ સામે આવી રહી છે. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ફરીથી સર્ક્યુલેશન કરાયું છે, જે ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટરો, જિલ્લા શિક્ષણ અધિકારી અને મુખ્ય પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરને પણ પત્ર સોંપવામાં આવ્યા છે.

આ ગુનાઓ નોંધવામાં આવશેઃરાજ્ય સરકારના શિક્ષણ વિભાગે બહાર પાડેલા પરિપત્ર મુજબ, પરીક્ષાને ગેરરીતિના સંદર્ભમાં ઈન્ડિયન પીનલ કોડની કલમ 36, 144, 120બી, 201, 389, 409, 419, 420 અને 186 હેઠળ ગુનાઓ નોંધી શકાશે, જેમાં છેતરપિંડી સરકારી કર્મચારી દ્વારા કરવામાં આવેલા ખરાબ કૃત્ય, નાગરિકોનો વિશ્વાસ તોડવા બદલના ગુના જેવા ગુનાઓ નોંધવામાં આવશે.

આ પણ વાંચોઃCBSE Exam: સોમવારથી શરુ થશે CBSE બોર્ડની મુખ્ય પરીક્ષાઓ

બિલમાં શિક્ષણ બોર્ડને સમાવી લેવામાં આવ્યુંઃરાજ્ય સરકાર ગુજરાત વિધાનસભામાં બજેટ દરમિયાન પેપર લીક બાબતે એક બિલ રજૂ કરશે. આ બિલમાં રાજ્ય સરકારે શિક્ષણ વિભાગની તમામ પરીક્ષાઓને પણ આવરી લીધી. જો કોઈ પણ વ્યક્તિ શિક્ષણ વિભાગની પરીક્ષાનું કોઈપણ પ્રશ્નપત્ર લીક કરશે, ખરીદશે અથવા એનું વેચાણ કરશે તેવા તત્વો વિરૂદ્ધ 3 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની સખત જનની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત એક કરોડ રૂપિયા સુધીનો દંડ પણ વસૂલવાની જોગવાઈ નવા બિલમાં કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details