ગુજરાત

gujarat

ગુજરાત બજેટ 2020-21ઃ જાણો ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે શું છે જોગવાઈ ?

By

Published : Feb 26, 2020, 11:33 PM IST

ગુજરાત વિધાનસભા બજેટ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિવિધ ક્ષેત્રનું બજેટ જણાવી રહ્યાં છે. જેમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના વિકાસ માટે કુલ 7,017 કરોડની ફાળવણી કરી છે.

gujarat-budget-2020-21-know-what-is-the-provision-for-industry-and-mines-department
ખાણ વિભાગના વિકાસ માટે કુલ 7,017 કરોડની ફાળવણી

ગાંધીનગરઃ આજે બુધવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ થયું હતું. નાણા પ્રધાન નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં તેમણે ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 7,017 કરોડની ફાળવણી કરી છે.

ગુજરાતમાં વર્ષ 2018-19માં ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ કુલ રૂપિયા 12,618 કરોડનું થયું હતું. તેની તુલનામાં 2019-20ના પ્રથમ 6 મહિના દરમિયાન રૂ. 24,012 કરોડનું એટલે કે, બમણું ઈન્વેસ્ટમેન્ટ મેળવીને, સમગ્ર દેશમાં ગુજરાત બેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યું છે.

ખાણ વિભાગના વિકાસ માટે કુલ 7,017 કરોડની ફાળવણી

છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં સ્થપાયેલા 2574 મોટા ઉદ્યોગોમાંથી 735 મોટા એકમો એકલા ગુજરાતમાં જ સ્થપાયા છે. જે ગુજરાત રાજયની ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ, રાજયમાં વ્યાપક આંતર માળખાકીય સુવિધાઓ અને રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સુનિશ્ચિત પરિસ્થિતિને આભારી છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 7,017 કરોડની જોગવાઈ

  • ઔધોગિક નીતિ 2015 અંતર્ગત ચાલુ વર્ષે એમએસએમઇ સહાય યોજનાઓ હેઠળ આશરે 2600 એકમોને મંજૂરી આપવામાં આવી છે, જેના માટે રૂ.1450 કરોડની જોગવાઈ
  • રોજગાર સર્જન કરતા ઉદ્યોગોને સહાય આપવાની યોજનાઓ જેવી કે, સ્કીમ ફોર ઈન્સેન્ટીવ ટુ ઈન્ડસ્ટ્રીઝ, પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝ, મેગા ઇનોવેટિવ પ્રોજેકટ, એરોસ્પેસ અને ડિફેન્સ સેકટરને પ્રોત્સાહન આપવા રૂ. 950 કરોડની જોગવાઈ
  • ડીપ-સી પાઈપલાઈન તથા આંતરમાળખાકીય સુવિધાના જુદા જુદા પ્રોજેકટને સહાય આપવા રૂ. 500 કરોડની જોગવાઈ
  • રાજ્યના વાયેબલ માંદા ઔદ્યોગિક એકમોના પુનર્વસન માટે રૂ. 100 કરોડની જોગવાઈ
  • ગુજરાતને વૈશ્વિક કક્ષાએ રોકાણ માટેના ઉત્તમ સ્થળ તરીકે પ્રસ્થાપિત કરનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન માટે રૂ. 95 કરોડની જોગવાઈ
  • ઔદ્યોગિક આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે સહાય આપવાની યોજના અંતર્ગત મંજૂર કરેલ પ્રોજેક્ટો માટે રૂ. 65 કરોડની જોગવાઈ
  • ખાનગી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અને લોજીસ્ટીક પાર્કમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય આપવા રૂ. 37 કરોડની જોગવાઈ
  • સંશોધન અને નવીનતમ સાહસો માટે યુવા વર્ગ વધારે ઉત્સાહી બને તે માટેની સ્ટાર્ટઅપ - ઈનોવેશન યોજના માટે રૂ. 18 કરોડની જોગવાઈ
  • અગરિયા માટેની કલ્યાણકારી યોજનાઓ અને મીઠા ઉત્પાદન માટે સોલાર પંપ સબસિડી આપવા રૂ. 15 કરોડની જોગવાઈ

ABOUT THE AUTHOR

...view details