ગુજરાત

gujarat

Gujarat Assembly Paperless : એપ્લીકેશન NeVA પ્રોજેક્ટની અમલવારીથી વિધાનસભા બનશે ડીજીટલ-પેપરલેસ

By

Published : Jun 2, 2023, 5:52 PM IST

ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવા માટે ભારત સરકારના સંસદીય સચિવ અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી હતી. ઈ-વિધાન એપ્લીકેશન-NeVA પ્રોજેક્ટની અમલવારીથી ગુજરાત વિધાનસભા ડીજીટલ અને પેપરલેસ બનશે. ત્યારે સચિવ જી. શ્રીનિવાસના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં NeVA પ્રોજેક્ટને લઈને ચર્ચા કરવામાં આવી છે.

Gujarat Assembly Paperless : એપ્લીકેશન NeVA પ્રોજેક્ટની અમલવારીથી વિધાનસભા બનશે ડીજીટલ-પેપરલેસ
Gujarat Assembly Paperless : એપ્લીકેશન NeVA પ્રોજેક્ટની અમલવારીથી વિધાનસભા બનશે ડીજીટલ-પેપરલેસ

ગાંધીનગર :ગુજરાતમાં પેપર બજેટની શરૂઆત રાજ્યના પૂર્વ નાણા પ્રધાન નીતિન પટેલે કરી હતી, ત્યારથી જ ગુજરાત વિધાનસભાને પેપરલેસ વિધાનસભા બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે ચોમાસા સત્ર પહેલા ગુજરાત વિધાનસભા સંપૂર્ણ પેપર બની જશે, ત્યારે આજે ભારત સરકારના સંસદીય બાબતોના સચિવ જી. શ્રીનિવાસના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં NeVA પ્રોજેક્ટની અસરકારક અમલવારી અંગે ચર્ચા કરવામાં આવી છે.

ઈ-વિધાન એપ્લીકેશન-NeVA પ્રોજેક્ટ :ગુજરાત વિધાનસભાને સંપૂર્ણ પેપરલેસ અને ડિજિટલ બનવવા માટે નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન-NeVA પ્રોજેક્ટની અમલવારીથી ગુજરાત વિધાનસભા ડીજીટલ અને પેપરલેસ બનશે. જે અંતર્ગત આજે ગુજરાત વિધાનસભા ખાતે NeVA પ્રોજેક્ટ અમલવારીની સમીક્ષા માટે (SPMU)ની છઠ્ઠી બેઠક મળી. આ બેઠકમાં NIC અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ વિજય નેહરા, ગુજરાત ઇન્ફોરમેટીક્સ લી.ના મેનેજીંગ ડિરેક્ટર વિદેહ ખરે, રાજ્યના સંસદીય બાબતોના સચિવ સી.જે. ગોઠી, એન.આઈ.સી.ના સ્ટેટ ઇન્ફોરમેટીક્સ ઓફિસર પી. કે. સિંહ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

વન નેશન વન એપ્લિકેશન :દેશની વિધાનસભાઓને ડીજીટલ કરવા ભારત સરકાર દ્વારા વન નેશન, વન એપ્લીકેશન” અંતર્ગત નેશનલ ઈ-વિધાન એપ. એટલે કે NeVA પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાને ડીજીટલ અને પેપરલેસ બનાવવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા નેવા પ્રોજેક્ટને અમલી બનાવવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. ‘સ્વચ્છ ભારત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ને પ્રોત્સાહન આપતા NeVA પ્રોજેક્ટની અમલવારીની સમીક્ષા કરવા માટે આજે ગુજરાત વિધાનસભા ખાતે સંસદીય બાબતોના સચિવ જી. શ્રીનિવાસના અધ્યક્ષસ્થાને (SPMU)ની છઠ્ઠી બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત વિધાનસભામાં NeVAની અમલવારી માટે તબક્કાવાર થઇ રહેલી કામગીરીની વિગતો આપતું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રેઝન્ટેશન બાદ સચિવ સહિત ઉપસ્થિત સભ્યઓ દ્વારા આ પ્રોજેક્ટની અસરકારક અમલવારી માટે વિચાર કરવામાં આવ્યો હતો.

ટ્રાયલ સ્ટેજની સમીક્ષા :ગુજરાત વિધાનસભા દ્વારા NeVA પર ટ્રાયલ સ્ટેજ માટે કરવામાં આવેલી કામગીરી અને વેબસાઈટનો ઇન્ટરફેસ સંસદીય બાબતોના સચિવ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓને કેપેસીટી બિલ્ડીંગ માટે તાલીમોનું આયોજન કરવા, રાજ્ય આધારિત ફેરફારો કરવા તેમજ તાલીમ માટે પ્રાદેશિક ભાષામાં સાહિત્ય તૈયાર કરવા માટે સૂચનો આપ્યા હતા. આ પ્રોજેક્ટની અમલવારી માટે જરૂર જણાયે ભારત સરકારના સંસદીય બાબતોના મંત્રાલય તરફથી પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી.

  1. Gujarat Assembly : વિધાનસભા બનશે પેપર લેસ, ધારાસભ્યોને હવે ટેબલેટના માધ્યમથી કામગીરી કરવાની રહેશે
  2. Rahul Gandhi in US: આગામી 3-4 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપનો સફાયો કરશે- રાહુલ ગાંધી
  3. Alberta Election 2023: કેનેડામાં આલ્બર્ટા રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે ચાર પંજાબીઓ ચૂંટાયા

ABOUT THE AUTHOR

...view details