ગુજરાત

gujarat

Transplant Operation : અંગોના ટ્રાન્સપ્લાન્ટ મામલે સરકારનો કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય

By

Published : May 24, 2023, 10:28 PM IST

Updated : May 25, 2023, 5:14 PM IST

રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં ટ્રાન્સપ્લાન્ટ બાબતનો મહત્વનો નિર્ણય કર્યો છે. પાંચ અંગદાનમાંથી ત્રણ અંગદાનના તમામ અવયવોની ફાળવણી સરકારી હોસ્પિટલને પ્રાથમિકતા આપીને કરવામાં આવશે. આ ઉપરાંત રજીસ્ટ્રેશનમાં ડોમોસાઇલ સર્ટીફીકેટની જરૂર રહેશે નહી.

Transplant Operation : અંગોના ટ્રાન્સપ્લાન્ટ મામલે સરકારનો કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય
Transplant Operation : અંગોના ટ્રાન્સપ્લાન્ટ મામલે સરકારનો કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય

ટ્રાન્સપ્લાન્ટ બાબતે સરકારનો નિર્ણય

ગાંધીનગર : રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ટ્રાન્સપ્લાન્ટ બાબતનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યના અમદાવાદ અને સુરત સહિતના શહેરમાં અંગદાનના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે મહત્વનો જનહિત લઈને નિર્ણય કર્યો છે. જેમાં હવે ખાનગી ડ્રાઇવર સેન્ટરમાંથી મળતા પાંચ અંગદાનમાંથી ત્રણ અંગદાનના તમામ અવયવોની ફાળવણી સરકારી હોસ્પિટલને પ્રાથમિકતા આપીને કરવામાં આવશે.

હવેથી અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેના રજીસ્ટ્રેશનમાં ડોમોસાઇલ સર્ટીફીકેટની જરૂર રહેશે નહી, જ્યારે રજીસ્ટ્રેશન માટે કોઇપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં આમ ટ્રાન્સપ્લાન્ટ માટે કોઇપણ ઉંમરનો વ્યક્તિ નોંધણી કરાવી શકશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનને અનુસરીને રાજ્ય સરકારના SOTTO એકમ દ્વારા મહત્વનો નિર્ણય હાથ ધરાયો છે. - ઋષિકેશ પટેલ (રાજ્ય આરોગ્ય પ્રધાન)

ક્યાં નિર્ણયને ફેરવવામાં આવ્યો :રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલ નિવેદન આપ્યું હતું કે, હાલમાં ગુજરાતની સરકારી રીટ્રાઇવલ (શરીરમાંથી અંગો કાઢવાની પ્રક્રિયા) હોસ્પિટલોમાંથી અવયવો પ્રાપ્ત થતા 1,3 અને 5 ક્રમાંકના સરકારી હોસ્પિટલોમાં તેમજ 2 અને 4 ક્રમાંકના અવયવો ખાનગી હોસ્પિટલોને ફાળવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, તેના પરિણામે અત્યાર સુધીમાં ખાનગી રીટ્રાઈવલ હોસ્પિટલમાંથી થતા અંગદાનની ફાળવણી જનરલપુલમાં દર્દીઓને થતી હતી. જેમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોના દર્દીનો સમાવેશ થતો હતો. જ્યારે આજની કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે જે હવેથી ખાનગી રીટ્રાઇવલ હોસ્પિટલોમાંથી અંગદાન થતા 1,3 અને 5 ક્રમાંકના અવયવો ખાનગી હોસ્પિટલોને જ્યારે 2 અને 4 ક્રમાંકના તમામ અવયવોના ટ્રાન્સપ્લાન્ટ માટેની પ્રાથમિકતા સરકારી હોસ્પિટલોમાં દાખલ દર્દી માટે અપાશે. તેના પરિણામે અંગોના પ્રત્યારોપણમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સમગ્ર પ્રક્રિયાને લઇને સંતુલન જળવાઈ રહેશે.

Last Updated : May 25, 2023, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details