ગુજરાત

gujarat

Jantri Rate Gujarat: સરકારે જંત્રીમાં 2 ગણો વધારો કરતાં મકાનો થશે મોંઘા, કૉંગ્રેસે ગણાવ્યો કાળો કાયદો

By

Published : Feb 4, 2023, 10:19 PM IST

સરકારે રાજ્યભરમાં જંત્રીના ભાવમાં 2 ગણો વધારો કરવાનો નિર્ણય (Government increased Jantri Rate Gujarat) કર્યો છે. તેનો અમલ સોમવાર (5મી ફેબ્રુઆરી)થી થશે. જોકે, સરકારના આ નિર્ણયથી મકાનો ખૂબ જ મોંઘા થશે. આના કારણે પોતાનું મકાન લેવા ઈચ્છતા લોકોને મોટો ઝટકો લાગશે. ત્યારે આ મામલે કૉંગ્રેસે પણ સરકારને આડેહાથ (Gujarat Building will be expensive) લીધી છે.

Jantri Rate Gujarat: સરકારે જંત્રીમાં 2 ગણો વધારો કરતાં મકાનો થશે મોંઘા, કૉંગ્રેસે ગણાવ્યો કાળો કાયદો
Jantri Rate Gujarat: સરકારે જંત્રીમાં 2 ગણો વધારો કરતાં મકાનો થશે મોંઘા, કૉંગ્રેસે ગણાવ્યો કાળો કાયદો

કૉંગ્રેસના આક્ષેપ

ગાંધીનગરઃગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 156 બેઠક સાથે વિજય થયો છે. ત્યારે રાજ્ય સરકાર અનેક એવા નિર્ણયો છે, જે વર્ષોથી વણઉકેલાયેલા છે. તેમાં હવે સરકાર સુધારોવધારો કરવા જઈ રહી છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તક રહેલા મહેસૂલ વિભાગમાં જ રાજ્ય સરકારે જંત્રીના ભાવમાં 2 ગણો વધારો કરવાનો જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોAwas Yojana Scam: આવાસના ભાડે આપેલા મકાન કૉર્પોરેશને ખાલી કરાવ્યા, ભાડૂઆતો રઝળી પડ્યા, વિપક્ષે કરી SITની માગ

સરકારે પરિપત્ર કર્યોઃગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 32ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જમીનો, થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની જંત્રી સમયાંતરે નક્કી કરવામાં આવે છે, જે પ્રમાણે આજે 12 વર્ષ પછી આ જંત્રી નક્કી કરવામાં આવી છે. આ પહેલા જૂની જંત્રી વર્ષ 2011માં નક્કી કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારે 5 ફેબ્રુઆરી 2023થી જંત્રીના ભાવ 2 ગણા નક્કી કરવાનો પરિપત્ર પણ સત્તાવાર રીતે જાહેર કર્યો છે.

પરિપત્રમાં ઉલ્લેખઃસરકાર દ્વારા પુખ્ત વિચારણાને અંતે રાજ્યમાં 18 એપ્રિલ 2011થી નક્કી કરેલા દંડો તારીખ 5 ફેબ્રુઆરી 2023થી 2 ગણા કરવાનું ઠરાવવામાં આવે છે. આમ, 18 એપ્રિલ 2011થી નક્કી કરેલી જંત્રીમાં મિલકતના દર પ્રતિ ચોરસ મીટરના 100 રૂપિયા નક્કી થયા હતા, હવે 200 રૂપિયા ગણવાના રહેશે. રાજ્યમાં 18 એપ્રિલ 2011થી અમલી જંત્રીના અમલીકરણ માટેના માર્ગદર્શનો બહાર પાડવામાં આવ્યા છે, જે આજથી રદ કરી તેના બદલે નવેસરથી બહાર પાડવામાં આવેલી ગાડલાઈન્સનો અમલ કરવામાં આવશે. તેમ જ 31 માર્ચ 2011ના ઠરાવમાં જણાવેલી અન્ય જોગવાઈઓ યથાવત્ રહેશે.

સરકારનો પરિપત્ર

12 વર્ષ પછી વધારોઃ આ ઉપરાંત 5 ફેબ્રુઆરી 2023 કે તે પછી સહી થયેલી નોંધણી અર્થે રજૂ થતાં લેખોમાં સ્થાવર મિલકતની બજારકિંમત નક્કી કરતાં 18 એપ્રિલ 2011થી અમલી જંત્રીમાં નક્કી થયેલા દરના 2 ગણા કરી સ્થાવર મિલકતની બજારકિંમત નક્કી કરવાની રહેશે. સાથે જ નોંધણી અર્થે રજૂ થતા લેખોમાં જ્યાં જરૂર જણાય ત્યાં સ્થાવર મિલકતની બજાર કિંમત નક્કી કરવા અંગેની કાર્ય પદ્ધતિ અંગે વિગતો વાર સૂચનાઓ સુપ્રિ. ટેન્ડેન્ટ ઑફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક દ્વારા જાહેર કરવામાં આવશે. જો આ ઠરાવની અમલવારી સંદર્ભે જો કોઈ અર્થઘટનના પ્રશ્નો ઉપસ્થિત થાય તો તે બાબતે આખરી સ્તા સુપ્રિ. ઑફ. સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકને રહેશે.

આ પણ વાંચોશહેરમાં બનશે EWS 2 આવાસ યોજનાના મકાન

કૉંગ્રેસે કર્યો વિરોધઃરાજ્ય સરકારે 12 વર્ષ બાદ જંત્રીના ભાવ બમણા કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સોમવારથી અમલી થનારા આ નિર્ણયનો કૉંગ્રેસે વિરોધ કર્યો હતો. સમગ્ર મામલે કૉંગ્રેસના સહપ્રવકતા પાર્થિવરાજ કઠવાડિયાએ આક્ષેપ કર્યા હતા કે, 4 ફેબ્રુઆરી 2023ના રોજ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે એક કાળો કાયદો અને કાળો પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં જંત્રીમાં ભાવવધારો કરાયો છે. આગામી દિવસોમાં જંત્રીમાં ભાવવધારાના કારણે સામાન્ય પરિવારના લોકોને પોતાના મકાન ખરીદવા માટેની જમીન મોંઘી થઈ જશે. તેમ જ પોતાના મકાન ખરીદવાનું મોંઘું પડી જશે. ઉપરાંત સામાન્ય લોકો જે પોતાનું નવું ઘર ખરીદવાનું સપનું હોય છે તે સપનું જ રહી જશે આ સરકાર લોકવિરોધી સરકાર છે. જંત્રીમાં ભાવ વધારો કરીને સામાન્ય લોકો ઉપર ભારણ વધારવાનું પાપ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details