ગુજરાત

gujarat

ગીર સોમનાથ અતિવૃષ્ટિથી ખેડૂતો બેહાલ, પશુના ઘાસચારાની સર્જાઈ સમસ્યા

By

Published : Sep 3, 2020, 2:00 PM IST

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 25 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનિય બની છે. હાલ વરસાદી વિરામ બાદ પણ ખેતરોમાં હજૂ પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના તમામ પાકો નિષ્ફળ ગયા છે અને પશુઓનો ઘાસ ચારો મેળવવો ખેડૂતો માટે મોટો પ્રશ્ન બન્યો છે.

ગીર સોમનાથ અતિવૃષ્ટિથી ખેડૂતો બેહાલ, પશુના ઘાસચારાની સર્જાઈ સમસ્યા
ગીર સોમનાથ અતિવૃષ્ટિથી ખેડૂતો બેહાલ, પશુના ઘાસચારાની સર્જાઈ સમસ્યા

ગીર સોમનાથઃ જિલ્લો લગભગ મહિના સુધી ચાલેલી વરસાદની હેલીથી જળબંબાકાર બન્યો છે. જેથી વરસાદી વીરામ બાદ પણ ખેતરો માર્ગો અને ગામડાઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. જેથી ખેડૂતોના તમામ પાકો નિષ્ફળ જતાં ખેડૂતો ચિંતીત બન્યા છે. પશુઓનો ઘાસ ચારો મેળવવો ખેડૂતો માટે યક્ષ પ્રશ્ન બન્યો છે.

ગીર સોમનાથ અતિવૃષ્ટિથી ખેડૂતો બેહાલ, પશુના ઘાસચારાની સર્જાઈ સમસ્યાગીર સોમનાથ અતિવૃષ્ટિથી ખેડૂતો બેહાલ, પશુના ઘાસચારાની સર્જાઈ સમસ્યા

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 25 દીવસથી વરસેલી આકાશી હેલી બાદ જિલ્લામાં જળબંબાકાર સર્જાયો છે તો ખેતરો માર્ગો બેટ બન્યા છે. છેલ્લા 25 દિવસથી તડકો ન હોવાથી મગફળી સોયાબીન કપાસ જુવાર અને ઘાંસ ચારો સતત પાણીમાં રેહેવાથી બગડી ગયો છે. સરકાર દ્વારા તાકીદે નુકશાનીનો સર્વે કરી ખેડૂતોને યોગ્ય સહાય આપવા ખેડૂતો દ્વારા માગ કરાવમાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details