ગુજરાત

gujarat

ગાંધીનગરને મળશે નવા મેયર, સામાન્ય સભામાં ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરાશે

By

Published : Oct 17, 2021, 1:30 PM IST

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં પહેલીવાર BJP એ સ્પષ્ટ અને પૂર્ણરૂપે બહુમતી મેળવી છે. ત્યારે આ વખતે પણ BJP માંથી જીતેલા SC ના ઉમેદવારમાંથી કોઈ એકને મેયર પદ મળશે. ઘણા સમય રાહ જોયા બાદ 21મી એ ગુરુવારે સામાન્ય સભા મળશે. જેમાં ગાંધીનગરને પાંચમાં નવા મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ધોષણા થશે.

ગાંધીનગરને મળશે નવા મેયર : સામાન્ય સભામાં ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરાશે
ગાંધીનગરને મળશે નવા મેયર : સામાન્ય સભામાં ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરાશે

  • બીજા નોરતે ગાંધીનગર આવેલા કેન્દ્રિય ગૃહપ્રધાને નામ નિશ્ચિત કર્યું
  • મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન પણ નક્કી કરાશે
  • ભાજપની પહેલી સામાન્ય સભા મળશે

ગાંધીનગર : ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી 3 ઓક્ટોબરના રોજ યોજાઈ હતી. જ્યારે 5 ઓક્ટોબરના રોજ મતદાનનું રીઝલ્ટ સામે આવ્યું હતું. સામાન્ય સભાની બેઠક નવરાત્રીમાં જ યોજાવાની નક્કી થઈ હતી પરંતુ સંજોગો દરમિયાન નવરાત્રિના પૂર્ણ થયાના પાંચ દિવસ બાદ સામાન્ય સભા 21મી તારીખના રોજ મળવા જઈ રહી છે. પૂર્ણ બહુમતી હોવાથી ભાજપે પણ તેમની સુવિધા મુજબ સામાન્ય સભા ગોઠવી છે. ત્યારે એ પહેલાથી જ મેયર ડેપ્યુટી, મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. ત્યારે જ્ઞાતિ સમીકરણના આધારે જુદી-જુદી જ્ઞાતિના ઉમેદવારોને અલગ-અલગ કાર્યભાર સોંપવામાં આવશે.

મેયરપદ માટે SC ના બે ઉમેદવારો રેસમાં

કોર્પોરેશનની ચુંટણીની મતદાન પ્રક્રિયા પાંચ ઓક્ટોબરના રોજ હતી ત્યારે 11:00 કલાકે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું. એ સમયે જ હિતેશ મકવાણાનું નામ મેયર તરીકે ચર્ચામાં ચગ્યું હતું. કેમ કે આ વખતે મેયર પદની બેઠક SC સમાજ માટે અનામત હોવાથી અને તેઓ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા હોવાથી તેમનું નામ ચર્ચામાં છે પરંતુ સામાન્ય પરિવારમાંથી આવતા અને વોર્ડ નંબર 4ના ઉમેદવાર ભરતભાઈ દીક્ષિતને મેયર બનાવે તેવી પ્રબળ શક્યતાઓ છે. કેમકે આ બધામાં ભાજપ અમદાવાદની રીત અહીં અપનાવી શકે છે. જોકે 41 ઉમેદવારમાંથી 5 SC ના ઉમેદવારો છે. જેમાં ત્રણ મહિલા ઉમેદવારો પણ સામેલ છે જેમાં વોર્ડ નંબર 1માં મીનાબેન મકવાણા, વોર્ડ નંબર 5ના કૈલાસબેન સુતરિયા અને વોર્ડ નંબર 11માં સેજલ પરમાર ચૂંટાયા છે પરંતુ પાંચ વર્ષમાંથી બીજા અઢી વર્ષમાં મહિલા અનામતની સીટ હોવાથી પુરુષ ઉમેદવારમાંથી જ મેયર પદે નિયુક્તિ કરવામાં આવશે.

ડેપ્યુટી મેયર જનરલ કેટેગરીના બનાવવામાં આવે તેવી શક્યતા

મેયરપદ માટે SC કેટેગરીની સીટ અનામત હોવાથી આ વખતે પહેલા અઢી વર્ષ મેયર પદ માટે SC કેટેગરીમાંથી જ બનશે. જેથી જનરલ કેટેગરીના BJP ના ઉમેદવારમાંથી કોઈ એકને ડેપ્યુટી મેયર બનાવવામાં આવે તેવી પણ પ્રબળ શક્યતા છે. જેમાં વોર્ડ નંબર 2ના અનિલસિંહ વાઘેલા, વોર્ડ નંબર 4ના જશપાલસિંહ બિહોલા અને વોર્ડ નંબર 7ના પ્રેમલસિંહ ગોલ આ ત્રણ નામો ડેપ્યુટી મેયરની રેસમાં છે. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે જશવંત પટેલ અને મહેન્દ્ર પટેલ તેમજ રાજેશ પટેલનું નામ ચર્ચામાં છે.

BJPની બહુમતીના આધારે BJP જેને મેન્ડેટ આપશે તે સીધા મેયર બનશે

સ્પષ્ટ બહુમતીથી ભાજપ પહેલીવાર ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી જીતતા પહેલી સામાન્ય સભા યોજવામાં આવશે. સામાન્ય સભામાં મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યોની વરણી થશે. જોકે 44 બેઠકમાંથી 41 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે. આપના ઉમેદવાર ને એક સીટ અને કોંગ્રેસના ઉમેદવાર બે સીટ મળી મળી છે. વિપક્ષ જેવું કંઈ રહ્યું ના હોવાથી ભાજપ જેને મેન્ડેટ આપશે તે સીધા ઉમેદવારો આ પદો માટે નિશ્ચિત થશે. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે બક્ષીપંચમાંથી પણ કોઈ એકની વરણી કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : આર્યને કાઉન્સેલિંગ દરમિયાન કહ્યું - હું ગરીબો માટે કામ કરીશ, ખોટા રસ્તે નહીં જાઉં

આ પણ વાંચો : વિદેશ પ્રધાન એસ જયશંકર પાંચ દિવસના ઇઝરાયલ પ્રવાસે, જાણો આ કરશે કામ...

ABOUT THE AUTHOR

...view details