ગુજરાત

gujarat

Vibrant Summit 2024: વાયબ્રન્ટ સમિટ પગલે ગાંધીનગર સુરક્ષા છાવણીમાં ફેરવાયું, 7000 પોલીસકર્મીઓ ખડેપગે

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2024, 5:14 PM IST

Updated : Jan 6, 2024, 5:21 PM IST

10થી 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટને પગલે સુરક્ષા સંબંધી તમામ તૈયારીઓ આટોપી લેવાઈ છે. ગાંધીનગરને સુરક્ષા છાવણીમાં ફેરવી દેવાયું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Gandhinagar Vibrant Summit 2024 7000 Police Men CCTV 3D Map

વાયબ્રન્ટ સમિટ પગલે ગાંધીનગર સુરક્ષા છાવણીમાં ફેરવાયું
વાયબ્રન્ટ સમિટ પગલે ગાંધીનગર સુરક્ષા છાવણીમાં ફેરવાયું

7000 પોલીકર્મીઓ ખડે પગે રહેશે

ગાંધીનગરઃ ગુજરાત અને ગુજરાત સરકાર માટે વાયબ્રન્ટ સમિટ બહુ મહત્વની છે. આગામી 10થી 12મી જાન્યુઆરી સુધી વાયબ્રન્ટ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ આ સમિટની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક રહી જાય તેવું ઈચ્છતી નથી. તેથી વાયબ્રન્ટ સમિટને પગલે લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આખું ગાંધીનગર જાણે કે સુરક્ષા છાવણીમાં ફેરવાયું છે.

દિગ્ગજોનો મેળાવડોઃ આ વર્ષની વાયબ્રન્ટ સમિટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત અનેક દેશોના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહેવાના છે. તેમજ 31 મોટા દેશોમાંથી વિવિધ મહાનુભાવો અને અગ્રણીઓ હાજરી આપવાના છે. જો ડેલિગેટ્સની વાત કરવામાં આવે તો 100થી વધુ દેશોમાંથી અંદાજિત 1 લાખથી વધુ ડેલિગેટ્સ આ સમિટમાં હાજર રહેવાના છે. ભારતના વિવિધ ક્ષેત્રોના ડેલિગેટ્સ પણ વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેશે. તેથી આ એક હાઈ વોલ્ટેજ સમિટ બની રહેવાની છે. જેને લઈને ગુજરાત પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા હાથ ધરી છે.

સઘન સુરક્ષા વ્યવસ્થાઃ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે. જેના કેટલાક કાર્યક્રમો ગિફ્ટ સિટીમાં પણ થવાના છે. તેથી સમગ્ર સુરક્ષા વ્યવસ્થાને 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર, ગિફ્ટ સિટી, રાજભવન, રોડ બંદોબસ્ત અને મોર્ચા સ્કવોડનો સમાવેશ થાય છે. આ 6 ઝોનમાં વહેંચાયેલ સુરક્ષાની વ્યવસ્થામાં 1 ADGP, 6 IGP/DIGP, 21 SP, 69 Dy.SP, 233 PI, 391 PSI, 5520 પોલીસ, 100 કમાન્ડો, 21 મોરચા સ્કવોડ, 8 QRT ટીમ, 15 BDDS સહિતના પોલીસ અધિકારીઓ ખડે પગે ફરજ પર રહેશે. કુલ 7000થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો ગાંધીનગરમાં ખડકી દેવામાં આવ્યો છે.

બે માર્ગો મહાનુભાવો માટે રીઝર્વઃ ગાંધીનગરના 'ખ' અને 'ગ' એમ બંને રોડ મહાનુભાવો માટે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જેના માટે જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે. આ બંને રોડ પરના સેક્ટરમાં રહેતા સ્થાનિકો એક બીજા સેક્ટરમાં અવરજવર કરી શકશે. તેના પર કોઈ પ્રતિબંધ લગાડવામાં આવ્યો નથી. આ ઉપરાંત નાના ચિલોડાથી વૈષ્ણવ દેવી તરફ જતા ટુ વે હેવી વ્હીકલ્સ ટ્રાફિક માટે પણ અન્ય ઓલ્ટરનેટિવ રૂટની સગવડ કરી દેવામાં આવી છે. તેથી સમિટ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા સર્જાય નહીં. આ ઉપરાંત સમગ્ર ગાંધીનગરમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટની 7 ક્રેનો પણ માર્ગો પણ વોચ રાખશે જેથી આડેધડ થતા પાર્કિંગને અટકાવી શકાય. ગોલ્ડ અને ગોલ્ડ સ્ટાર કેટેગરીમાં આવતા મહાનુભાવો માટે સ્પેશિયલ પાર્કિંગની વ્યવસ્થા કરી દેવાઈ છે.

સુરક્ષાની અન્ય વ્યવસ્થાઓઃ આખા ગાંધીનગરને ખાસ કરીને દરેક માર્ગોને સીસીટીવી સર્વેલન્સ હેઠળ લાવી દેવાયું છે. આ ઉપરાંત એન્ટી ડ્રોન અને સોશિયલ મીડિયા સર્વેલન્સની પણ વ્યવસ્થા કરી દેવાઈ છે. કોમ્યુનિકેશ માટે ખાસ ફ્રિકવન્સી ચેનલની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ સ્થળો પર કમાન્ડ એન્ડ કંટ્રોલ રુમ દ્વારા સીક્યુરિટી મોનિટરિંગ કરવામાં આવશે. સઘન સીસીટીવી ફૂટેજ ઓબ્ઝર્વેશન પણ હાથ ધરવામાં આવશે. અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા પોલીસ એકબીજા સાથે સંકલનમાં રહી શકે તે માટે ખાસ રીપીટર થ્રુ ચેનલની પણ સગવડ કરવામાં આવી છે. મેઈન વેન્યૂના વિવિધ રુટ્સનું થ્રીડી મેપિંગ કરવામાં આવ્યું છે. જેથી ડેલિગેટ્સ અને લાયઝનિંગ ઓફિસરને પાર્કિંગ અને સમિટ પ્લેસ સુધી પહોંચવામાં તકલીફ ન પડે.

ગાંધીનગરના 'ખ' અને 'ગ' એમ બંને રોડ મહાનુભાવો માટે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જેના માટે જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે. આ બંને રોડ પરના સેક્ટરમાં રહેતા સ્થાનિકો એક બીજા સેક્ટરમાં અવરજવર કરી શકશે. સુરક્ષા વ્યવસ્થામાં 1 ADGP, 6 IGP/DIGP, 21 SP, 69 Dy.SP, 233 PI, 391 PSI, 5520 પોલીસ, 100 કમાન્ડો, 21 મોરચા સ્કવોડ, 8 QRT ટીમ, 15 BDDS સહિતના પોલીસ અધિકારીઓ ખડે પગે ફરજ પર રહેશે. કુલ 7000થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો ગાંધીનગરમાં બંદોબસ્તમાં રહેશે. મેઈન વેન્યૂના વિવિધ રુટ્સનું થ્રીડી મેપિંગ કરવામાં આવ્યું છે. જેથી ડેલિગેટ્સ અને લાયઝનિંગ ઓફિસરને પાર્કિંગ અને સમિટ પ્લેસ સુધી પહોંચવામાં તકલીફ ન પડે... વિરેન્દ્રસિંહ યાદવ (રેન્જ આઇજી, ગાંધીનગર)

  1. વાયબ્રન્ટ સમિટ 2024 અંતર્ગત હૈદરાબાદમાં સફળ રોડ શોનું આયોજન કરાયું
  2. Pre Vibrant Summit: ભરૂચમાં પ્રિ-વાઈબ્રન્ટ અંતર્ગત FutureChem Gujarat સમિટ યોજાઈ, CMએ કહ્યું આજે વિશ્વના દેશોની નજર ભારત પર
Last Updated : Jan 6, 2024, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details