ગુજરાત

gujarat

હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની અચાનક મુલાકાત લીધી, ગૃહ વિભાગની કઇ કામગીરીની સમીક્ષા કરી જૂઓ

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 8:34 PM IST

ગૃહપ્રધાન હર્ષ સંઘવી તાજેતરમાં ટ્રેનમાં અને બસમાં અચાનક પ્રવાસ કરી માધ્યમોમાં છવાયાં હતાં. ત્યાં હવે તેમણે ગાંધીનગરમાં પોતાના ગૃહવિભાગની કચેરીની સવારના સમયે અચાનક મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરી સરકારી કર્મચારીઓને ચોંકાવ્યાં હતાં.

હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની અચાનક મુલાકાત લીધી, ગૃહ વિભાગની કઇ કામગીરીની સમીક્ષા કરી જૂઓ
હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની અચાનક મુલાકાત લીધી, ગૃહ વિભાગની કઇ કામગીરીની સમીક્ષા કરી જૂઓ

અચાનક મુલાકાત

ગાંધીનગર : વર્ષ 2022 માં 8 ડિસેમ્બરના રોજ નવી સરકાર બની અને ત્યારબાદ રાજ્યના તમામ પ્રધાનો પોતપોતાના વિભાગમાં સરપ્રાઈઝ મુલાકાત લેતા હતાં. પરંતુ છેલ્લા કેટલાય મહિનાથી આ મુલાકાત લેવાનું બંધ થયું હતું. ત્યારે આજે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ અચાનક જ વહેલી સવારે અમદાવાદના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સીધા ગૃહ વિભાગની કચેરીએ પહોંચ્યા હતાં. બ્લોક નંબર બેમાં આવેલ ગૃહ વિભાગમાં લિફ્ટની બહાર જ ઉભા રહીને કર્મચારીઓને આવવાનો ટાઈમ તથા ઓફિસની કામગીરી બાબતે પણ સમીક્ષા કરી હતી.

મુલાકાત બાબતે શું કહ્યું હર્ષ સંઘવીએ ? : ગૃહ વિભાગની મુલાકાત બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું હતું કે આજે વહેલી સવારે ગૃહ વિભાગમાં જવાનો અવસર પ્રાપ્ત થયો હતો. ખૂબ આનંદ થયો કે સરકારી સમયના અડધો કલાક પહેલાથી જ કર્મચારીઓ ગૃહ વિભાગની ઓફિસમાં જોવા મળ્યા હતાં, અનેક લોકોને મળવાનું થયું અને સેક્શન ઓફિસર જોડે બેસીને કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી.

લોકોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવા ચર્ચા : તેમણે જણાવ્યું કે ખાસ કરીને સોમવાર અને મંગળવાર જે જાહેર જનતા માટેના દિવસો માટે હોય છે તેમાં ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે. આવનારા લોકોને નાની મોટી તકલીફ હોય તેઓ ગૃહપ્રધાન તરીકે મને પણ મળવા આવતા હોય છે અને ગૃહ વિભાગમાં પણ જતા હોય છે. તે લોકોને તેમના પ્રશ્નો નિકાલ ઝડપથી કઈ રીતે આવી શકે તે માટે પણ વધુમાં વધુ સમય ઓફિસની અંદર કઈ રીતે અધિકારીઓ અને કર્મચારીઓ આખો દિવસ રહી શકે તે માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

સ્વચ્છતા નિરીક્ષણ :હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે ખાસ કરીને સ્વચ્છ ભારત વડાપ્રધાન મોદીનો સંકલ્પ છે તેને સાકાર કરવા માટે ગુજરાતના સૌ નાગરિકો જે પ્રકારે ગુજરાતની ચારે દિશાઓમાં સફાઈ કાર્યમાં પોતે સમયદાન કરી રહ્યા છે. ત્યારે ગૃહ વિભાગમાં પણ છેલ્લા અનેક દિવસોથી આ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આમ આજે ગૃહ વિભાગમાં એક કલાક જેટલો સમય વિતાવવાનો મોકો મળ્યો. જ્યારે વિભાગમાં કઈ રીતના કામો ઝડપથી આગળ વધારી શકાય તે રીતની પણ સૂચનો કરવામાં આવી છે.

  1. રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ફરી ટ્રેનમાં યાત્રા કરી મુસાફરોને ચોંકાવ્યા, વડનગર -વલસાડ ટ્રેનમાં કરી મુસાફરી
  2. ગૃહમંત્રી હર્ષ સંઘવી ST બસમાં સવારી કરી અમદાવાદ પહોંચ્યા, સુવિધાઓનું કર્યું નિરીક્ષણ

ABOUT THE AUTHOR

...view details