ગુજરાત

gujarat

GCAS Portal : 14 સરકારી યુનિવર્સિટીમાં નોન ટેક્નિકલ કોર્સ માટે હવેથી અરજી એક, વિકલ્પ અનેક

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2024, 7:05 PM IST

ગુજરાત સરકાર એક જ પોર્ટલથી આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય વિદ્યાશાખાઓમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા વિદ્યાર્થીઓ માટે સરળ બનાવી રહી છે. વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની પ્રક્રિયાને સરળ બનાવવાના લક્ષ્ય સાથે ગાંધીનગરથી " ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ " (GCAS) પોર્ટલ શરુ કરવામાં આવ્યું છે.

GCAS Portal : 14 સરકારી યુનિવર્સિટીમાં નોન ટેક્નિકલ કોર્સ માટે હવેથી અરજી એક, વિકલ્પ અનેક
GCAS Portal : 14 સરકારી યુનિવર્સિટીમાં નોન ટેક્નિકલ કોર્સ માટે હવેથી અરજી એક, વિકલ્પ અનેક

ગાંધીનગર : ગુજરાતમાં આવનાર શૈક્ષણિક વર્ષ 2024-25 માં કોલેજમાં એડમિશન માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ આજે રાજ્યના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ અને રાજયકક્ષાના શિક્ષણપ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ લોન્ચ કર્યું હતું. જેમાં હવે શૈક્ષણિક વર્ષ 2024-25 ની કોલેજની એડમિશન પ્રક્રિયા વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન કરવાની રહેશે. નવા શૈક્ષણિક વર્ષ 2024-25માં સરકારી કોલેજ અને યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે વિધાર્થીઓએ ફક્ત એક જ અરજી કરવાની રહેશે.

પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ઉપલબ્ધ : રાજ્ય સરકારના પ્રધાન ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે આ પોર્ટલમાં ગુજરાતની 14 સરકારી યુનિવર્સિટી સાથે કોઇ 2343 કોલેજો જોડાયેલી છે. જેમાં વિવિધ અભ્યાસક્રમોમાં એડમિશન માટે વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

પોર્ટલ ઉપર 7.50 લાખથી વધુ બેઠકો પર વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે અને રજીસ્ટ્રેશન વખતે ફક્ત 300 રૂપિયા વન ટાઈમ ફી ભરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા જે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ઉપલબ્ધ છે. એડમિશન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ છે...ઋષિકેશ પટેલ (શિક્ષણપ્રધાન)

બોર્ડ પરિણામ માટે પણ વિશેષ વ્યવસ્થા :તેમણે વધુમાં જણાવ્યું હતું કે એડમિશન પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે અને ગુજરાતી થતા અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે. જ્યારે ધોરણ 10 અને 12 ના પરિણામ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ફક્ત બોર્ડ બેઠક નંબર રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં મુકવાથી પોર્ટલ દ્વારા બોર્ડની વેબસાઈટ પરથી માર્કશીટ ફેચ કરી લેવામાં આવશે. જ્યારે હાલમાં ગુજરાત બોર્ડ સાથે ટાઈ અપ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં CBSC સાથે આ ટાઈ અપ કરવામાં આવશે તેવું નિવેદન ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવ મનોજકુમારે આપ્યુ હતું.

અમેરિકા અને સિંગાપોરની સિસ્ટમ ગુજરાતમાં અમલી : ગુજરાત રાજ્યના ટેકનિકલ શિક્ષણ સચિવ મનોજકુમારએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા આ જે સિસ્ટમ અમલ કરવામાં આવી છે તે અમેરિકા અને સિંગાપુરમાં જે સિસ્ટમ છે તેનો અભ્યાસ કર્યા બાદ જ આ સિસ્ટમ અમલ કરવામાં આવી છે. આમ હાલમાં પ્રાથમિક તબક્કે ગુજરાતની 14 સરકારી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ આગામી દિવસોમાં ગુજરાતની ખાનગી યુનિવર્સિટીને પણ હોટલમાં સમાવેશ કરવાનું આયોજન છે જ્યારે આ પોર્ટલના કારણે રાજ્યની 500થી વધુ સરકારી અને ગ્રાન્ટ એડ કોલેજોમાં હેલ્પ સેન્ટર પર શરૂ કરવામાં આવશે.

  1. PM Shri School : 21મી સદીના શિક્ષણને ધ્યાને રાખીને જૂનાગઢમાં શરૂ થયું પીએમ શ્રી શાળા શિક્ષણ
  2. શિયાળા દરમિયાન શાળા પોતાની રીતે સમયમાં ફેરફાર કરી શકશે, જ્યારે સ્વેટર અંગે ફરજ નહીં પાડી શકે : પ્રફુલ્લ પાનસેરિયા

ABOUT THE AUTHOR

...view details