ગુજરાત

gujarat

Gandhinagar News : મચ્છરના ઉપદ્રવને અટકાવવા ડ્રોનથી ફોગિંગ શરૂ કરાયું, 7 કોર્પોરેશન વિસ્તાર હજુ મશીનથી ફોગિંગ કરે છે

By

Published : Aug 19, 2023, 4:49 PM IST

ડ્રોનના અનેક ઉપયોગો જોવા મળે છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા ગાંધીનગરમાં મચ્છરના ઉપદ્રવને ખાળવા દવાઓના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Gandhinagar News : મચ્છરના ઉપદ્રવને અટકાવવા ડ્રોનથી ફોગિંગ શરૂ કરાયું, 7 કોર્પોરેશન વિસ્તાર હજુ મશીનથી ફોગિંગ કરે છે
Gandhinagar News : મચ્છરના ઉપદ્રવને અટકાવવા ડ્રોનથી ફોગિંગ શરૂ કરાયું, 7 કોર્પોરેશન વિસ્તાર હજુ મશીનથી ફોગિંગ કરે છે

દવાઓના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ

ગાંધીનગર: ચોમાસાની સિઝનમાં મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ વધી જાય છે અને અનેક નાગરિકો મેલેરિયા અને ડેન્ગ્યુ તથા ચિકનગુનિયાના રોગોનો શિકાર બને છે. ત્યારે ગુજરાતના આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી ફોગિંગ મશીનથી જ મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટે દવાનો છંટકાવ કરવામાં આવતો હતો. ત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગરમાં મચ્છરના ઉપદ્રવને ખાળવા દવાઓના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરી ફોગિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરના નવા વિસ્તારથી શરૂઆત: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ થયેલા કુલ 18 જેટલા ગ્રામ્ય વિસ્તારો જે થોડા વર્ષો પહેલા જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ થયા છે. તેવા 18 જેટલા ગામો અને પેથાપુર નગરપાલિકા વિસ્તારમાં ડ્રોન મારફતે મચ્છરોની દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

ડ્રોન ફોગિંગમાં પ્રથમગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ પૈકી ફક્ત ગાંધીનગર મહાનગરપાલિકાએ ડ્રોન મારફતે મચ્છરનો દવાનો છંટકાવવાની શરૂઆત કરી છે. તે દરમિયાન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ મકવાણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલ અને ડેપ્યુટી મેયર પ્રેમસિંહ ગોલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. રાજ્યની અન્ય 7 કોર્પોરેશન વિસ્તાર હજુ મશીનથી ફોગિંગ કરે છે.

આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગરના નગરજનોના સ્વાસ્થ્ય સારા રહે તે માટે ચોમાસાની સિઝનમાં વરસાદ પછી જે પાણીજન્ય રોગો માથું ઊંચકે છે અને મચ્છરનો ઉપદ્રવ જોવા મળે છે. તેને રોકવા માટે ખૂબ જ ઝડપી અને દરેક જગ્યાએ વહેલી તકે પહોંચવા માટે મચ્છરના ઉપદ્રવ અટકાવી શકીએ. તેને ધ્યાનમાં લઈને જીએમસી દ્વારા આખા ગુજરાતમાં ડ્રોનના ઉપયોગથી દવાનો છટકાંવ શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાઇરાઇઝ બિલ્ડિંગની ટાંકીઓ, તળાવની વચ્ચે અને જે જગ્યાએ માનવ પરિબળ ન પહોંચી શકે ત્યાં ડ્રોનના માધ્યમથી મચ્છરની દવાઓનું છંટકાવ કરવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર રાજ્યમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એ પ્રથમ કોર્પોરેશન છે કે જેણે ડ્રોનના માધ્યમથી મચ્છરની દવાઓનો છંટકાવ શરૂ કર્યો છે.- હિતેશ મકવાણા (મેયર)

ગાંધીનગર કોર્પોરેશનમાં 116 ડેન્ગ્યુ કેસ : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી કલ્પેશ ગોસ્વામીએ ટેલીફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ચોમાસાની સિઝન દરમિયાન કુલ 116 જેટલા ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. મચ્છરનું બિલ્ડીંગ થતું હોય તેવી બાંધકામની સાઈટ ઉપર અગાઉ નોટિસ આપી હોય. પરંતુ કોઈ પણ કાર્યવાહી થઈ ન હોય તેવા ક્રિષ્ના કોર્પોરેશન અને વાસણા હડમતીયા સાઈટને 25,000 રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે સહજાનંદ સ્કૂલના બાંધકામની સાઈટને પણ યોગ્ય કામગીરી ન કરવા બદલ સીલ કરવા માટે ટાઉન પ્લાનિંગ શાખાને પણ નિર્દેશ કરાયો હોવાનું નિવેદન કલ્પેશ ગોસ્વામીએ આપ્યું હતું.

30 કંટ્રોલ ટીમ બનાવી : તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ 30 કંટ્રોલ ટીમ બનાવીને તમામ વિસ્તારમાં મચ્છરોનું બ્રીડિંગ વધે નહીં અને મચ્છરથી રોગચાળો થાય નહીં તેને ધ્યાનમાં લઈને પણ આરોગ્યની કામગીરી હાથ ધરી છે.

  1. Traffic push button: રાહદારી એક બટન દબાવીને ધમધમતા ટ્રાફિકને રોકી દઇ રોડ ક્રોસ કરી શકશે
  2. Complaint to CM Bhupendra Patel : ગાંધીનગરની કઇ હોટેલના કામ માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી ટેન્ડર લેવામાં આવ્યું?
  3. લો બોલો... ગુજરાતમાં ગાંધીનગરની સરકારી કચેરીઓનો કુલ રૂ. 48.71 કરોડ ટેક્સ બાકી

ABOUT THE AUTHOR

...view details