ગુજરાત

gujarat

Gandhinagar Crime News : ચોરીના આરોપીઓ ઝડપાયા અને ઉકેલાયા 21 ચોરીના ભેદ, ચોરીની ટેક્નિક તો જુઓ

By

Published : Aug 19, 2023, 10:30 PM IST

ગાંધીનગર જિલ્લામાં ચોરીના કિસ્સામાં સતત વધારો થયો હતો. ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કુલ 21 જેટલા ચોરીના ગુનાઓનો પર્દાફાશ થયો છે. આ ચોરની ટોળકી પહેલા મુખ્ય ચોરીનો ટાર્ગેટ નક્કી કરતા અને ત્યારબાદ ચોરી કરતા હતા. પહેલા પાનના ગલ્લામાં મસાલા, બીડી સિગરેટની ચોરી કર્યા બાદ મુખ્ય ચોરીને અંજામ આપતા હતા.

Gandhinagar Crime News
Gandhinagar Crime News

ચોરીના આરોપીઓ ઝડપાયા અને ઉકેલાયા 21 ચોરીના ભેદ, ચોરીની ટેક્નિક તો જુઓ

ગાંધીનગર : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચોરીના કિસ્સામાં સતત વધારો થાય રહ્યો હતો. ત્યારે રાજ્ય સરકારે કરેલ બદલીઓની પગલે ગાંધીનગર એસ.પી. અને ગાંધીનગર રેન્જ આઈજી તરીકે નવા અધિકારીઓની નિમણૂક થઈ છે. ચોરીની વધુ ઘટના સામે ન આવે તેને ધ્યાનમાં લઈને લોકલ ક્રાઈમ બ્રાન્ચને ચોરીની ઘટના અટકાવવા બાબતની કડક કામગીરી કરવામાં આવી હતી. જેમાં બોરવેલ કુવાના કેબલ વાયર તથા જીઈબીના વાયર ચોરી કરનાર સાત જેટલા શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

ચોરીનો ભેદ ઉકેલાયો : ગાંધીનગર જિલ્લાના માણસામાં ચોરીની ઘટના બાબતે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમશેટ્ટીએ નિવેદન આપ્યું હતું કે, 29 જુલાઈના રોજ માણસમાં મોબાઇલની દુકાનમાં પાછળના ભાગે બખોલ પાડીને 18 લાખ રુપિયાના મોબાઈલ ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં પોલીસને કોઈ પ્રકારના સીસીટીવી ફૂટેજ મળ્યા નહોતા. જ્યારે ચોર ટોળકી દ્વારા ખૂબ જ જૂની પદ્ધતિથી ચોરીને અંજામ આપ્યો હતો. જેથી પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ નહીં પરંતુ હ્યુમન સંવેદનથી સાત આરોપીની ધરપકડ કરી હતી. જેમાં મોબાઈલ ચોરી ઉપરાંત ખેડૂતોને ઉપયોગી એવા બોરવેલના કેબલો ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર પોલીસ દ્વારા 7 જેટલા ચોરી કરનાર ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ સાથે ચોર મુખ્યત્વે માણસા ગામે ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. જ્યારે આરોપીઓ દ્વારા 21 ચોરીના ગુનાઓ કબુલ કરવામાં આવ્યા છે. જેમાંથી 12 જેટલા ગુના તો ફક્ત માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નોંધાયા છે. જ્યારે કલોલ, પેથાપુર, ચિલોડા પોલીસ સ્ટેશન અને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં પણ બેથી વધુ ગુનાની નોંધ થઈ છે.-- રવિ તેજા વાસમશેટ્ટી (SP, ગાંધીનગર)

ચોરીનો આશય મોજશોખ : ગાંધીનગર પોલીસ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપનાર 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ મોજ શોખ પૂરો કરવા માટે ચોરીને અંજામ આપતા હતા. જ્યારે આ તમામ આરોપીઓ જૂની પદ્ધતિથી એટલે કે દુકાનની પાછળ બખોલ કરીને ચોરીને અંજામ આપતા હતા.

ચોર ટોળકીનું હેડક્વાર્ટર :આ ઉપરાંત 21 ચોરી કેસમાં 50 ચોરીના ભેદ ઉકેલાયા છે. જેમાં કુલ 15,36,494 કિંમતના 64 મોબાઈલ, 2 સ્માર્ટ વોચ અને 2,50,000 રૂપિયાના મોટર સાયકલ મળીને કુલ 18,30,494 નો મુદ્દામાલ ઝપડવામાં આવ્યો છે. જ્યારે આ આરોપીઓ એકલ દોકલ રાત્રીના સમયે રેકી કરતા હતા. રાત્રે ખેતરમાં બોરવેલના વાયરો અને GEB ના વાયરો ચોરતા હતા. જ્યારે ચોરીને અંજામ આપતા ત્યારે નજીકના પાનના ગલ્લામાંથી પાન મસાલાની ચોરી કરતા હતા.

  1. Gandhinagar crime news: કલોલના રેપ વિથ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા
  2. Gandhinagar kidnapping : રસ્તા પર પસાર થતી યુવતીનું અપહરણ, પોલીસ તપાસમાં એક તરફી પ્રેમ લીલા

ABOUT THE AUTHOR

...view details