ગુજરાત

gujarat

G20 Summit in Gandhinagar : ભારતમાં ભૂગર્ભ જળના ઉપયોગ વિશે મળી મહત્ત્વની જાણકારી, G20માં આયોજનો જાણો

By

Published : Mar 28, 2023, 7:40 PM IST

જી20 સમિટની ગાંધીનગરમાં બેઠક મળી રહી છે. જેમાં પર્યાવરણ અને ક્લાઇમેન્ટ સસ્ટેઇનેબિલિટી વિષય ઉપર ચર્ચા અને આયોજનો જોવા મળી રહ્યાં છે. ભારતમાં ભૂગર્ભ જળ વપરાશ, જમીન સંરક્ષણ, ડેમ સેફ્ટી, ઇરીગેશન તેમ જ જળ જીવન મિશનના મુદ્દાઓની શી ચર્ચા થઇ જાણીએ.

G20 Summit in Gandhinagar : ભારતમાં ભૂગર્ભ જળના ઉપયોગ વિશે મળી મહત્ત્વની જાણકારી, G20માં આયોજનો જાણો
G20 Summit in Gandhinagar : ભારતમાં ભૂગર્ભ જળના ઉપયોગ વિશે મળી મહત્ત્વની જાણકારી, G20માં આયોજનો જાણો

પર્યાવરણ અને ક્લાઇમેન્ટ સસ્ટેઇનેબિલિટી વિષય ઉપર ચર્ચા

ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત ભારત દેશ G20 સમિટનું યજમાન બન્યું છે ત્યારે આજે ગાંધીનગર ખાતે 27 માર્ચ થી 29 માર્ચ સુધી પર્યાવરણ અને ક્લાઇમેન્ટ સસ્ટેઇનેબિલિટીના વિષય ઉપર ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક નિષ્કર્ષ એવો પણ આવ્યો છે કે સમગ્ર વિશ્વમાં ભૂગર્ભ જળના 100 ટકા માંથી 25 ટકા ભૂગર્ભ જળનો ઉપયોગ ફક્ત ભારત દેશ જ કરી રહ્યું છે. ત્યારે આ ભૂગર્ભજળને બચાવવા માટેનું આયોજન અને ચર્ચા પણ G20 બેઠકમાં કરવામાં આવી હતી.

ડેમ સેફ્ટીમાં ભારત અગ્રેસર : ભારતમાં કુલ 5000 જેટલા ડેમ નદી ઉપર તૈયાર કરવામાં આવ્યા છે અને આ તમામ નદીઓના ડેમના સુરક્ષિત રાખવું એ પણ સરકારની મહત્વની જવાબદારી છે ત્યારે ડેમ સેફ્ટી બાબતે પણ G20 સમીટમાં ગાંધીનગર ખાતે ચર્ચા કરવામાં આવી હતી. ડેમ સેફટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે ભારત અગ્રેસર હોવાનું સામે આવ્યું છે.

2223 ડેમનું કામ પૂર્ણ :આ ઉપરાંત G20 ના અધિકારી કુશ્વીનર વોરાએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં 2223 ડેમનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને આવનારા વર્ષો અને દિવસોમાં પણ ફેસ ટુ અને ફેસ 3 માં પણ 736 જેટલા ડેમો નો ટાર્ગેટ કરવામાં આવ્યો છે. તેમ સેફ્ટી નીચે ભારત દેશની રુચિ છે તે આ સમગ્ર વિશ્વનો લારજેસ્ટ આયોજન હોવાનું પણ સામે આવ્યું છે.

14 મિલિયન હેક્ટર ડીપ ઇરીગેશન : ભારત પોતાનું આંતરમાળખાકીય સુવિધાઓ પણ મેન્ટેઇન કરી રહ્યું છે. કેનાલ અંતર માળખાકીય બાબતની પણ ચર્ચા કરવામાં આવી હતી અને કૃષિ યોજના બાબતે પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં 100 જેટલા પ્રોજેક્ટ હાથ ઉપર લેવામાં આવ્યા હતા તેમાંથી 50 જેટલા પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે. ડીપ ઇરીગેશન અને માઈક્રો ઇરીગેશનમાં પણ ભારત દેશ આગળ છે. છેલ્લા સાત વર્ષમાં 14 મિલિયન હેક્ટર વિસ્તારમાં એડ કરવામાં આવ્યો છે. પાણીનો પણ ખૂબ બચાવ થઈ રહ્યો છે.

આ પણ વાંચો G20 Meeting : ગાંધીનગરમાં પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગ યોજાશે, વિદેશી ડેલિગેટ માટે થઇ આ વ્યવસ્થાઓ

2050 સુધીમાં પાણીની વ્યવસ્થા સારી થશે : G20 ના અધિકારી કુશ્વીનર વોરાએ મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2050 સુધીમાં પાણીની વ્યવસ્થા સારી રહે તે માટે અનેક આયોજન અને કાર્યક્રમો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. જેથી આવનારા ભવિષ્યમાં પાણીની અછત ન રહેતા ઉપરાંત પાણીની સારી વ્યવસ્થાઓ કરી શકીએ. જ્યારે ગંગા નદી પર કરવામાં આવેલ આયોજન મુજબ 2થી 4 મિલિગ્રમ લીટર બાયો ઓકસીજન ડિમાન્ડ જે ખૂબ સારી વાત છે.

જળ જીવન મિશન : ભારત દેશમાં ડોલ્ફિનની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે આ ઉપરાંત સમગ્ર દેશમાં જે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પ્રોજેક્ટ ચાલુ છે તે બાબતનું પણ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં 183 જેટલા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેમાં 5658 મિલિયન એકર પ્રતિ દિવસ પાણીની ક્ષમતા છે. જ્યારે ગંગા નદી ઉપર તમામ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરી દીધા છે. આ ઉપરાંત જળ જીવન મિશન બાબતે પણ ચર્ચા થઈ હતી. ઉપરાંત જળ જીવન મિશનમાં 5p બાબતે ચર્ચા કરવામાં આવી અને ખુલ્લામાં પ્રક્રિયામાંથી મુક્તિ બાબતે વર્ષ 2019 20 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગોલબલ ગોલ કિપરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો G20 Summit in India: ધોળાવીરાને જોઈને વિદેશી ડેલિગેટ્સના મોઢા ખૂલ્લાંને ખૂલ્લાં જ રહી ગયા

જમીન ઘટી રહી છે : G20 બેઠકમાં જમીન બાબતે પણ ખાસ ચર્ચા થઈ હતી. જેમાં અધિકારી બિવવાસ રંજને જણાવ્યું હતું કે આજની બેઠકમાં જમીનને પૂરી થવામાં કઈ રીતે રોકી શકે તે બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ભારત દેશે બે પ્રકારની જમીન આઇડેન્ટીફાય કરી છે. જેમાં એક જંગલની જમીન કે જે ફાયરથી અફેક્ટેડ હોય પરંતુ તેનો કન્ઝર્વેશન ન થતું હોય અને બીજી એવી જમીન જે માઈન્ડિંગથી અસરકારક થતી હોય ત્યારે આવી જમીનોને ફરીથી સારી બનાવવી પડશે. જ્યારે જંગલની જમીનમાંથી પ્રાણીઓ બહાર ન આવે તેવી પણ ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. આ કામગીરીમાં G 20ના તમામ દેશોએ સહમતી દર્શાવી હતી.

ABOUT THE AUTHOR

...view details