ગુજરાત

gujarat

રાજ્યના તમામ ST બસ ડેપો પર ડ્રાઇવર અને કંડ્ક્ટર સ્ટેન્ડ બાઇ, બહારથી આવેલા શ્રમીકોને વતન મોકલવાની તૈયારી

By

Published : Apr 25, 2020, 8:29 PM IST

લોકડાઉનને કરાણે રાજ્યમાં અનેક લોકો ફાસાયા હોવાનુ સામે આવ્યુ હતુ. જે લોકો જિલ્લાઓમાં રોજગારી માટે અન્ય રાજ્યમાંથી આવ્યા હતા. તે શ્રમીકોને તેમના રાજ્યમાં મોકલવાની ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહ્યી છે

રાજ્યના તમામ ST બસ ડેપો પર ડ્રાઇવર અને કંડ્ક્ટર સ્ટેન્ડ બાઇ
રાજ્યના તમામ ST બસ ડેપો પર ડ્રાઇવર અને કંડ્ક્ટર સ્ટેન્ડ બાઇ

ગાંઘીનગરઃ લોકડાઉનને કરાણે રાજ્યમાં અનેક લોકો ફાસાયા હોવાનુ સામે આવ્યુ હતુ. જેમાં રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી અનેક લોકો અન્ય રાજ્યના હતા સાથે જ અનેક વખત સુરતમાં પણ પરપ્રાંતિયો દ્વારા રસ્તા પર ઉતરીને માદરે વતન જવાની જીદ પણ કરી હતી.

હવે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે સેનેટાઇઝ કરેલ સ્લીપર બસને ડ્રાઇવર અને કંડક્ટર સાથે સ્ટેન્ડબાયમાં મુકવામાં આવી છે. જેથી સરકારને આદેશ બાદ ગણતરીને કલાકોમાં પરપ્રાંતિય લોકોને ગુજરાત એસ.ટી. મારફતે તેમને તેમના માદરે વતન મોકલવામાં આવશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમા તમામ એસ.ટી. બસ ડેપો પર અમુક ગણતરીની બસોને સેનેટાઇઝ કરીને સ્ટેન્ડ બાય મુકવામાં આવી છે. જ્યારે ડ્રાઇવર અને કંડક્ટરને પણ બસ ડેપો બોલાવીને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં રોજગારી માટે અન્ય રાજ્યમાંથી આવતા શ્રમીકોને તેમના રાજ્યમાં મોકલવાની ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ઉપરાતં રાજ્ય સરકાર દ્વારા પાડોશી રાજ્ય સાથે પણ ચર્ચા વિચારણા થઇ રહી છે. જેમાં અન્ય રાજ્ય સરકાર દ્વારા જવાબ આવી જશે ત્યારે ગુજરાત સરકાર પણ એસ.ટી. વિભાગને લીલી ઝંડી બતાવીને પરપ્રાંતિયોને તેમના માદરે વતનમાં મોકલશે.

ઉલ્લેખનિય છે કે સુરતમાં પરપ્રાંતિય લોકોએ પોતાના વતનમાં જવા માટે અનેક વખત રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા જ પરપ્રાંતિયોને ઘરે મોકલવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉપરાંત જે સેલ્ટર હોમ અત્યારે કાર્યરત છે તેમાંથી પરપ્રાંતિયોને લઇ જવામાં આવશે. જ્યારે મુસાફરી દરમિયાન ખાસ સોસ્યલ ડિસ્ટન્સ રહે તેનુ પણ ઘ્યાન રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details