ગુજરાત

gujarat

ગુજરાતમાં કોરોનાના વધતા દર્દીઓને ધ્યાને લઈ જિલ્લા તંત્ર એલર્ટ મોડ પરઃ આરોગ્ય વિભાગ

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 3:45 PM IST

ગુજરાતમાં કોરોનાનો પગ પેસારો થઈ ગયો છે. રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ આ મુદ્દે સતર્ક બની ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા તંત્રને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Corona Gujarat Govt Health Department

ગુજરાતમાં કોરોનાના વધતા દર્દીઓને ધ્યાને લઈ જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર
ગુજરાતમાં કોરોનાના વધતા દર્દીઓને ધ્યાને લઈ જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર

ગાંધીનગરઃ ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટના દર્દીઓ વધી રહ્યા છે. આ નવા વેરિયન્ટે ભારત અને હવે ગુજરાતમાં પણ દેખા દીધી છે. ગુજરાતના અમદાવાદમાં 7 અને ગાંધીનગરમાં કોરોનાના કુલ 13 દર્દીઓ નોંધાયા છે. ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગે સતર્કતા દાખવીને જિલ્લા તંત્રને એલર્ટ મોડ પર રાખ્યા છે.

આરોગ્ય વિભાગની તકેદારીઃ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ પણ 20મી ડિસેમ્બરે દરેક રાજ્યોના આરોગ્ય વિભાગ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તબીબી સેવા અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ગુજરાતમાં આવનારા દિવસોમાં વાયબ્રન્ટ સમિટ અને કાંકરિયા કાર્નિવલ યોજાવાના છે. આ ઈવેન્ટને કારણે સંક્રમણ ફેલાય નહી તે માટે આરોગ્ય વિભાગે તકેદારીના પગલા લીધા છે. આરોગ્ય વિભાગે જ દર્દી કોરોના પોઝિટિવ આવ્યા છે તેમને આઈસોલેટ કર્યા છે. આ દર્દીઓના સંપર્કમાં આવનારા સગા સંબંધીનો સર્વે કરીને તેમનો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. જો દર્દીની આસપાસના લોકો પોઝિટિવ આવશે તો તેમને પણ આઈસોલેટ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે દરેક જિલ્લાની હોસ્પિટલ્સમાં ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજનનું પૂરતુ પ્રમાણ, વેન્ટિલેટર્સ, કોન્સનટ્રેશન મશિન તેમજ પૂરતા પ્રમાણમાં બેડની સંખ્યાના આદેશ આપી દીધા છે. હોસ્પિટલ્સમાં સમયાંતરે મોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં કોરોનાના 13 પોઝિટિવ કેસ છે. જો કે આ વેરિયન્ટ ખૂબ માઈલ્ડ છે જેથી દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ નવા વેરિયન્ટથી ડરવાની કોઈ જરુર નથી...ઋષિકેશ પટેલ(પ્રવક્તા પ્રધાન)

રાજ્યમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે જો કે ચિંતાની કોઈ બાબત નથી. કોરોનાનો નવો વેરિયન્ટ ખૂબ જ માઈલ્ડ છે. પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલાઈઝ્ડ કરવાની જરુર પડી નથી. તેમ છતાં દરેક જિલ્લાની હોસ્પિટલ્સને એલર્ટ કરી દેવામાં આવી છે. દરેક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ, બેડ વગેરેની સૂચના આપી દેવાઈ છે...નીલમ પટેલ(નિયામક આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર)

  1. રાજકોટમાં કોરોનાનો એક કેસ સામે આવ્યો, મનપા આરોગ્યતંત્ર કોરોનાના નવા વેરિયન્ટ JN.1 ને લઇ થયું સજજ
  2. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી; અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોના સામે કેટલી સજ્જ ? જાણો

ABOUT THE AUTHOR

...view details