ગુજરાત

gujarat

Gujarat Assembly: વિધાનસભામાં ગરીબી રેખાના આંકડાએ ખોલી સરકારની પોલ

By

Published : Mar 21, 2023, 3:12 PM IST

રાજ્યમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારોની સંખ્યામાં 1,359નો વધારો થયો છે. 15 લાખથી વધુ પરિવારો 0થી 16 ગુણાંક વચ્ચે જીવન જીવી રહ્યા છે. કૉંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં સરકારને પ્રશ્ન પૂછતા સમગ્ર માહિતી સામે આવી હતી.

Gujarat Assembly: વિધાનસભામાં ગરીબી રેખાના આંકડાએ ખોલી સરકારની પોલ
Gujarat Assembly: વિધાનસભામાં ગરીબી રેખાના આંકડાએ ખોલી સરકારની પોલ

ગાંધીનગરઃવર્તમાન પરિસ્થિતિમાં ગરીબ વધુ ગરીબ અને અમીર વધુ અમીર બની રહ્યા છે. તેવું લાગી રહ્યું છે. તેવામાં હવે ગરીબી રેખા મામલે ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસે સરકારને પ્રશ્ન કર્યો હતો. ત્યારે સરકારે ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોની સંખ્યા અને વિગતો જાહેર કરી હતી. છેલ્લા 2 વર્ષમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારોની સંખ્યામાં 1,359નો વધારો થયો હોવાની વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન ગૃહમાં સામે આવ્યું છે.

આ પણ વાંચોઃGujarat Assembly : પ્રવાસીઓની સંખ્યા વધારવા સરકારે કરોડો ખર્ચ્યા, છતાં 2 વર્ષમાં માત્ર 465 વિદેશી પ્રવાસીઓ બન્યા મહેમાન

રાજ્યની ત્રીજા ભાગની વસ્તી ગરીબઃગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસે ગરીબી રેખા બાબતે કરેલા પ્રશ્નના જવાબમાં સરકારે છેલ્લા 2 વર્ષમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે, જેમાં કુલ 1,359 જેટલા પરિવારો ગરીબ રેખાથી નીચે જીવી રહ્યા છે, જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં 335 જેટલા પરિવારો ગરીબી રેખાથી નીચે જીવી રહ્યા છે. જ્યારે 2 વર્ષમાં કુલ 11 જેટલા પરિવારો ગરીબી રેખાથી નીચે જીવતા હોય, પરંતુ હવે ગરીબી રેખાથી બહાર આવ્યા હોય તેવી વિગતો પણ ગૃહમાં સામે આવી છે. આમ, કૉંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખાથી નીચે જીવી રહ્યા છે.

0થી 16 ગુણાંકની સંખ્યામાં વધારોઃકૉંગ્રેસના ધારાસભ્યએ ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં 29 જિલ્લામાં ગરીબી રેખાથી નીચે જીવતા પરિવાર બાબતનો પ્રશ્ન કર્યો હતો, જેમાં રાજ્ય સરકારે 29 જિલ્લામાં ઝીરોથી 16 ગુણાંક વચ્ચે કુલ 15,61,418 પરિવારો જીવન ગુજારી રહ્યા છે. જ્યારે 20 ગુણાંકવાળા આંક વચ્ચે રાજ્યમાં કુલ 14,33,925 પરિવારો ગરીબીમાં જીવી રહ્યા છે. આમ, સમગ્ર રાજ્યમાં કુલ 0થી 20 ગુણાંક ધરાવતા બીપીએલ પરિવારની સંખ્યા 31,67,211 નોંધાઈ છે. જ્યારે છેલ્લા 2 વર્ષમાં આ સંખ્યામાં વધારો થયો હોવાનું પણ કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચોઃGandhinagar Cricket Match : ધારાસભ્યોનો ક્રિકેટ મેચ, CM એ બેટિંગ કરી મહિલાઓને જવાબદારી સોંપી

માછીમારો માટે આવાસ યોજના નહીંઃકૉંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ પોરબંદર જિલ્લામાં માછીમારોના આવાસ માટેની યોજના બાબતનો પ્રશ્ન કર્યો હતો, જેમાં 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ રાજ્યના માછીમારો માટે આવાસ યોજના અમલમાં છે કે, નહીં તેમાં રાજ્ય સરકારે સ્પષ્ટ રીતે આવી કોઈ યોજનાઓ માછીમારો માટે છે નહીં. તેમણે લેખિતમાં જવાબ આપ્યો હતો. આમ, ગુજરાતના માછીમારો માટે કોઈ પ્રકારની આવાસ યોજના ગુજરાતમાં ઉપલબ્ધ ન હોવાનું પણ સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details