ગુજરાત

gujarat

Congress on Paper Leak Bill : પેપર લીક બિલ છટકબારીવાળું બિલ, પેપર લીકના તાર કમલમ સુધી હોવાના મોટા આક્ષેપ

By

Published : Feb 23, 2023, 3:28 PM IST

ગુજરાત વિધાનસભા બજેટ સેશન 2023 સાથે જ કોંગ્રેસના આક્રમક તેવર સામે આવી રહ્યાં છે. હજુ સુધી ગૃહમાં વિપક્ષ પદથી વંચિત ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને પ્રવક્તા નેતા જીગ્નેશ મેવાણીએ પેપર લીક અટકાવતા બિલ અંગે મહત્ત્વની પ્રતિક્રિયાઓ આપી હતી.

Congress on Paper Leak Bill : પેપર લીક બિલ છટકબારીવાળું બિલ, પેપર લીકના તાર કમલમ સુધી હોવાના મોટા આક્ષેપ
Congress on Paper Leak Bill : પેપર લીક બિલ છટકબારીવાળું બિલ, પેપર લીકના તાર કમલમ સુધી હોવાના મોટા આક્ષેપ

પેપર લીક અટકાવતા બિલ અંગે મહત્ત્વની પ્રતિક્રિયાઓ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસે પેપર લીક કાંડ બિલનો વિરોધ કર્યો હતો. જ્યારે આજે પ્રથમ દિવસે જ રાજ્ય સરકારના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી રાજ્યપાલના પ્રવચન અને શોકદર્શક ઉલ્લેખ બાદ પેપર લીક કાંડ અટકાવવાના હેતુથી મહત્વનું બિલ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન બિલ 2023 પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ ગૃહમાં પસાર કરવાના છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલું બિલ એ છટકબારીવાળું બિલ હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કર્યા હતાં. ગૃહની બહાર હાથમાં પ્લેકાર્ડ લઇને આવેલા કોંગ્રેસ નેતાઓએ ગુજરાત સરકાર આ બિલ મુદ્દે ડોળ કરતી હોવાનું જણાવ્યું હતું.

યુવાનોના ભવિષ્ય ફોડ્યા : વિપક્ષ નેતા અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષથી રાજ કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એકવાર બે વાર નહીં પણ 13 કરતાં વધારે વખત પેપર ફૂટ્યા છે. આ પેપર ફૂટવાને કારણે જે ગુજરાતના યુવાનો ખૂબ મહેનત કરી છે એના પરિવારની ખૂબ મોટી આશા છે. સરકારી નોકરી મળે એનું ભવિષ્ય બને અને એના માટે લાખો રૂપિયાને વર્ષો ખર્ચા હોય એવા યુવાનોના ભવિષ્ય ફોડવાનું કામ આ સરકારે કર્યું હોવાના આક્ષેપો અમિત ચાવડાએ કર્યા હતા.

આ પણ વાંચો Gujarat Assembly Live Update: છટકબારીનો કાયદો લાવી કોને છાવરવા માગો છો

પેપર નહીં સરકાર ફુટેલી : અમિત ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે ગુજરાતમાં પેપર નહી સરકાર ફૂટેલી છે. યુવાનોનો આક્રોશ જોઈને સરકાર બિલ તો લાવી છે પણ ખાલી બિલ લાવવા ખાતરના બિલ બની રહે એમાં છટકબારીઓ રાખવામાં ના આવે. નાના લોકોને પકડીને જેલમાં પૂરીને વાહવાઈ મેળવવાની બદલે જે મોટી માછલીઓ છે જે મોટા કૌભાંડ કાર્યો છે જેના તાર કમલમ સુધી કે સરકાર સુધી પહોંચેલા છે. આમ મોટી માછલીઓને પુરવા માટેનો મજબૂત કાયદો બને એટલા માટે આજે બિલમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મજબૂત રજૂઆત પણ થશે. ખાલી કાયદો બનાવીને ફાયદા છે, ગુજરાતમાં દારૂબંધી છે પણ દારૂ મળે છે, આમ કાયદા બનાવો પણ મજબૂત બનાવો તેવી માંગ ગૃહમાં કરવામાં આવશે.

આ પણ વાંચો Gujarat assembly session 2023: ગુજરાતમાં હવે કોંગ્રેસનું વિપક્ષ નેતાનું પદ પણ જોખમમાં, અંતિમ નિર્ણય બાકી

રાજસ્થાનમાં લાવ્યા એટલે દેખાડો કરવા લાવ્યા : ગુજરાતમાં કોંગ્રેસના પ્રવક્તાપ્રધાન જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યા હતા કે ગુજરાતમાં એક પરીક્ષાના નહીં પરંતુ અનેક પરીક્ષાના પ્રશ્નપત્ર ફૂટ્યા છે. હજી સુધી ગુજરાતની જનતા સમક્ષ ભારતીય જનતા પાર્ટી એટલું પણ કહેવા તૈયાર નથી કે કેટલા કિસ્સામાં ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એમ. બી. શાહ કમિશનનો રિપોર્ટ છે તે રિપોર્ટ એવું કહે છે કે નાની માછલીઓને પકડવામાં આવે છે અને મોટી માછલીઓને છોડી દેવામાં આવે છે. આ મોટી માછલીઓ ગાંધીનગર અને કમલમમાં બેઠેલી હોવાનો આક્ષેપ મેવાણીએ કર્યા હતા. મીડિયાના પ્રેશરથી જ આવું બિલ લાવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર પણ રાજસ્થાન સરકાર આવું બિલ લાવી એટલે અહીં પણ ડોળ કરવા આ પ્રકારનું બિલ લાવી હોવાના આક્ષેપ મેવાણીએ કર્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details