ગુજરાત

gujarat

CM ભુપેન્દ્ર પટેલ એક્શનમા: પૂરગ્રસ્ત વિસ્તારનું કરશે હવાઈ નિરીક્ષણ

By

Published : Sep 14, 2021, 12:01 PM IST

Updated : Sep 14, 2021, 12:08 PM IST

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ અને તોફાની બેટિંગ શરૂ કરી છે, ત્યારે રાજકોટ અને જામનગર વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જેને લઇને સમગ્ર મામલે આજે રાજ્યના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જામનગર અને રાજકોટની હવાઈ નિરીક્ષણ કરશે સાથે જ રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે બેઠક યોજીને કામગીરીની સમીક્ષા કરશે.

CM ભુપેન્દ્ર પટેલ એક્શનમા: પૂરગ્રસ્ત વિસ્તારનું કરશે હવાઈ નિરીક્ષણ
CM ભુપેન્દ્ર પટેલ એક્શનમા: પૂરગ્રસ્ત વિસ્તારનું કરશે હવાઈ નિરીક્ષણ

  • સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ
  • એન.ડી.આર.એફ. ની ટિમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી
  • સીએમ ભુપેન્દ્ર પટેલ કરશે હવાઈ નિરીક્ષણ

ગાંધીનગર: છેલ્લા 2 દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ અને તોફાની બેટિંગ શરૂ કરી છે, ત્યારે રાજકોટ અને જામનગર વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. એનડીઆરએફ દ્વારા બચાવ કામગીરી પણ કરવામાં આવી છે અને એરફોર્સ દ્વારા 45થી વધુ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર મામલે આજે રાજ્યના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જામનગર અને રાજકોટની હવાઈ નિરીક્ષણ કરશે સાથે જ રાજકોટ કલેકટર ઓફિસ ખાતે બેઠક યોજીને કામગીરીની સમીક્ષા કરશે.

આ પણ વાંચો:નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રાજભવન પહોંચ્યા

ભારે વરસાદ ના કારણે રસ્તાઓ બંધ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં કુલ 18 જેટલા સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે 20 જેટલા અન્ય માર્ગ પણ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે પંચાયત માલની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં કુલ 162 જેટલા પંચાયતમાં એક નેશનલ હાઈવે કે જામનગરનો હાઇવે છે તે પણ બંધ રાખવામાં આવ્યું છે. આમ કુલ 201 જેટલા રસ્તાઓ સમગ્ર રાજ્યમાં બંધ રાખવામાં આવ્યા છે. જિલ્લાઓની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં state highway 11 અન્ય માર્ગો 22 પંચાયત માર્ગો સહિત કુલ 39 જેટલા માર્ગો બંધ રાખવામાં આવ્યા છે. જ્યારે જામનગરમાં 4 state highway 2 અન્ય માર્ગ પંચાયતના 31 માર્ગો નેશનલ હાઈવે એક સહિત કુલ 38 જેટલા રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરથી તૌકતે વાવાઝોડાનું કરશે હવાઇ નિરીક્ષણ

એસ.ટી. બસની ટ્રીપ બંધ કરવામાં આવી

રાજ્યના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં કુલ 55 જેટલા એસ.ટી. બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે બંધ રૂટ પરની સંખ્યાની વાત કરવામાં આવે તો કોઈ 121 ટ્રીપ પર બંધ કરવામાં આવી છે. આમ વરસાદના કારણે એસ.ટી. બસના રૂટ બંધ થતા કુલ 17,104 કિલોમીટરના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આમ રૂટ બંધ થવાના કારણે રાજ્યના એસ.ટી. વિભાગને 3,63,383.25 લાખના નુકશાનનું અનુમાન કરવામાં આવ્યું છે.

તાલુકા પ્રમાણે વરસાદની વિગતો (સવાર ના 6 થી 10 સુધી)

  • માંગરોળ 151
  • કેશોદ 108
  • માળિયા 88
  • વંથલી 73
  • જૂનાગઢ સિટી 47
  • જુનાગઢ ગ્રામ્ય 47
  • કોટડા સાંગાણી 45
  • ગોંડલ 41
  • તાલાલા 37
  • ગણદેવી 36
  • જામકંડોરણા 29
  • વેરાવળ 27
  • ચીખલી 27
  • ધોરાજી 25
  • કોડીનાર 20
  • મેંદરડા 20
  • વલસાડ 19
  • ઉપલેટા 17
  • ધોલવાન 16
  • સુત્રાપાડા 15
  • માણાવદર 14
  • પાટડી 13
  • દ્વારકા 13
  • કપરાડા 12
  • જેતપુર 12
  • વિસાવદર 12
  • ખેરગામ 11
  • મહુવા 11
  • વાંસદા 10
  • વાપી 9
  • ઉમરગામ 8
  • કુતિયાણા 7
  • વઘાઈ 7
  • ડાંગ(આહવા) 6
  • જાફરાબાદ 6
  • સિહોર 5
  • નવસારી 4
  • તાલાળા 4
  • ઉનના 4
  • ચોર્યાસી 4
  • રાણપુર 4
  • ઘોઘા 4
  • ધરમપુર 3
  • રાજુલા 3
  • કલ્યાણપુર 3
  • ખમબલિયા 3
  • સોનગઢ 2
  • વલોદ 2
  • ઉનચલ 2
  • પોરબંદર 2
  • સુબીર 2
  • જલાલપુર 2
  • ભાવનગર 2
  • પાલીતાણા 1
  • રાણાવાવ 1
  • વ્યારા 1
Last Updated : Sep 14, 2021, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details