ગુજરાત

gujarat

11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ થશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

By

Published : Jan 6, 2021, 3:30 PM IST

Updated : Jan 6, 2021, 4:49 PM IST

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં શાળાઓ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા જાહેરાત કરી હતી કે, 11 જાન્યુઆરી ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત કોલેજના અંતિમ વર્ષના વર્ગો અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વર્ગો પણ શરૂ કરવામાં આવશે. આ સાથે જ કેન્દ્ર સરકારની SOPનું પણ સ્કુલ અને કોલેજો દ્વારા પાલન કરવાનું ફરજીયાત રહેશે.

11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ થશે :  ભુપેન્દ્રસિંહ ચુડાસમા
11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ થશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

  • રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં લીધો નિર્ણય
  • રાજ્યમાં 11 જાન્યુઆરી થી શરૂ થશે શાળાઓ
  • કેન્દ્ર સરકારની એસ.ઓ.પી. ફોલો કરવી પડશે
  • શાળાઓએ સીએચસી અને પીએચસીના સંકલનમાં રહેવું પડશે

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં શાળાઓ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા જાહેરાત કરી હતી કે, 11 જાન્યુઆરી ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત કોલેજના અંતિમ વર્ષના વર્ગો અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વર્ગો પણ શરૂ કરવામાં આવશે. આ સાથે જ કેન્દ્ર સરકારની SOPનું પણ સ્કુલ અને કોલેજો દ્વારા પાલન કરવાનું ફરજીયાત રહેશે.

11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ થશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

માસ પ્રમોશન નહીં મળે : પરીક્ષા આપવી જ પડશે : ચુડાસમા

ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈપણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં નહીં આવે ઓનલાઇન શિક્ષણ કાર્યમાં જેટલું પણ આવ્યું હશે તેટલાની પરીક્ષા ફરજિયાત લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 22 ડિસેમ્બરના રોજ ETV BHARAT દ્વારા રાજ્યમાં માસ પ્રમોશન નહીં અપાય તેવો વિશેષ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. ત્યારે આજે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાત ઉપર મંજૂરીની મહોર મારી છે.

હાજરી ફરજીયાત નહીં, વાલીઓની મંજૂરી ફરજીયાત

શિક્ષણ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ કરવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણાશે નહીં. જ્યારે જે કોઈપણ વિદ્યાર્થી શાળામાં આવશે તે પહેલા વાલીઓની મંજૂરી ફરજિયાત લેવી પડશે. આમ જો કોઈ વિદ્યાર્થી વાલીની મંજૂરી લઈને નહીં આવે તો તેઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

ઓનલાઇન શિક્ષણ યથાવત રહેશે

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જે રીતની ઓનલાઇન શિક્ષણ પદ્ધતિ ચાલી રહી છે. તે ઓનલાઇન શિક્ષણ પદ્ધતિ યથાવત રાખવામાં આવશે. જ્યારે ધોરણ 1 થી 9 અને અન્ય કોલેજના વર્ગો તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

Last Updated :Jan 6, 2021, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details