ગુજરાત

gujarat

સરદાર ના હોત તો જૂનાગઢ અને હૈદરાબાદ આજે ભારતના નકશામાં ન હોત: વિજય રૂપાણી

By

Published : Oct 31, 2020, 1:28 PM IST

આજે 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. દેશમાં એકતા સર્વ ધર્મ સમભાવ અને અખંડિતતા એક સમાન રહે તે માટે આજે સરદાર વલ્લભ પટેલના જન્મદિનને એકતા દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમાને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પુષ્પાંજલિ અર્પી હતી.

garden
સરદાર વલ્લભ પટેલ

  • એકતા દિન પર વિજય રૂપાણીએ સરદારના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પી
  • ગાંધીનગરના વિસ્ટા ગાર્ડનમાં યોજાયો કાર્યક્રમ
  • કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ આપ્યું મહત્વનું નિવેદન


ગાંધીનગર: આજે 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. દેશમાં એકતા સર્વ ધર્મ સમભાવ અને અખંડિતતા એક સમાન રહે તે માટે આજે સરદાર વલ્લભ પટેલના જન્મદિનને એકતા દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમાને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પુષ્પાંજલિ કરી મહત્વનું નિવેદન આપ્યું હતું કે, જો સરદાર ના હોત તો આજે હૈદરાબાદ અને જૂનાગઢ ભારતના નકશામાં ના હોત.

સરદાર ના હોત તો જૂનાગઢ અને હૈદરાબાદ આજે ભારતના નકશામાં ન હોત : વિજય રૂપાણી

ભારતના સપૂત સરદાર પટેલ

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સરદાર પટેલને યાદ કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ અને હૈદરાબાદ જેવા શહેરો આજે ભારતના નકશામાં ના હોત. જ્યારે કાશ્મીર બાબતે નિવેદન આપ્યું હતું કે, કાશ્મીર અંગેની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલને આપવામાં આવી ન હતી. પરંતુ દેશના વડાપ્રધાન અને ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદીએ તે જવાબદારી લઈને આજે કાશ્મીરને પણ ભારતનું અવિભાજ્ય અંગ બનાવ્યું છે અને 370 ની કલમ પણ હટાવી છે.

કોવિડ 19 ને કારણે એકતા દિન કાર્યક્રમો રદ કરાયા : સીએમ રૂપાણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે 31 ઓક્ટોબર એટલે એક્તા દિવસે દર વર્ષે રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે મહત્વના કાર્યક્રમો યોજીને એકતા દિનની ઉજવણી કરી રહ્યા છે.

આમ આજે એકતા દિન નિમિત્તે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા. જ્યારે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને નતમસ્તક થયા હતા. આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્યા ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details