ગુજરાત

gujarat

Budget Session 2023 : અરે રે રે રે કેન્દ્ર સરકારે 31 જાન્યુઆરી 2022 સુધીના 21672 કરોડ ગુજરાતને આપ્યાં જ નથી

By

Published : Mar 13, 2023, 8:52 PM IST

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યના કેન્દ્ર પાસેના લેણાં કેટલા બાકી છે તેની એક વિગત બહાર આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યએ કરેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે કેન્દ્ર સરકારે 31 જાન્યુઆરી 2022 સુધીના 21,672 કરોડ ગુજરાતને આપ્યાં જ નથી.

Budget Session 2023 : અરે રે રે રે કેન્દ્ર સરકારે 31 જાન્યુઆરી 2022 સુધીના 21672 કરોડ ગુજરાતને આપ્યાં જ નથી
Budget Session 2023 : અરે રે રે રે કેન્દ્ર સરકારે 31 જાન્યુઆરી 2022 સુધીના 21672 કરોડ ગુજરાતને આપ્યાં જ નથી

ગાંધીનગર : કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં જીએસટી કાયદો લાગુ કર્યો છે અને જીએસટીમાં વસૂલવા આવેલ રકમના અમુક રકમ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને સુપ્રત કરે છે. ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કરેલા પ્રશ્નમાં કેન્દ્ર એક સરકાર પાસે જીએસટીની કેટલી રકમ બાકી છે તેના પ્રત્યુત્તરમાં રાજ્ય સરકારે 31 જાન્યુઆરી 2022 સુધીમાં 21,672 કરોડ રૂપિયા હજુ બાકી હોવાનું સામે આવ્યું છે.

કેન્દ્ર પાસેથી કરોડો રૂપિયા લેવાના બાકી : કોંગ્રેસના પાટણના ધારાસભ્ય પટેલે કરેલા પ્રશ્નોના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે એક ફેબ્રુઆરી 2021 થી 31 જાન્યુઆરી 2022 માટે 21,672.90 કરોડ અને એક ફેબ્રુઆરી 2022 થી 30 6 2022 માટે 7137.50 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર પાસેથી લેવાના થાય છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 31 માર્ચ 2022 ના દિવસે ₹3,364 અને 24 નવેમ્બર 2022 ના દિવસે 855.73 કરોડ રૂપિયા આપ્યા છે.

આ પણ વાંચો Gujarat Budget Session 2023 : 2021માં પેટ્રોલ ડીઝલમાં વેરો ઘડાટ્યો છતાં બે વર્ષમાં સરકારને મળી ગંજાવર રેવન્યૂ

કુલ કેટલી બાકી તે સરકારે કંઈ ના જણાવ્યું :કેન્દ્ર સરકાર પાસેથી રાજ્ય સરકારે જીએસટી કેટલા રૂપિયા લેવાના નીકળે છે તે સ્પષ્ટપણે જણાવ્યું નહીં. પરંતુ જે રકમ વળતર તરીકે મળેલ નથી તેની સામે લોન પેટે રાજય સરકારને 15,036.85 કરોડ મળેલ છે જેની વ્યાજ સહિતની ચૂકવણી કેન્દ્ર સરકાર શેસ ફંડમાંથી કરશે.

આ પણ વાંચો Gujarat Budget Session 2023 : બે વર્ષમાં સરકારે ટાટા અને એસ્સાર પાસેથી 8788 કરોડની વીજળીની ખરીદી કરી, ભાવ મુદ્દે ઉકળી કોંગ્રેસ

પતંગ પર જીએસટી આવક કેટલી થઈ : પતંગ અને અકીકમાં જીએસટીની આવક વિશે તેમાં સરકાર અજાણ જણાઇ છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજ્યમાં અકીક ઉદ્યોગ તેમજ પતંગ ઉદ્યોગ પર જીએસટી બાબતનો પ્રશ્ન કર્યો હતો કે જેમાં અકીક ઉદ્યોગ માટેના રો મટીરીયલ્સ પર 0.25 ટકા 25 જાન્યુઆરી 2018 થી અને અકીકમાંથી બનાવેલ અંતિમ વસ્તુઓ જેવા કે ઘરેણા અને ઈમીટેશનમાં 3ટકા જે એક જુલાઈ 2017 થી જીએસટીનો દર લાગુ કરવામાં આવ્યો છે. સાથે જ પતંગ ઉદ્યોગ માટેના રો મટીરીયલ્સ પર 12ટકા કે જે 1 જુલાઈ 2017 થી અને પતંગ ઉદ્યોગ માટેના રો મટીરીયલ્સ (ગમ) પર 01 જુલાઈ 2017 થી 5 ટકા અને પતંગ પર 5 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. પણ રાજય સરકારને આ કોમોડિટી અંતર્ગત કેટલી આવક આવી તે બાબતની માહિતી સરકાર પાસે ઉપલબ્ધ ન હોવાનું ગૃહમાં સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details