ગુજરાત

gujarat

અર્બુદા સેના તરફથી ગાંધીનગરમાં ધરણા, વિપુલ ચૌધરીને મુક્ત કરવા આંદોલન

By

Published : Oct 21, 2022, 10:52 AM IST

Updated : Oct 21, 2022, 1:27 PM IST

અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને (Arbuda Sena Vipul Chaudhari) જેલમુક્ત કરાવવા માટે અર્બના સેનાના સભ્યો હવે લડી લેવાના મૂડમાં છે. અર્બુદા સેના તરફથી છેલ્લા ઘણા સમયથી મસમોટા દેખાવ કરવામાં આવી રહ્યા છે. જુદા જુદા જિલ્લાઓમાં અર્બુદા સેનાએ ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. પણ શુક્રવારે ગાંધીનગરમાં આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે સુત્રોચ્ચાર કરાયા હતા.

અર્બુદા સેના તરફથી ગાંધીનગરમાં ધરણા, વિપુલ ચૌધરીને મુક્ત કરવા આંદોલન
અર્બુદા સેના તરફથી ગાંધીનગરમાં ધરણા, વિપુલ ચૌધરીને મુક્ત કરવા આંદોલન

ગાંધીનગરઃ અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને (Vipul Chaudhari Case) જેલમાંથી છોડાવવા માટે એના સમર્થકો તથા અર્બુદા સેનાના સભ્યો મેદાને પડ્યા છે. શુક્રવારે સવારે ગાંધીનગરમાં મસમોટું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં અર્બુદા સેના તરફથી જેલભરો (Arbuda Sena Gandhinagar protest) આંદોલન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓએ પોસ્ટર પ્રદર્શન કર્યું હતું. જ્યારે અર્બુદા સેનાના સભ્યોએ ધરણા કાર્યક્રમ કરીને ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે એવું પણ કહ્યું હતું કે વિપુલ ચૌધરીને ઝડપથી જેલમુક્ત કરવામાં આવે.

અર્બુદા સેના તરફથી ગાંધીનગરમાં ધરણા, વિપુલ ચૌધરીને મુક્ત કરવા આંદોલન

ચલો ગાંધીનગરઃગામેગામથી ગાંધીનગર આવવા માટે અર્બુદા સેનાએ એક કાર્યક્રમ કર્યો હતો. જેમાં જુદા જુદા જિલ્લામાંથી અર્બુદા સેનાના લોકોને ગાંધીનગર આવવા માટે અપીલ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીને ન્યાય મળે એ હેતુંથી ચલો ગાંધીનગર અભિયાન શરૂ કરાયું હતું. જેમાં યુવાનો તથા પશુપાલકો પણ જોડાયા છે. આ પહેલા સાબરકાંઠામાં અર્બુદા સેના તરફથી વિપુલ ચૌધરીને મુક્ત કરાવવા માટે સમર્થકો રસ્તા પર ઊતરી પડ્યા હતા.

ગાંધીનગરમાં અટકાયતઃગાંધીનગર પ્રદર્શન કરવા માટે પહોંચેલા તમામ સભ્યોની ગાંધીનગર પોલીસે અટકાયત કરી છે. પાટણમાં અર્બુદા સેનાના સભ્યોએ રસ્તા પર બેસી જઈને લાંબા સમય સુધી ચક્કાજામ કર્યો હતો. અર્બુદા સેનાનો આરોપ છે કે, ચૂંટણી વખતે રાજકીય કિન્નાખોરી રાખીને વિપુલ ચૌધરીને ખોટી રીતે જેલમાં પૂર્યાં છે.

Last Updated :Oct 21, 2022, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details