ગુજરાત

gujarat

Shaheri Vikas Yojana : આટલા શહેરમાં વિકાસ માટે સરકારે 253 કરોડના કામની મંજૂરી આપી

By

Published : Feb 5, 2022, 12:10 PM IST

રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે ચાર મહાનગરો સડક યોજનાના કામોની મંજુરી (Approval of Development Works by CM) આપી છે. જેમાં રાજ્યના કુલ ચાર મહાનગરો માટે 253 કરોડના (Mukhyamantri Shaheri Vikas Yojana) કામોની મંજૂરી આપી છે. જાણો ક્યા શહેરમાં કેટલી ગ્રાન્ટ ફાળવી....

Shaheri Vikas Yojana : આટલા શહેરમાં વિકાસ માટે સરકારે 253 કરોડના કામની મંજૂરી આપી
Shaheri Vikas Yojana : આટલા શહેરમાં વિકાસ માટે સરકારે 253 કરોડના કામની મંજૂરી આપી

ગાંધીનગર : રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે આજે ચાર મહાનગરો સડક યોજનાના કામોની મંજુરી (Approval of Development Works by CM) આપી છે. જેમાં અમદાવાદ, સુરત, બરોડા અને જામનગરમાં વિકાસના કામ તેમજ મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે મંજુરી આપી છે. આ યોજનામાં કુલ 253 કરોડના વિકાસના કામોની મંજૂરી આપી છે.

અમદાવાદમાં 110 કરોડના ખર્ચે કેવા કામો થશે

ગુજરાત રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદને 110 કરોડ ગ્રાન્ટ ફાળવવામાં (Ahmedabad Shaheri Sadak Yojana) આવી છે. જેમાં વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના આઉટ ગ્રોથ એરીયાના 81 જેટલા રસ્તાઓ બ્લોક ડ્રેનેજ લાઈન, પીવાના પાણીની પાઈપલાઈન, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન તેમજ નવા હેલ્થ સેન્ટર માટે કુલ 110 કરોડની ફાળવણીની મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે.

સુરત ફ્લાયઓવર બ્રિજ માટે 70 કરોડ

રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Mukhyamantri Shaheri Vikas Yojana) અંતર્ગત સહારા દરવાજા રીંગરોડ ફલાયઓવર બ્રિજથી કરણીમાતાના ચોક સુધીના ફલાયઓવર બ્રિજના કામ માટે વધારાના 70 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ ઉપરાંત આ મહાનગરમાં પણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Surat Shahari Sadak Yojana) હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો જુદા જુદા સી.સી. રોડ સ્ટ્રીટલાઈટ ડ્રેનેજ લાઈન તેમજ પાણીની પાઇપલાઇન મળીને કુલ 1129 ગામ માટે 63.53 કરોડના કામોને મંજૂરી આપી છે.

આ પણ વાંચોઃ PM Modi to release PM kisan Installment: 1 જાન્યુઆરીએ PM કિસાનનો 10મો હપ્તો ખેડૂતોના ખાતામાં થશે જમા

જામનગરમાં 9 રસ્તા બનશે

અમદાવાદ, સુરત અને બરોડા ઉપરાંત જામનગર મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Jamnagar Shaheri Vikas Yojana) માટે કુલ નવ રસ્તાના કામો માટે નવ કરોડની ફાળવણી કરવાનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આમ એક જ દિવસમાં રાજ્યના ચાર મહાનગરોમાં જનહિત વિકાસ કામો માટે 250 કરોડ ઉપરાંતની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકારે આપી છે.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાપીમાં કરોડોના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ બનાવવા આપી મંજૂરી

ABOUT THE AUTHOR

...view details